Mayuri Prajapati

Drama Others

4.4  

Mayuri Prajapati

Drama Others

આમરસ

આમરસ

6 mins
275


આમરસ 

કોમલ લેફ્ટ ગ્રૂપ

બમ્પી લેફટ ગ્રૂપ 

હે....કોમલ હેલ્લો કોમલ આ શું કર્યું ? આમ ગ્રૂપ છોડી દેશો તો આમરસ તો રહેશે જ નહીં ! આપણે ૪ માંથી પણ તમે ૨ જતા રહ્યા એમ હોય કઈ ? તો શું કરાય મયૂરી તને લાગે છે ખરેખર હવે આપણે ગ્રૂપ રહ્યું હોય એવું બધા પોતાના કામમાં વ્યસ્ત છે કોઈ કોઈને યાદ પણ નથી કરતા.

હા.. તારી વાત સાચી છે કોમલ પણ..આમ ગ્રૂપ છોડી દીધું !

તને કઈ વાતનું ખોટું લાગ્યું હોય તો સોરી.. પ્લીઝ પણ આમ ગ્રૂપ ના છોડીશ. બસ..મયું હવે આપણે ગ્રૂપ જેવું કઈ છે જ નહીં ..પણ કોમલ તું આવું કેમ કહે છે ? સાચી વાત છે કોમલ અરે...બંપી તું પણ, એનો સાથ આપે છે ! ! આવું કેમ કરો છો ? તમને કઈ ખોટું લાગ્યું છે ? મયું જો મે ગઈ કાલે જે સ્ટોરી રાખી હતી તે જોઈ હતી જેમાં આપણા ચાર ના ફોટો હતા છતાં પણ કંઈ કમેટ ના કરી અરે...યાર..કોમલ આટલી વાતમાં આવું ? હા મારાથી કમેન્ટ કરવાની રહી ગઈ હતી સોરી બસ..હવેથી તારી બધી સ્ટોરી પર કમેન્ટ કરીસ ઓકે ! હા.ચલ ઠીક છે પણ તું જો આપણે ૪નહીં પણ ૩જ છીએ ..હું જેવી લેફ્ટ થઈ તરત બમ્પુ નો કોલ આવ્યો ને એને પણ એમ જ લાગ્યું ગ્રુપ રહ્યું જ નથી હા..મયું અને એટલે હું પણ લેફ્ટ થઈ ગઈ..સાચી વાત છે તમારા બંનેની કેટલાય સમયથી આપણે ગ્રૂપ માં એક સાથે વાત કરી નથી પણ આમ ગ્રૂપ ના છોડશો, મારું તો વિચારો તમારી જોડે તો નવા મિત્રોનું ગ્રૂપ છે પાર્ટનર્સ પણ છે પણ હું તો હજુ આપના ગ્રુપમાં જ જીવું છું ને ..હા તો મયું તારે પર્સનલ વાત કરી લેવાની મારી જોડે, સાચી વાત છે કોમલની મયું, પણ મયું તારી વાત મને ના ગમી, શું ના ગમ્યું બંપી ? એ જ કે અમે નવા મિત્રોમાં બીજી છીએ એવું નથી અને પાર્ટનર સાથે પણ એટલા બીજી નથી કે આપણું આમરસ ભૂલાઈ જાય.. સોરી બેમ્પી મારો અર્થ એવો નહોતો, સારું ચાલો હું ફરી એડ કરું છું નહીં...મયું..પ્લીઝ એમ પણ જો આપણે ત્રણ જ છીએ પેલા મેડમ તો એમની લાઈફ માં એટલા મશગુલ છે કે એને એટલી પણ તસ્દી નથી લીધી કે પૂછું તો ખરા કેમ ગ્રૂપ તૂટી રહ્યું છે ! અરે...એમના હમણાં મેરેજ થયા છે એટલે જરા ફરવામાં છે કઈ નહીં, હમણાં ઘર સેટ કરવામાં બીજી હોય ને,એવું કંઈ નથી મયું તું જો એને વોટ્સેપ માં ફોટા મૂકવાનો પૂરતો ટાઈમ છે, નવા મિત્રો જોડે સેલ્ફી શેર કરે છે આપણા ગ્રુપના મેસેજ નો જવાબ આપવાનો ટાઈમ નથી ! ખેર, બસ..કોમલ સોરી આટલો ગુસ્સો સારો નઈ મારા જીજુ કેવી રીતે સાચવશે તને ? મયું ...સરસ ચાલો જીજુ ના નામથી હસી તો ખરી ! જો મયું હવે તારે મારી જોડે વાત કરવી હોય એ આપણે પર્સનલ માં કરીશું મને એડ ના કરીશ ઓકે ... ! હા મયું મને પણ. સારું સારું..જેવી તમારી ઈચ્છા .બસ..પણ..યાર ..યાદ છે આપણા હોસ્ટેલનો એ દિવસ જ્યારે આપણે પહેલીવાર એકસાથે આમરસ મૂવી જોયેલું? હોય..જ ને ત્યારે જ તો આપણે આપણા ગ્રૂપનું નામ આમરસ પડેલું. આપણા બીજી રેહલા મેડમ જ સૌથી વધુ ખુશ હતા હા..યાર,કેવા દિવસો હતા એ..

રમેશકાકા મૂવી લાવ્યા કઈ નવું ? અલી બંપિ મારી જોડે છે પણ નવું નથી યાર..અર્ચી આપને તો જૂનું ચાલશે બસ સારું છે ને ફાઇટિંગ નથી ને ? ના યાર..૪ બહેનપણીઓની વાત છે એમ..સારું લાવને જોઈએ ખરા એમ પણ વાંચવાની રજા છે. અલી...કાલે ટેસ્ટ છે ને આવતા આઠવડિયેથી પરીક્ષા તોપણ તમારે મૂવી જોવા છે .હા..હા..હા..

પાટીલ અમે પાસ છીએ...તમે ચિંતા કરો..

આર્ચી..અને બીજા ૫ મિત્રો ૧૧૨ માં રહે છે અને પાટીલ અને બીજા ૫ મિત્રો ૧૦૬ માં. અને અમે ૪ અમારા રૂમ ન.૧૧૪. 

બમપી રૂમમાં આવતાની સાથે જ..અલ્યા...હું મસ્ત મૂવી લઈ આવી છું..અને પણ ચાર બહેનપણીઓની તો આપણે જોડે જોઈએ જાડી ઉભીરે ..એમ બૂમ મારીને વૈભવી તરતજ એના બેડપર આવી પહોંચી, અને કોમલ પણ હવે પ્રશ્ન હતો મયુરીનો ..મયું તારે તો વાંચવાનું હસેને હા..બેમ્પી થોડુક તો વાંચું, પછી કાલે શું લખસુ ?. પણ..મયું યાર..૨કલાક રાતે વધારે જાગી લઈશું એમ કહીને કોમલે બારી પર ચાદરનો પડદો પાડી દીધો રૂમમાં લાઇટ્ પહેલેથીજ બંદ હતી તો લગભગ દિવસે પણ રાત્રિનો માહોલ બની ગયો. બારીની ઉપર મોબાઈલ ગોઠવાયું અને બે બેડ પર અમે ચાર પણ ગોઠવાઈ ગયા અને મૂવી ચાલુ થયું એમાં ચાર મિત્રોની કહાની હતી અને દોસ્તી માટે એકબીજાની મદદે આવવાની વાતો આ વાતો અને મૂવી તો અમને ગમ્યું તેમ જ એવો અનુભવ્યું કે જ્યારે એ ચાર અમારા ચાર ના ૪ના જ કિરદાર હોય અમે તો એ પ્રમાણે અમારા નામ પણ રાખી લીધા.અને અમારા ગ્રૂપનું નામ આમરસ રાખ્યું.

મયૂરી, બમ્પી, કોમલ અને વૈભવી એટલે આમરસ.

મયૂરી દેખાવે નીચી, વાંકલિયા વાળ, ગોળ ચેહરો અને સાથે સ્મિત..પણ...હા જોડે કોલેજમાં સારા માર્ક્સ સાથે પાસ થઈને જલ્દીથી સારી નોકરી મેળવવી એ તેનો હેતુ, હા એટલે જ એ થોડી શાંત, અને ગંભીર ક્યારેક થઈ જતી, એના ઓછા બોલી સ્વભાવ પણ સૌમાં ભળી જતી, એના મને ભણતર અને મમ્મીનાં બોલ જ એની દુનિયા હતી અને બસ..સાથે આ નવો પરિવાર, મયૂરી ને સૌ મયું કહીને બોલાવતા, એની એક ખાસ આદત હતી શેરો શાયરીની અને અનુભવને કાગળ પર કલમ સાથે ઉતરવાની હા.. જે હું અત્યારે પણ કરી રહી છું, હા હું મયું,ઇડર ની વતની ઉત્તર ગુજરાતી એટલે ભાષામાં સ્પષ્ટતા ખરી અને હોશિયારી પણ અને..હા..મે મારી મમ્મી ના બોલ સાચવ્યા છે હું અત્યારે સરકારી કર્મચારી છું.સારું તો મારું વધુ ના જણાવતા હું મારા મિત્રોની વાત કરું તો એ ૩ મારાથી એકદમ ભિન્ન છે.

બમ્પી..જે મારી સ્કુલમાં પણ જોડે હતા એટલે પેલેથી ઓળખતા, એ સ્વભાવે મસ્ત મોજીલી માણસ, શરીરે થોડું વજનદાર, મોઢું ભરાવદાર અને મુખે સ્મિત..સૌને હસતી હસાવતી..એની સૌથી સારી ખૂબી હતી કે બધું જ દુઃખ એની અંદર સમાવી લઈને બહાર હસતી ચહેરો બતાવી સકતી..પણ..હા એ સંવેદનશીલ માણસ એટલે એને ખોટું પણ લાગે, અને હા બમ્પીનું સાચું નામ હેતલ પણ એનું નિક નામ બમ્પી અને એને હેતલ નામ પસંદ નહોતું એટલે એ બધાને એનું નામ બમપી જ કહેતી એને બુક ના આપો તો ચાલે પણ નાસ્તો તો જોઈએ એ હોસ્ટેલમાં જમવાનું કરતા નાસ્તા પર જ રહેતી એમ કહું તો કઈ ખોટું નથી,આમ રોજ મોબાઈલ માં ૧૨ તો સહજતાથી વાગે પણ..જો બીજા દિવસે ટેસ્ટ કે એક્ઝામ હોય તો બસ..૧૧ પણ માંડ વાગે, "ફેસબૂક નો નશો જગાડે..આખીરાત અને પુસ્તક નો નશો વહેલા સુવાડે..આવી એની રમૂજ."રવિવાર આવે કે કરો બાર જાઉં કા તો નવું મૂવી એક વસ્તુ તો કરવી જ.

હવે વાત કરું વૈભવી પટેલ કે જેને અને સૌ પટેલ જ કહેતા ઇ વિજાપુરની વતની મોજીલા માણસ પણ..એને કોઈ પણ પોતાની વાત માનવી જતા એનો સ્વભાવ થોડો ચંચળ, એ કોઈ એક વાત પર ટકી રહેવાની આદત નહીં, એ સંવેદનશીલ સ્વભાવના લીધે સહેલાઈથી ભોળવાઈ જતી ..એને નવી વસ્તુઓ નું આકર્ષણ સહજ હતું, એ શરીર ગોરી, કદ ઊંચું, અને આંખે ચશ્મા પહેરતી,એને મિત્રો બનાવવા ગમતા એટલે રોજ એક નવા મિત્રની વાત લઈને આવે, એ પણ મૂવી જોવામાં અને ફરવામાં, નાસ્તામાં બમપી ની પાર્ટનર, એને ભણવાની સિન્સરારિટી ખરી પણ વાંચવાની વાતે પીછેહઠ એને માર્ક્સ સારા લાવવાના સપના.એની થોડા શબ્દો બોલવામાં કઠણાઈ આવતી જેમ કે પાણી ને પાની, જ્ઞાની, ગણિત ને ગનીત બોલતી..અને હું એને આ શબ્દો બોલાવીને પજવતી, અરે..મે તો એનું નામ સરદાર રાખેલું ..એના ગામનું નામ સરદારપુરા પરથી, એને બાર બીજો મિત્રો બનાવની ટેવથી અમે એને ગણી ખીજવવા,ક્યારેક થોડો સમય અબોલા કરીલે ફરી પાછી રૂમમાં આવીને જાતે જ હસાવે .

હવે વાત કરું કાઠિયાવાડી, કોમલ ની હા..એ સુરેન્દ્રનગર ના વતની, કોમલ સ્વભાવે થોડી ઉતાવળી એને બોલી જવું પડે, એના કાઠિયાવાડી બોલથી એ અલગ તરી આવતી, એ દેખાવે સુંદર, ઊંચું ગોરી કદ અને બોલે એટલે બધાને પોતાના કરી દેતી,હું એને કોમલ હોસ્ટેલમાં પેલા દિવસથી જોડે રહેતા. કોમલ રાતે વાંચવામાં મારો સાથ આપે ખરી,એને બીજી પેનપણીઓની વાતો સાંભળવી ગમેઅને એની વાતો અમને પણ કરે.. અરે એને મિમિક્રી કરવી સારી આવડતી, અમે એની પાસે ભૂતની એક્ટિંગ કરવી બીજા લોકો ને ડરાવીને મજા લેતા, એ ખાલી ફોનમાં પણ જાણે સચેમાં સામે કોઈની સાથે વાત કરતી હોય એવો અપ્રતિમ અભિનય કરતી.. પણ..જ્યારે કોમલના પપ્પા હોસ્ટેલમાં આવીને જાય એ પછી એમની મિમિક્રી ભલેને બોલતા ના આવડે તો પણ વૈભવી દ્વારા રજૂ થતી, જેવી રીતે એના પાપા બેગ હાથમાં લઈને ચાલતા અને કથીયાડી બોલી સાથે વિદાય લેતા,આ બધું વાઈબાવું દ્વારા રજૂ થતું એમાં મારું કામ વૈભવી ને કોમલના પાપા ના શબ્દો યાદ કરવાનું થતું.. જુઓ અમે ચાર પણ સ્વભાવે ચારેય અલગ પણ મનથી એકમેકની અપેક્ષાઓને જાણી લેતા, મારા નાના પરિવારમાં.

એક જ રૂમમાં એક સાથે ૪વર્ષ સુધી રહ્યા એને આજે અમે ૪ દિશામાં અલગ છીએ પણ આમરસથી બંધાયેલા.

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Drama