હિત
હિત


સમાચારપત્રના ચોથા પાના ઉપર સુંદર લેખ વાંચી મન પ્રસન્ન થઇ ઉઠ્યું. સ્વાસ્થ્ય માટે હાનિકારક ખોરાક ઉપર છપાયેલો એ વિસ્તૃત લેખ વાંચી મને સમાચાર પત્રના સંપાદક અને તંત્રી ઉપર અનન્ય માન ઉપજી આવ્યું.
સમાજ સુધારણા અને સામાજિક હિત તરફનો પત્રકારત્વનો એ પ્રયાસ મારા મનને વધુ પ્રભાવિત કરે એ પહેલા સમાચારપત્રનું પાનું ફર્યું અને પાંચમાં પાના ઉપર પ્રકાશિત વિવિધ ફાસ્ટ ફૂડની ચટાકેદાર રેસિપી ઉપર મારી નજર વિસ્મયથી ફરી રહી.