Kaushik Dave

Classics Others

3  

Kaushik Dave

Classics Others

હરિવર્ષ

હરિવર્ષ

1 min
74


હજારો વર્ષ પહેલાં સમગ્ર જંબુદ્વીપ પર હિન્દુ સામ્રાજ્યની સ્થાપના હતી. જંબુદ્વીપના નવ દેશો હતા, તેમાંથી ત્રણ દેશો હતા - હરિવર્ષ, ભદ્રાશ્વ અને કીમપુરુષ. ઉપરોક્ત ત્રણ દેશોને જોડીને આજે આ સ્થાનને ચીન કહી શકાય. જો કે, કેટલાક ભાગો નેપાળ, તિબેટમાં છે. પ્રાચીન સમયમાં ચીન એક હિન્દુ રાષ્ટ્ર હતું. ચીનના દરિયા કિનારે આવેલા એક પ્રાચીન શહેર ચ્વાન્ઝહોમાં ૧૯૩૪ માં ખોદકામ કરતાં એક હજાર વર્ષથી વધુ પ્રાચીન હિન્દુ મંદિરોના ડઝનથી વધુ અવશેષો મળી આવ્યા છે. આ ક્ષેત્રને પ્રાચીન સમયમાં હરિવર્ષ કહેવાતું હતું, જેમ ભારતને ભારતવર્ષ કહેવામાં આવે છે.

પ્રાચીન સમયમાં, ચાઇનાને 'હરિવર્ષ' કહેવાતા. તિબેટના મંદિરોમાં શ્રી ગણેશ જી વિરાજમાન છે. જોકે, હાલમાં ચીનમાં કોઈ હિન્દુ મંદિરો નથી, પરંતુ એક હજાર વર્ષ પહેલા सुंग રાજવંશ દરમિયાન દક્ષિણ ચીનના ફુચિયાન પ્રાંતમાં આવા મંદિરો હતા પરંતુ હવે ફક્ત ખંડેરજ બાકી રહ્યા છે.

એ વખતે લોકો ભારતના અરુણાચલ રાજ્યના માધ્યમથી ચીન જતા અને ત્યાંથી આવતા. બીજો સરળ માર્ગ બર્મા હતો. જો કે લેહ, લદ્દાખ, સિક્કિમના લોકો પણ ચીન જતા હતા, પરંતુ તે માટે તિબેટ થઈને જવાતું હતું. પ્રાચીન સમયમાં તિબેટને ત્રિવિષ્ટપ કહેવાતું. તે દેવલોક અને ગંધર્વ લોકનો ભાગ હતો.

  શું પ્રાચીન સમયમાં ચીન ખરેખર એક હિન્દુ રાષ્ટ્ર હતું ? 

(સંદર્ભ: કર્નલ ટોડનું પુસ્તક " રાજસ્થાન કા ઇતિહાસ "અને પં.રઘુનંદન શર્માનું પુસ્તક" વૈદિક સંપત્તિ" અને હિન્દી- વિશ્વકોશ ઉપરથી સાભાર)


Rate this content
Log in

Similar gujarati story from Classics