Nayanaben Shah

Action

3  

Nayanaben Shah

Action

ઈચ્છા શકિત

ઈચ્છા શકિત

2 mins
219


મેહુલની આંખ ખુલી ત્યારે એ હોસ્પિટલમાં હતો. એને યાદ આવ્યું કે એ કારમાં ઓફિસ જતો હતો ત્યારે પાછળથી એક ખટારો આવી રહ્યો હતો. અને એની કાર સાથે અથડાયો પછી કંઈ જ યાદ ન હતું. એ પડખું ફરવા ગયો ત્યારેે ડૉક્ટરે કહ્યું,"તમારો જીવ બચી ગયો પણ અફસોસ અમારે પગ કાપવો પડ્યો. "

થોડીવાર માટે મેહુલ સ્તબ્ધ બની ગયો. એને તો કેટકેટલા સ્વપ્ન જોયા હતાં ! એનું નાનપણથી એક સ્વપ્ન હતું કે એવરેસ્ટ સર કરવો છે. શરૂઆતમાં એ ભાંગી પડ્યો પણ ડૉક્ટરે કહ્યું કે,"આપણે પ્રયત્ન કરીશું તમે જયપુર ફુટની મદદથી ચાલી શકશો. "

જયારે જયપુર ફુટ બેસાડ્યો ત્યારે એની ઈચ્છાશક્તિથી ખૂબ પ્રયત્ન કર્યો. સતત મહેનતના પરિણામે એ સારી રીતે ચાલતો થઈ ગયો. ત્યારબાદ એ આના માટે ત્યાંના કેમ્પમાં ગયો ત્યારે બધાની મશ્કરીનું કેન્દ્ર બની ગયો. પરંતુ એના દ્રઢનિર્યણ સામે એને એડમીશન માત્ર દયાખાતર જ આપ્યું હતું.

પરંતુ પહેલી ટુકડી જોડે જ એ જવા તૈયાર થઈ ગયો. પ્રતિકૂળ વાતાવરણને કારણે ઘણા બધા પાછા ફરી ગયા. મેહુલ ગુરખા જોડે પુરા આત્મવિશ્વાસથી ચાલી રહ્યો હતો. એકાદવાર એનો નકલીપગ નીકળી ગયો. એમાંથી લોહી પણ નીકળવા માંડ્યું હતું. ગુરખાએ પાછા ફરવા માટેે સમજાવ્યું પણ મેહુલ પીડા સહન કરીને પણ ધ્યેય તરફ ચાલતો જ રહ્યો. ગુરખો બોલ્યો,"તમે ઘણા

આગળ આવી ગયા છો હવે પાછા વળી જાવ. "

મેહુલ ગુરખા સામે જોઈને બોલ્યો,"હું અહીંથી પાછો જઈશ તો પણ નકલી પગ હોવાને કારણે મને કોઈ કશું જ નહીં કહે. પણ મારૂ એક માત્ર ધ્યેય એવરેસ્ટ સર કરવાનું છે. " એ જ વખતે ગુરખાના સિલીન્ડરમાંથી ગેસ ખલાસ થઈ ગયો. એ પાછો જતો રહ્યો પણ મેહુલે કહ્યું,"હું તો એવરેસ્ટ પર જઈને જ રહીશ. "હવે મેહુલ એકલો જ રહ્યો હતો. ગુરખો પણ જતો રહ્યો હતો. થોડે આગળ જતાં મેહુલનો ઓક્સિજન પણ ખલાસ થઈ ગયું. હવે મોત એકદમ નજીક આવીને ઊભુ થઈ ગયું હતું. પરંતુ કેટલાય પર્વતારોહક ઓક્સિજન સિલીન્ડર ફેંકીને પાછા ફર્યા હતાં. એવો એક પોણો ભરેલો સિલીન્ડર એને મળી ગયો. એકાદવાર નકલી ફુટ નીકળી પણ ગયો. પણ મેહુલ હિંમત હાર્યો ન હતો. આખરે એ એવરેસ્ટની ટોચ પર પહોંચી ગયો અને ત્યાં સૂર્યની સામે જોયું એને સૂર્યની જેમ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી લીધી હતી. આ જીત એની ઈચ્છાશક્તિની જિત હતી.


Rate this content
Log in

Similar gujarati story from Action