Bhavna Bhatt

Thriller Tragedy

3  

Bhavna Bhatt

Thriller Tragedy

હિંગ વાળા બા

હિંગ વાળા બા

3 mins
5.3K


રોજ સવારે હું ચાલવા જવું. પણ મારે કોઈ નક્કી ના હોય. મન થાય એ દિશામાં આગળ ચાલુ. આજે હું કાંસ પર ચાલવા ગઈ તો સુમનેશ્ચર મહાદેવનાં મંદિરની બહાર બાંકડાં પર એક બા બેઠા હતા. થેલી લઇ હું મંદિર બહારથી પગે લાગી. બા કહે બેટા હિંગ લેવી છે? પહેલા તો મે ના પાડી પછી એમનું મો અને પહેરવેશ જોઈ દયા આવી. હું ચાલવા જવું એટલે રૂપિયા તો બહુ હોય નહિં મારી પાસે પણ આજે બસો રૂપિયા હતા. મેં કહ્યું શું ભાવ છે હિંગ?

બા કહે પીસ્તાલીસ રૂપિયાનું એક પેકેટ.

મેં કહ્યું બા તમારે આ ઉંમરે આવું કરવું પડે છે, તો તમારે કોઇ સંતાન નથી. પહેલા તો બા ચુપ રહ્યા. મેં કહ્યું બા તમે મને તમારી દીકરી સમજી ને જો કહેવા જેવું હોય તો કહો. મારાથી બનતી મદદ કરવાની કોશિશ કરીશ અને કહેશો તો તમારુ મન હળવું થશે. બા કહે બેટા શું કહું હું મારા દુઃખની વ્યથા! પણ તને જોઈને મારી દીકરીની યાદ આવી એટલે કહું છું. બા ની ઉંમર બોતેર વર્ષ. એ જાતે ઉચ્ચ વર્ણના હતા નામ એમનું રમીલાબેન.

બા કહે મારે મોટો દિકરો નામ એનું અશોક અને દીકરી હતી હેતલ. પણ એ દસમા ધોરણમાં આવી અને સ્કુલેથી આવતા એકસીડન્ટ થયો અને ત્યાં જ લોહી બહુ નીકળી જવાથી મોત થયું. અમે ચાર સુખી હતા. પોતાનું ઘર હતું. પણ કોની નજર લાગી! આજે બધુ ઉજ્જડ થઈ ગયું. દીકરીના મરણ બાદ તારા દાદા આઘાતમાં સૂનમૂન થઈ ગયા અને પથારીવશ થઈ ગયા. હવે કમાનાર કોઈ ના હોવાથી મેં કચરા પોતા અને સીવણ કામ ચાલુ કયુઁ અને દીકરો પાર્ટ ટાઈમ જોબ કરે. એમ કરી ગાડું ચલાવતા હતા.

એક દિવસ તારા દાદા ઉઠયા જ નહીં અને પોતાની વહાલી દીકરી પાસે જતા રહ્યા. હવે અમે બે મા દિકરો રહ્યા.

અશોક કોલેજમાં આવ્યો અને ત્યાં એને એક પરનાતની છોકરી સાથે પ્રેમ થઈ ગયો અને કોર્ટ મેરેજ કરી ઘરે લઇ આવ્યો. મને આઘાત લાગ્યો કે મારો અશોક આટલો બદલાઈ ગયો, પણ મેં મારી જાતને સંભાળી અને એની ખુશીમાં મારી ખુશી જોઈ. અને વહુને આવકાર આપ્યો. વહુનું નામ સ્વાતિ.

સ્વાતિ એ અશોક પર શું જાદૂ કર્યો કે મારો દીકરો મારો ના રહ્યો. એક મહિનો પણ લગ્ન ને થયો ન હતો અને વહુએ આ ફ્લેટ વેચી બીજે રહેવા જઈએ, એમ કહીને વેચાવ્યો અને નવું મકાન બોપલ માં લીધું. એના અને અશોકના નામ પર મકાન લીધું. અમે ત્રણ બોપલ રહેવા ગયા. ધીરે ધીરે દિવસો પસાર થતા ગયા. અને રોજ વહુ એ મને હેરાનગતિ કરવાની ચાલુ કરી અને અશોક આવે એટલે મારી વિરુદ્ધ ખોટી ફરિયાદ કરે.

અશોક કહે બા તારે અને સ્વાતિ ને નહીં બને ચાલ તને મણિનગર એક ઘર લઈ આપું. એમ કહી મને અહીં એક રૂમ ભાડે લઇ આપી જતો રહ્યો જે આજદિન સુધીમાં પાછો જોવા નથી આવ્યો કે એની મા મરે છે કે જીવે છે. હું ધીમે ધીમે ચાલીને નજીકના અલગ અલગ મંદિર પાસે બેસીને હિંગ વેચું છું અને એક ડોક્ટરના દવાખાનામાં કચરા પોતું કરી ગુજરાન ચલાવું છું. મને ભગવાન પર શ્રધ્ધા નથી રહી.

મેં એમની વાત સાંભળી, ને મારી આંખોમાં આંસુ આવી ગયા. એમની સાથે જઈ એમનું ઘર જોયું અને બીજા દિવસે મળવાનો વાયદો કર્યો અને બસો રૂપિયાની બે પેકેટ હિંગ લીધી...


Rate this content
Log in

Similar gujarati story from Thriller