Mayuri Prajapati

Inspirational

3.9  

Mayuri Prajapati

Inspirational

મહત્વ

મહત્વ

7 mins
554


ક્યારેય કોઈ વ્યક્તિ, વસ્તુ, કે સ્થાનનું મહત્વ આપણે નક્કી કરી શકતા જ નથી, આપણે તો બસ ધારણા બાંધી લઈએ છીએ કે આ મારા માટે મહત્વનું છે. પરંતુ ખરેખર તો એનું સાચું મહત્વ સમય જ નક્કી કરે છે. અને "સમય" કે જેનું મહત્વ આપણે સમજતા જ નથી. પણ આ સમય આપણને બધાનું જ મહત્વ સમજાવી દે છે.

"કોઈ વસ્તુની કિંમત એને મેળવતા પહેલા, અને કોઈ વ્યક્તિની કિંમત એને ગુમાવ્યા પછી" જ સમજાય છે. જો કોઈ વસ્તુ કે પદ આપણને વિના મુલ્યે કે પરિશ્રમ વગર મળી જાય એનું મહત્વ સાચી રીતે આપણી જાણી નથી શકતા. એમ જ જ્યારે કોઈ વ્યક્તિ આપના જીવનમાં હમેશા સાથે જ હોય છે એને કદાચ આપને એટલું મહત્વ નથી આપી શકતા. અરે આપણે એટલું પણ નથી વિચાર કરતા કે એ વ્યક્તિ જે હંમેશા આપણા માટે તૈયાર રહે છે ભલે સુખનો પ્રસંગ હોય કે દુઃખની પલ એના જીવનમાં આપનું શું મહત્વ છે ? એ વ્યક્તિ તમને એટલી ઓળખે છે કે તમારા મુખ જોઈને તમારી લાગણીનો અંદાજ જાણી લે છે. આવી વ્યક્તિને આપને કાયમના મિત્રતા માની લઈએ છીએ પરંતુ એનું એટલું મહત્વ નથી આંકી શકતા જેટલું એને એના જીવનમાં આપણને આપ્યું હોય છે એનું સાચું મહત્વ એની ગેરહાજરીમાં જ અનુભવાય છે. સુખ તો આપને બધા સાથે વહેંચી શકીએ છીએ પરંતુ દુઃખમાં કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાચી દિશા આપનાર તો કોઈક પોતીકું જ હોય છે.

ફક્ત મને જ નહિ આપણને સૌને પોતીકાની લાગણીનો અનુભવ અત્યારની કપરી પરિસ્થિતિમાં મળીજ ગયો છે. અત્યારની આ મહામારી કોરોનારૂપી પડકારની પરિસ્થિતિમાં જ્યાં પોતીકા પણ એકબીજાને મળી શકતા નથી ત્યાં જ્યાં સાચી હૂંફની લાગણીની જરૂર છે ત્યારે જ આપણને એ વ્યક્તિનું મહત્વ સમજાય છે કે જેના શબ્દો માત્રથી આપણામાં તાજગીનો અહેસાસ થાય છે. જેના માટે કોઈ પણ પરિસ્થિતિમાંથી બહાર નીકળી એના માટે જીવવાની ઈચ્છા હોય છે. કદાચ આવા સ્નેહ અને લાગણીના સંબંધો માટે જ તે મજબૂત થઈને દરેક પરિસ્થિતિને અનુકૂળ બની જાય છે. બાકીતો રીજબરોજ ની વ્યસ્ત જીવનમાં કોણ આપની સાથે છે? એનું પણ ક્યાં કોઈને ભાન હોય છે?. સાચું કહું તો મારી સાથે પણ આવું જ બન્યું છે.

 સમયની માંગ સામે લાગણીનું મહત્વ હંમેશા ઓછું આંકાય છે ! આ મને મારા જીવનના એક સત્ય પ્રસંગે અનુભવાયું છે.

હું અહી મારા એક ખાસ મિત્ર - ગુરુ, કે સાચા માર્ગદર્શક કહું તો પણ કઈ ખોટું નથી એવા વ્યક્તિની વાત કરું છું જે થોડા દિવસો પહેલાં મને હમેશા માટે છોડી ગયા છે અને ક્યારેય મને ફરી મળવાના નથી. એ પોતે કર્મનિષ્ઠ વ્યક્તિ, જે બીજા માટે જીવી ગયા છે, વ્યવસાયે ડોક્ટર એવા મારા કરીબી મિત્ર ડૉ. દીપ. જેમને હું દીપભાઈ કહીને સંબોધતી. એમને એક મોટાભાઈ તરીકેની બધીજ ફરજો બેખુબી નિભાવી છે. પછી ભલે એ કોઈવાતે ચિડવવાની પ્રવૃતિ હોય કે પછી સમજવાની. મને મારા વાત કરવાના અંદાજથી પણ પારખી લેતા. આજથી ૩ વર્ષ પહેલાં અમે અમદાવાદ મળેલા, ત્યારે ૧ વર્ષ જેવું સાથે કામ કરેલું. ત્યાર પછી મને રાજકોટમાં બીજી જોબ મળી અને તેઓ અમદાવાદમાંજ સ્થાયી હતા.

દીપભાઈ મારાથી ઉંમરે મોટા એટલે વધુ સમજુ, રમુજી સ્વભાવ, શરીરે ભરાવદાર . . અને એમના શરીરથી તેઓ હંમેશા કહેતા કે મોટું શરીર તો બધા દુઃખ સહન કરવા ને બધાનું બધું છૂપાવવા રાખ્યું છે. એટલે તું પણ મને તારા મનની વાતો કહી શકે છે. વિશ્વાસ રાખ મારા શરીરમાં ઘણી જગ્યા છે બધું જ પચી જાય એ પછી ક્યારેય બાર નહિ આવે. એમ કહી બધાનું સાંભળી બધાને હસતા રાખતા અને પોતે ભલે ગમે તેવી પરિસ્થિતિમાં હંમેશા હસતા. એક ડોક્ટર કરતા એક સારા સાચા માણસ વધારે હતા. તેઓ દર્દીને પણ હસાવતા. મારા રાજકોટ આવ્યા પછી પણ તેઓ સાથે મારી મિત્રતા એવીજ હતી દિવસમાં એકવાર તો તેઓ મને "કેમ છે?" એવું પૂછી જ લેતા. જે હવે મને કોઈ પૂછનાર નથી.

મારું કોઈ કામ સારું ન હોય તો તરત એ મને ના પણ કહેતા. પરંતુ સમય અને સંજોગમાં ક્યારેક મે એમને જવાબ પણ નથી આપ્યા. અને પછી એવું પણ કહ્યું હતું કે હું તો અહી સરસજ છું અને તમે મને રોજ એવો પ્રશ્ન ના પૂછો. તેઓ કહેતા જ્યાં સુધી છું ત્યા સુધી તો પૂછીશ. તેમની રમત પાછળની આ વ્યાંગતા મને સમજાઈ જ ન્હોતી. અરે ક્યારેક મોબાઇલ કંપનીવાળા ફોન કરવાનું ભૂલી જાય પરંતુ એ મને ક્યારેય ગુડમોર્નિંગ કે ગુડનાઈટ કહેવાનું ભૂલતા નહિ. તેઓ સાથે હું મારી અંગત સમસ્યાઓ પણ કહી દેતી તેઓ મને શાંતિથી સાંભળીને જવાબ પણ આપતા. એમને ક્યારેક મે ગુસ્સામાં કહી સંભળાવ્યું હોય તો પણ એમના વર્તનમાં ક્યારેય બદલાવ મે નથી જોયો. એ મારા જીવનમાં એક એવા વ્યક્તિ હતા જેમને હું સુખ કરતા દુઃખમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય ત્યારે પેલા યાદ કરેલા અને એકપણ વાર એવું નથી બન્યું કે એમને મને સલાહ ન આપી હોય.

અરે. . . એમની એટલી વ્યસ્ત જિંદગીમાં પણ ક્યારેય એવું નથી કહ્યું કે હું તને પછી જવાબ આપું. અને એટલેજ મે એમને મારા તરફથી એક નામ ગુરુ પણ આપેલું. એક સાચા માર્ગદર્શક કહું તો પણ ખોટું નથી. તેઓ મને શીખવેલું કે, 'જો આપણે બીજાને ખુશ રાખવા માગીએ છીએ તો પહેલા પોતાની જાતને ખુશ રાખો'. તમારી પાસે જે હસે એજ તમે બીજાને આપી શકશો. તમે જાતે શાંત હસો તો શાંતિ એને ગુસ્સે હસો તો બીજાને પણ એવું જ આપશો પરિસ્થિતિનું નિર્માણ આપની હાથમાં નથી પરંતુ એ જ પરિસ્થિતિને અનુકૂળ બની એનો અનુભવ કેવી રીતે કરવો એ આપણાજ હાથમાં છે. જો મયુરી મનથી ખુશ રહેનાર પોતાના જાતને કોઈ પણ પરિસ્થિતિમાં અડગ રાખનાર વ્યક્તિ ને કોઈ વિચલિત ન કરી શકે તો એને કોઈ દુઃખી પણ ન જ કરી શકે.  સિનિયર સાથે મારી ખટપટ થતાં મે એમને જણાવેલું ત્યારે એમને મને ખૂબજ સહજતાથી કહેલું કે, જો એ તને ખાલી યાદ રહે એટલા માટે ગુસ્સે થયા છે કે એ તારા સિનિયર છે, તો મે કહ્યુ મને યાદ જ છે હું જુનિયર છું, તો તરત જ એમને કહ્યું તો પછી એમનું સાંભળવું એતો તારું કામ છે! આટલો રમુજી સ્વભાવ કે જાણે જીવનનું સાચું દર્પણ. એમના જીવનમાં મારું સ્થાન મને ક્યારેય સમજાયું નહીં અને મે એમને ક્યારેય એટલું મહત્વ આપ્યું જ નથી કદાચ અણસમજ કે સમય અને સંજોગ.

અત્યારના કોરોના રૂપી પડકારની પરિસ્થિતિમાં મને એમને કહેલું કે, ચિંતા નહિ પણ ડર રાખ્યા વગર રોજની જેમ જ દર્દિ સાથે રહેવું અને વિશ્વાસથી કામ કરજે અને જો તારાથી તો "કોરોના પણ ડરે છે" આવા રમુજી - સમજુ માણસને કોરોના થતાં કોરોના ને પણ વિચાર આવ્યો હસે કે મને શ્રેષ્ઠ માણસ મળી ગયો છે. એટલે જ એને સાથે લઈ જવાનો નિર્ણય કર્યો હસે. મારા માટે હંમેશા ફ્રી રહેનાર માટે મને એ જ દિવસે એમના માટે સમય ન મળ્યો ! મારા બદનસીબે મારે પણ ત્યારે જ કોરોના ફરજ હોવાથી મે મારો ફોન બેગમાંજ છોડી દીધો એજ રાતે થાકીને ઘરે જઈને જોયું તો એમનો એક મેસેજ હતો "કોરોના પોઝિટિવ".

પરંતુ મને એમના રમુજી સ્વભાવને લીધે લાગ્યું કે કદાચ મજાક મસ્તી કરે છે. એમ પણ દિવસ ભરના થાકને લીધે એટલું ધ્યાન આપ્યું નહિ, બીજે દિવસે સવારે રોજની જેમ હું હોસ્પિટલમાં પહોચી ગઈ. મારા રાજકોટ આવ્યા પછી એ પહેલો દિવસ હતો કે જ્યારે મને એમની મેસેજ ના મળેલો, તો મે એમને મેસેજ કર્યો પરંતુ એમનો કોઈ જવાબ ના મળ્યો એવું પહેલી વાર બન્યું અને એ જ છેલ્લી વાર પણ બની ગયું. એ દિવસે પણ દિવસભરના થાકને લીધે હું સુઈ ગઈ બીજે દિવસે સવારે જોયું તો મારો મેસેજ અનરીડ હતો. પરંતુ સમયના મહત્વના લીધે હું હોસ્પિટલમાં પહોચી ખબર નથી. કેમ ત્યારે મને એવું પણ થયું કે હું ફોન કરી લઉં અને હજુ ફોન કરું ત્યાં મને મારા કામે બૂમ પાડીને બોલવી દીધી અને ફરી આખો દિવસ ત્યાં કોરોના દર્દી માટે. એ દિવસે અહી ૨૭ પોઝિટિવ દર્દી આવેલા જેથી કામની વ્યસ્તતામાં બધું ભૂલી જવાયું ને રાત તો જાણે એક પળમાં વીતી ગઈ. બીજે દિવસે સવારે જ્યારે ફોન હાથમાં લીધો તો એમનો જ ફોટો નજરે ચડ્યો ! આ શું ?નીચે લખ્યું હતું આરઆઈપી. . .

મારી એ સવાર જાણે મે ક્યારેય કલ્પીજ ન્હોતી. જ્યારથી આ પરિસથિતિ આવી ત્યારથી મે ક્યારેય એને ખરાબ ન્હોતી કહી. પરંતુ આજે કોરોના માટે અપશબ્દો પણ નીકળી ગયા. હજુ પણ પરિસ્થિતિનો સ્વીકાર ન થતાં મે અમદાવાદ મારા બીજા મિત્રોને ફોન પણ કર્યા. એમના જ નંબર પર સંપર્ક કર્યો પરંતુ કદાચ હવે એ નંબર મારા માટે હંમેશા બંદ થઈ ચૂક્યો છે. બીજો મિત્રો તરફથી સમચાર મળ્યા કે જે દિવસે સવારે એમનો મેસેજ આવેલો કોરોના પોઝિટિવ એ રાતે જ એમને વેન્ટિલેટર મશીન પર રાખવામાં આવેલા ૩ દિવસની કોરોના લડતમાં એમની સામે કોરોના જીતી ગયો હતો. અને મારા માટે મારો સમય અને સંજોગો.

હવે મને સમજાય છે કે આપણને જે મહત્વનું સ્થાન આપે છે એના કરતાં આપને બીજાને મહત્વના સમજતા હોઈએ છીએ. અહી લાગણી હમેશા એકને બીજા માટે તો બીજા ને કદાચ ત્રીજા માટે હોય જ છે ! પરંતુ. . મને એ વાત હમેશા શીખવી ગઈ કે જે વ્યક્તિ તમને નિરંતર સાથે આપે છે તેને એટલું મહત્વ આપવું જોઈએ એનું મહત્વ એની અનુપસ્થિતિમાંજ ખ્યાલ આવે છે . આજે મને રોજ મને કેમ છે ? પૂછનાર કોઈ નથી. ગમે તે સમયે મારા પ્રશ્નોનો જવાબ આપનાર કોઈ નથી. જેટલું મહત્વ એમને મને આપ્યું હતું મે એમને ક્યારેય નથી આપ્યું મે એમને કેટલીય વાર મેસેજ ના જવાબ પણ નથી આપ્યા છતાં એમને ક્યારેય એ વાતને ધ્યાનમાં રાખી નહતી.

પોતાની જાતને પ્રેમ કરો. પોતાની જાતને ખુશ રાખો એવા ગુરુમંત્ર ને હું જીવનમંત્ર બનાવી લઈશ. પરંતુ. . એક અફસોસ કે કાશ મે તમારા એક મેસેજ ને થોડો સમય આપી સાચું મની લઈ એક ફોન કરી લીધો હોત. .

મારી આ સત્યઘટના ને કહેવા પાછળ મારો એટલો જ હેતુ છે કે, દરેકની લાગણીની કદર કરવી . . .ભલે એ આપણે મન કહી જ નથી પરંતુ. . સામેના મને એ કદાચ સર્વસ્વ હોય ! સમયના મહત્વમાં લાગણીનું મહત્વ ઝંખાય ન જાય.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational