PRAVIN MAKWANA

Classics Inspirational

3  

PRAVIN MAKWANA

Classics Inspirational

જેઆરડી તાતાના સ્વપ્ન, હિંમત, સાહસ અને ખેલદિલીની કહાની..

જેઆરડી તાતાના સ્વપ્ન, હિંમત, સાહસ અને ખેલદિલીની કહાની..

3 mins
708


૬૯ વર્ષ પછી એર ઈન્ડિયાનું હસ્તાંતરણ ફરીથી તાતા ગ્રુપને થઈ રહ્યું છે ત્યારે,ભારતની હવાઈ સેવાના જનક એવા ઉદ્યોગપતિ જેઆરડી તાતાના સ્વપ્ન, હિંમત, સાહસ અને ખેલદિલીની કહાની.


૨૦મી સદીના પ્રથમ દાયકામાં બે યુવાન છોકરાઓ ઉત્તર ફ્રાન્સના બ્યુલોગ્ને નજીક આવેલા એક બીચ રિસોર્ટ હાર્ડેલોટમાં ઉનાળાની રજાઓ ગાળતા હતા. તેમાંનો એક હતો લૂઇસ બ્લેરિઓટનો પુત્ર, જે ૧૯૦૯માં ઇંગ્લિશ ચેનલ પર ઉડાન ભરનાર પ્રથમ વ્યક્તિ હતો. અને બીજો હતો એક ભારતીય ઉદ્યોગપતિ રતનજી દાદાભોય તાતાનો પુત્ર જહાંગીર જે ભવિષ્યમાં જેઆરડી તાતા તરીકે ઓળખાવાનો હતો.જહાંગીરની માતા સુઝાન ફ્રેન્ચ હતી એટલે જહાંગીરે તેનું બાળપણ મોટેભાગે ફ્રાન્સમાં વિતાવ્યું હતું. મિત્ર સાથે બીચ પર રમતાં રમતાં ક્યારેક બ્લેરિયોટના ચીફ પાઇલટ એડોલ્ફ પેગુડને બીચ પર પ્લેન જેઆરડી ઉતરતા જોતા.આવી નાની નાની બાબતોમાં ઇતિહાસનું બીજ રોપાતુ હોય છે. આ ફ્રેન્ચ માણસના પરાક્રમો જોઈને યુવાન જેઆરડી મુગ્ધ થઈ જતા. અને ૧૫ વર્ષની ઉંમરે હાર્ડેલોટ ખાતે વિમાનમાં જોય રાઇડ લીધા બાદ તેમણે પાઇલટ બનવાનું અને એવિએશનમાં કારકિર્દી બનાવવાનું નક્કી કરી લીધું.

નવ વર્ષ બાદ મુંબઇમાં એક ફ્લાઇંગ ક્લબ શરૂ થઈ ત્યારે ૨૪ વર્ષના જેઆરડીએ નોંધણી કરાવી અને તે ફ્લાઇંગ ક્લબમાંથી પ્રથમ નંબર સાથે ફ્લાઇંગ લાઇસન્સ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય બન્યા. અને પછી એવું થયું કે ભવિષ્યમાં ભારતનો આ પ્રથમ પાયલટ પોતાની મોટા ભાગની સર્જનાત્મક પ્રતિભાને પોતાના દેશ માટે એક હવાઈસેવાના નિર્માણમાં રેડીને દેશના એવિયેશન ઉદ્યોગને પાંખો આપવાનો હતો..

બન્યું એવું કે ૧૯૩૦ માં આગાખાને એક સ્પર્ધા જાહેર કરી. તે સ્પર્ધાના નિયમો મુજબ જે કોઈ ભારતીય એકલા જ વિમાન ચલાવી ને ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે સૌપ્રથમ ઉડાન ભરશે તેને ૫૦૦૦ પાઉન્ડનું ઈનામ હતું.કુલ ત્રણ સ્પર્ધકોમાંથી બે યુવાનો મનમોહનસિંહ તથા અસ્પી એન્જિનિયરે ઈંગ્લેન્ડ થી ભારત જવા જ્યારે જેઆરડી તાતાએ ભારતના કરાંચીથી ઈંગ્લેન્ડ પહોંચવા પોતપોતાના વિમાનોમાં ઉડાન ભરી. તેમાંથી મનમોહનસિંહને વચ્ચે યુરોપ માં માર્ગ ભૂલી જતાં ઈંગ્લેન્ડ પાછું ફરવું પડ્યું.અસ્પી એન્જિનિયરને વિમાનમાં ખરાબી ઉભી થતાં ઇજિપ્તમાં એલેક્ઝાન્ડ્રિયા નજીક અબુકીર ખાતે ઉતરાણ કરવું પડ્યું.આ બાજુ જેઆરડીએ પણ કરાંચીથી ઈંગ્લેન્ડ જતાં વચ્ચે ઈજિપ્તના અબુકીર ખાતે ઉતરાણ કર્યું ત્યારે તેને જાણ થઈ કે તેનો પ્રતિસ્પર્ધી અસ્પી પણ‌ વિમાનમાં ખરાબી થતાં ત્યાં જ ઉતર્યો છે. અસ્પી તેના વિમાનના એન્જિનના સ્પાર્ક પ્લગની ડીલીવરી વિમાનની કંપની તરફથી આવવાની રાહ જોતો હતો અને તેમાં થોડા દિવસો લાગી જાય તેમ હતું.જેઆરડીને આ વાત ની ખબર પડી. તેણે પોતાની પાસે સ્પેર સ્પાર્ક પ્લગ હતા તે અસ્પીને આપ્યા. તેનું વિમાન ઠીક થઈ ગયું એટલે બંને એકબીજા થી વિરુદ્ધ દિશામાંપોતાના ગંતવ્ય સ્થાને પહોંચવા ફરીથી નીકળી પડ્યા.અહિં જેઆરડીની ખેલદિલી જૂઓ.પોતાના પ્રતિસ્પર્ધીથી આગળ નીકળી જવા ની તેને પૂરી તક હતી પરંતુ અસ્પીને મદદ કરતાં પહેલા તેણે એવું વિચાર્યું પણ નહીં.

અંતે જેઆરડી ઇંગ્લેન્ડ પહોંચે તેના થોડા કલાકો પહેલા જ અસ્પી કરાંચી પહોંચી ગયો અને ઈનામ જીતી ગયો. તેના પ્રદર્શનના આધાર પર અસ્પીને તે વર્ષે જ બનેલી ભારતીય વાયુસેનામાં પ્રવેશ મળી ગયો.પાછળથી અસ્પી કાપડિયા સ્વતંત્ર ભારતના 'ચીફ ઓફ ધ એર સ્ટાફ' પણ બન્યા. જોકે જેઆરડીને તેની એક બીજી મહત્ત્વાકાંક્ષા સાકાર કરવા માટે બહુ રાહ ના જોવી પડી.૧૯૩૨ની ૧૫ ઑક્ટોબરની એક રોમાંચક પરોઢે જેઆરડી એ એક નાનકડા પુસ મોથ વિમાનમાં કિંમતી ટપાલના લગેજ સાથે કરાંચીથી ઉડીને મુંબઈના જૂહુ ના કાદવભર્યા મેદાનમાં ઉતરાણ કર્યું ત્યારે ભારતમાં હવાઈ સેવાની સૌપ્રથમ શરૂઆત થઈ. 

જેઆરડી એ તેના માટે શ્રેય આરએએફના એક અંગ્રેજ અધિકારી નેવિલ વિંટેન્ટનને આપ્યો હતો. તે એક વર્ષ અગાઉ જ ભારત આવ્યો હતો અને તેણે જ જેઆરડી તાતાને ભારતમાં એરલાઇન શરૂ કરવા માટેનો પ્રોજેક્ટ ઓફર કર્યો હતો. તાતા સન્સના તત્કાલીન ચેરમેન સર દોરાબજી તાતા આ દરખાસ્ત માટે જરા પણ ઉત્સાહી ન હતા. પરંતુ પ્રારંભિક રોકાણ નાનું હતું - રૂ. 2 લાખ જેટલું- અંતે જેઆરડીના માર્ગદર્શક અને સાથીદાર જ્હોન પીટરસને સર દોરાબજીને હવાઈ સેવાના પ્રોજેક્ટ ની મંજૂરી આપવા માટે મનાવી લીધા.જેઆરડીએ પછીથી કહ્યું હતું કે,- "તે દિવસોમાં અમારી એક નાની ટીમ હતી. અમે સફળતાઓ અને નિષ્ફળતાઓ, ખુશીઓ અને તકલીફો વહેંચ્યા હતા, અમે બધાંએ સાથે મળીને આ સાહસનું નિર્માણ કર્યું હતું, જે પછીથી એર-ઇન્ડિયા અને એર-ઇન્ડિયા ઇન્ટરનેશનલમાં ખીલવાનું હતું."

(Tata.comના લેખને આધારે)


Rate this content
Log in

Similar gujarati story from Classics