The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Komal Deriya

Abstract

3.9  

Komal Deriya

Abstract

હેપ્પી વુમન્સ ડે

હેપ્પી વુમન્સ ડે

3 mins
78


આજે નારી એટલે કે સ્ત્રીઓ માટેનો દિવસ છે, એટલે કે શક્તિ દિવસ, 1લી માર્ચથી 8મી માર્ચ સુધી નારી સપ્તાહ જાહેર કરવામાં આવ્યો છે.

આ સમયગાળામાં મહિલાઓ ના જૂદા જૂદા કાર્યો માટે એમનો આભર માનવો તેમજ તેમને નવી તકો મળે અને સમાજમાં તેમનું સન્માન જળવાય એવા પ્રયાસો કરવા.

આપણાં આ રૂઢિગત સમાજમાં નારી એ જ નારાયણી છે આવી ભાવના દરેકના હૃદયમાં હોવી અનિવાર્ય છે.

હવે આપણે તો મનાવીશું મહિલા સપ્તાહ અને દરેક સ્ત્રીને ઘન્યવાદ પણ પાઠવીશું, અભિનંદન પણ આપીશું.

પણ શું આ જ છે નારીને સન્માનિત કરવાની સાચી ઢબ, આવી રીતે તો દેખાડો કહેવાય ને? 

અને જો ફકત તમારાં પરીવારની મહિલા માટે જ તમારાં મનમાં સન્માન હોય આદર હોય તો કેટલા અંશે વાજબી છે?

ઘણા સમયથી સરકારે સ્ત્રી સશક્તિકરણની ઘણી યોજનાઓ જાહેર કરી છે અને તેમને રોજગાર પણ આપ્યો છે પણ શું આટલું પૂરતુ છે?

હકીકતમાં સ્ત્રીઓને જે સન્માન મળવું જોઈએ તે નથી મળતું, એમને જ્યાં ન્યાય મળવો જોઈએ એ પણ નથી મળતો ઉપરથી લોકોની ખરાબ નજર અને વિચારોનો શિકાર બનવું પડે છે.

એનું જીવતું જાગતું ઉદાહરણ છે "નિર્ભયા"

આપણા જ દેશની એ દીકરી નો માસુમ દેહ ચુંથી દેનારા એ નરાધમો હજુય જીવીત છે, છેલ્લા આઠ વર્ષથી ન્યાય માટે લડી રહી છે એ દીકરીની આત્મા, જે આઠ કલાકમાં એ દુષ્કર્મ કર્યું હતું ત્યારે દુઃખી થયો હતો એના કરતાં વધારે એનો જીવ એ નરાધમોને સજા નથી થઈ એ જાણીને દુઃખી થઈ રહ્યો હશે, આ દીકરીએ તો લડત શરૂ કરી પણ દેશમાં એવી કેટલીય સ્ત્રીઓ છે જે લડવાનું વિચારી પણ નથી શકતી કેમકે એમને સમાજ દ્વારા તરછોડી દેવાનો એમને ડર હોય છે અને સાચું જ છે કંઈપણ આવી ઘટના બને તો વાંક સ્ત્રીઓનો જ હોય કે એના પહેરવેશનો હોય કે અભ્યાસનો કે પછી એની ઉંમરનો હોય...

પણ અંદરથી બધા જાણે જ છે કે આ હેવાનોને એની ઉંમર, પહેરવેશ, ધર્મ, જાતિ, રૂપરંગ કે રહેણીકહેણીથી કોઈ ફર્ક પડતો નથી.

પહેલા મને એમ હતું કે આખી દુનિયામાં મારુ ગુજરાત જ એવું છે જ્યાં મહિલાઓ સુરક્ષિત છે પણ આજે તો મને મારું પાલનપુર પણ અસમંજસમાં મુકી ગયું, અરે મારી માભોમ પણ સ્ત્રીઓ માટે સુરક્ષિત નથી પછી હું બીજાને શું કહું ?

આમ તો અમારા ગુજરાતમાં માર્ચ સિવાય બીજા નવ દિવસ સ્ત્રીની, શક્તિની, અન્નપૂર્ણાની, દુર્ગાની એટલે કે માં અંબાની આરાધના થાય છે કેમકે અહીં લોકો માને છે કે નારી નારાયણી છે, સર્જનહાર છે, તારણહાર છે. ઈશ્વર કરતાં ય ચડિયાતી છે.

પણ ખબર નહીં લોકોએ આ પ્રથાનો અર્થ જ બદલી દિધો છે. દૈવી ગુણો ધરાવતી સ્ત્રીઓનું સન્માન કરવાને બદલે તેમની આ જ સમયમાં ખુબ અવહેલના કરવામાં આવે છે, એ ખરાબ નજરનો શિકાર બને છે.

અને છેલ્લે પછી વાત કન્યા કેળવણી જ દુષ્કર્મ કરાવે છે ત્યાં આવી ને અટકે છે પણ એક વાત જાણવી અનિવાર્ય છે કે કુકર્મ ને કેળવણી સાથે કોઈ સંબંધ નથી...

જો સાચેસાચ તમે વુમન્સ ડે સેલિબ્રેટ કરવા માંગતા હો તો બસ એક કામ કરો તમારાં પરીવારની સ્ત્રીઓને સન્માન આપો એમને ઊડવા માટે મોકળું આકાશ આપો અને પરીવારનાં દરેક પુરુષને સ્ત્રીઓનો આદર કરતા શીખવો.

અને એ ચિંતા છોડી દો કે તમે છૂટછાટ આપશો તો એ ઊડી જશે ! એવું નહીં થાય કેમકે સ્ત્રીઓને મન પોતાનો બનાવેલો પરિવાર રૂપી માળો જ દુનિયા છે, સ્વર્ગ છે.

બસ એમના બનાવેલા આ નાનકડા હસતા રમતા સ્વર્ગમાં એમને મરજી મુજબ જીવવા દો... 

પછી જુઓ તમને પણ ખુશી થશે વુમન્સ ડે મનાવવાની...

બસ તમારા જીવનમાં જે જૂદા જૂદા પાત્ર સ્વરૂપે હંમેશા તમારી સાથે ઢાલ બનીને ઊભી છે એને તમારી જીતનો તાજ પહેરાવજો, જે તમારા જીવનમાં ખુશીઓ લાવી છે એની સુંદરતાની કાળજી લેજો, જે તમારા ઘરમાં હાસ્ય વેરે છે એનો ચહેરો ઉદાસ ના થાય એનું ધ્યાન રાખજો.


Rate this content
Log in

Similar gujarati story from Abstract