STORYMIRROR

Kalpesh Patel

Romance Classics Fantasy

4.5  

Kalpesh Patel

Romance Classics Fantasy

જુલ્મી સંગ આંખ ભીની

જુલ્મી સંગ આંખ ભીની

2 mins
167

માથે ઘનઘોર ગગાડતાં વાદળ અને  વરસાદ વરસતો હોય, અને મારું બચપન જીવંત થતા હું અચાનક છોકરી થઈ જાઉં છું.

હા, એ નાનપણની, ભીની માટીની સુગંધમાં ઓગળી ગયેલી છોકરી...

જેણે વરસાદને હંમેશા માં કરતા પણ નજીકનો સાથી માન્યો હતું.

 

ગામની ભીંજાયેલી ગલીઓ, પપ્પાની બનાવેલી અખબારી હોડી,

અને મમ્મીના ગરમા ગરમ  વાટેલી દાળ ના વડા અને તળેલા મરચા ની ખુશ્બૂ સાથે

આજે પણ મારું મન વરસાદના દરેક ટીપાંમાં ફરી ફરી ભીંજાતું...

 

ઓફિસ જવાનો સમય ટકોરા પાડી રહેલ.શહેરના આદમ કદના કાચ મઢેલા આભને ટેકો દેતા ઊંચા ફ્લેટનો આજના વરસાદે ફરી દરવાજો ખખડાવ્યો.

 છત્રી  અને ડિજાઇનર રેઇનકોટ હોવા છતાં… આજે  ભીંજાવાંનુંમન થયું. પણ રે ઓફિસ?

 

વ્યવસાયિક દોટ માં વીતેલ દિવસે સાંજ પડી. સબવે થી ગ્રીલ સેન્ડવીચ લઇ ને ફ્લેટ પાછી વળતા,

મારા જમણા હાથમાંથી છત્રી નમી પડી… જુલ્મી  માં અવાજે નારાજી હજુ વ્યક્ત કરી...

ત્યાં,

મારા ડાબા ખભા પર કોઈકનો હાથ લાગ્યો.

એક ઓળખાય એવી સ્પર્શ… એક ભૂલાયેલી ભીનાશ.

 

અને મને યાદ આવ્યો એ —

એ બાજુમાં રહેતો છોકરો...

દરેક વરસાદે શણયું લઇ દોડી આવતો,

હાથ ફેલાવી, છત્રી બની

પોતે ભીંજાઈને મને બચાવતો!

 

એ વરસોથી નહોતો મળ્યો... પણ આજે એ ફરી ઢાલ બની વરસાદ થી બચવા આવ્યો.

મારા સામે ઊભો... એ જ શણયું, એ જ નજર... પણ હવે થોડી સમજદારી સાથે.

 

એ કહે —

" છત્રી નમી છે…તો શું થયું? હું તારી પડkhe છું ને?,

હવે મારે ક્યાંક ભાગવું નથી.

હવે તો વરસાદ shared છત્રી તળે જીવવાનો છે..."

 

અને હું... એ સાંજે

એની સાથે…  વરસાદી વાછટમાં ફરી બાળક બની…

મન ભરી ભીંજાવાં દઈ …

હા... હું  જુલ્મીની યાદની છત્રી એ ફરીથી જીવવા લાગી છું.

 

 


Rate this content
Log in

Similar gujarati story from Romance