STORYMIRROR

Prakruti Shah 'Preet'

Abstract Inspirational

4  

Prakruti Shah 'Preet'

Abstract Inspirational

જિદ

જિદ

1 min
405

દસકાનાં સમય વહેણે આજે હું ગાડી લઈને એ માર્ગે સફર કરી રહી હતી, જેને મેં દસ વર્ષ પહેલાં માનસિક અને ભૌતિક રીતે જડબેસલાક બંધ કરી દીધો હતો. સફરનાં ગંતવ્ય સ્થાને પહોંચતાં એક જૂનાં બંગલાને જોઈને કેટલીય કડવી અને મીઠી યાદનું એક ટોળું મનમાં ઘેરાયું. 

નાનપણથી મારી દરેક ફરમાઈશને પૂરી કરનાર, મારી પસંદગીને મહત્વ આપનાર મારાં મા-બાપ મારાં જીવનનાં મહત્વનાં નિર્ણયને ના અપનાવી શક્યાં. મનપસંદ સાથી સાથે જીવનસફર પર આગળ વધવાની મારી જિદ અને માતા-પિતાનો એના માટે સજ્જડ વિરોધ. એ સાથે મારાથી પણ ધારદાર જિદ અમારાં આ પ્રેમબંધનને આશીર્વાદ નહીં આપવાની. અમે બંને પક્ષ પોતપોતાની જિદ પર અડીખમ. 

આખરે, હું મારી મનગમતી સફરે નીકળી ગઈ અને આ દસકાનાં ગાળામાં માતા-પિતાના આશીર્વાદ અને ઝલક માટે ટળવળતી રહી. તાજેતરમાં થયેલ માર્ગ અકસ્માતમાં એ બંનેનાં મૃત્યુનાં સમાચારે મને મારાં જડબેસલાક બંધ થયેલાં માર્ગ પર દોડવા મજબૂર કરી. બંધ પડેલાં એ બંગલાની દીવાલ પર લખેલ નામની તકતી નયનોમાં આવેલી ભીનાશે ધૂંધળી દીઠી, જેનાં પર લખ્યું હતું "આશીર્વાદ". મારી જીવનસાથી પ્રીતિનાં પ્રેમભર્યા સ્પર્શે હું બોલી ઉઠી, "કેટલાંય વર્ષોથી આનાં માટે જ તો હું ટળવળતી રહી.


Rate this content
Log in

Similar gujarati story from Abstract