Mayuri Prajapati

Abstract Fantasy Others

4.3  

Mayuri Prajapati

Abstract Fantasy Others

ગાંધીજી

ગાંધીજી

2 mins
62


ગાંધી...જેના નામ સ્મરણથી કેટલાય પ્રસંગો આપણી નજર સમક્ષ તરવરી ઊઠે, એમના બાળપણના સંસ્મરણોથી લઈને એમની સત્યતા, પ્રેમ, કરુણા, અહિંસા, ભક્તિ, શાંત સ્વભાવ, અને અંગ્રેજો સામેની લડત અને એ લડતની વિજયગાથા, તેમજ એમનું સંપૂર્ણ જીવન જે આપણા માટે જીવન પર્યંત સંદેશ આપે છે. 

ગાંધી નામની કલ્પના સાથે આપણી આંખ સમક્ષ એક છબી રચાય જાય કે જેના શરીર પર ખાદીના સ્વદેશી કપડાં ધોતી, હાથમાં લાકડી, આંખે ચશ્મા, જાણે આપણા સૌના દાદા. એટલે જ કદાચ આપણે એમના નામ સાથે બાપુ જોડી દઈએ છીએ. પણ મારી આંખ સામે જે ચિત્ર બાપુનું આવે છે એમાં મને એમના હાથમાં એક પુસ્તક પણ દેખાય કદાચ એમનું આ ચિત્ર આપ સૌએ પણ જોયું જ હશે.

શું તમને એવું કોઈ પ્રશ્ન થાય છે કે પુસ્તક ક્યું હશે? મને ચોક્કસથી થયો હતો અને મને જાણવા મળ્યું કે એ આપણું ધર્મ પુસ્તક હતું આપણી ગીતા. હા..ગીતા કે જે ભગવાન શ્રી કૃષ્ણે મહાભારત યુદ્ધ દરમિયાન અર્જુન ને ધર્મ યુદ્ધ માટે પ્રેરિત થવા કરેલી, અર્જુનને અકર્મી બની પોતાના કર્તવ્ય અને ધર્મ માટે યુદ્ધ માટે તૈયાર થવા કહેલું એવું આપણે સૌ જાણીએ છીએ..અને આપણે એ પણ જાણીએ છીએ કે એજ ગીતા વાંચીને મહાત્મા ગાંધી બાપુએ શસ્ત્ર રહિત અહિંસાની લડત લડી અને અંગ્રેજો સામે જીત મેળવી.

તો શું આપણે ગીતાને સમજ્યા જ નથી?? કે ગાંધીના માટે ગીતાનો ઉપદેશ કઈક અલગ હશે? તો શું ગાંધીને આપણે સમજી શક્યા છીએ ખરા?? મને તો નથી લાગતું. [જો તમને મારો પ્રશ્ન સમજાયો હોય તો મને જવાબ જરૂર આપશો]

. પરંતુ આપણા આજના ભારતમાં કોઈ ગાંધી નથી કે ના કોઈ બની શકે કેમ કે જો ગાંધી આજે પાછા ફરે તો કોની સામે લડત ચલવે ?? પોતાના જ દેશધિકરીઓ સાથે, કે પોતાના જ સંતાનરૂપી દેશવાસીઓ કે જેઓ એના માર્ગને ખોટો માર્ગ ગણાવી આજે એના દ્વારા મળેલી જીતને ભોગવી રહ્યા છે. એના સ્વદેશ પ્રેમને વેચી દીધો છે. એના આજના ભારતમાં ગાંધી એના અહિંસાના માર્ગે ચાલી શકત ખરા? આપણા રાષ્ટ્રપિતા એના રાષ્ટ્ર ને આવી હાલત માં જોઈ ને કેવું વિચારતા હશે? શું એને આજના ભારતની કલ્પના પણ કરી હશે ? હું ગાંધી બાપુ એ આજે વિચાર શક્તિ નથી કેમ કે આજના યુગમાં કોઈ ગાંધી બનીને જીવી શકે જ નહિ.

આ નામ સાથે કેટલાય વિવાદો પણ સંકળાયેલા છે કે, અમુક લોકો ગાંધીવાદ નો વિરોધ પણ કરે છે. હું અહી વધુ વિવાદ છોડી એટલું કહું કે, ચોકકસથી મારા ગાંધીજી સ્વતંત્ર ભારતનું સ્વપ્ન જોયું હતું પરંતુ આજનું ભારત રાષ્ટ્ર એના સ્વપ્નનું ભારત છે ખરું ??


Rate this content
Log in

Similar gujarati story from Abstract