સ્વચ્છ મન
સ્વચ્છ મન
"ભિક્ષામ...દેહી..ભીક્ષામ દેહી..."
અવાજ સાંભળતા જ ઘરમાંથી નાની દિયું દોડતી બહાર આવીને જોયું, તો એક સાધુ બારણે આવીને ઊભા હતા, એમને જોઇને એમના માટે રોટલી લેવા ઘરમાં દોડતી ગઈ અને આવીને સાધુના પાત્રમાં મૂકવા ગઈ. પણ ત્યાંજ એના હાથ એમને આપતા અટકી ગયા. આ જોઈ બાએ પૂછ્યું
"શું થયું બેટા ?"
તો એને કહ્યું કે "બા આમનું પાત્ર સાફ નથી ! આમાં તો ધૂળ છે. બા હું એમાં કેવી રીતે રોટલી આપુ ?"
એનો જવાબ સાંભળી બાએ ધીમા હાસ્ય સાથે દિયુના માથે હાથ ફેરવ્યો અને સાધુ મહારાજને એમનું પાત્ર સાફ કરવા કહ્યું. એ પછી દિયુએ રોટલી આપી અને બાએ જ
ણાવ્યું કે, "જો બેટા, એમનું પાત્ર સાફ નહોતું તો એ રોટલી ના લઈ શક્યા જો કદાચ લઈ લીધી હોત તો પણ સારી રીતે જમી ના શક્યા હોત. તો શું ! આપણે સાફ મન ના રાખીએ તો નવા વિચારો કે નવા સંબંધોને સારી રીતે અપનવાની શકીએ ખરા ?"
બા એ આગળ સમજાવતા કહ્યું "કોઈ પણ નવા સંબંધની શરૂઆત કરતા પહેલા એના માટે આપણા મનમાં એની સારી જગ્યા હોવી જરૂરી છે અને એના માટે કોઈ પણ પ્રકારની પૂર્વધારણા રાખ્યા વગર એને ચોખ્ખા દિલથી અપનાવીએ તો એને આપણે સારી રીતે નિભાવી શકીએ !"
દિયુ પણ બાની વાત સમજી ગઈ કે, સ્વચ્છ મન નવા સંબંધની શરૂઆત માટે એને સ્વીકારવા માટે ખૂબ જ જરૂરી છે.