kiranben sharma

Romance Tragedy Classics

4.3  

kiranben sharma

Romance Tragedy Classics

હાસ્ય બન્યું અભિશાપ

હાસ્ય બન્યું અભિશાપ

1 min
210


ગીત ખૂબ જ હસમુખી અને આનંદી, થનગનતું યૌવનને તરવરાટ, આખો દિવસ ઊછળતી, કૂદતી, નાચતીને મધુર અવાજે ગીતો ગાયા કરતી. વાતવાતમાં મધુર હાસ્ય કરી જવાબ દેતી, તેના મુખ પર હાસ્ય જાણે ચાર ચાંદ લગાવતું હતું. ન જાણે કેમ કોઈ છૂપી નજર સતત તેના પર પહેરો ભરતી હતી.

     ગીતા આ વાતથી અજાણ હતી, અચાનક ધૂળેટીનાં દિવસે બધા જ રંગ રંગવામાંને ભાંગનાં નશામાં હતાં, ગીતને પણ ભાંગ બરાબર ચઢી હતી, અને ભાંગને લીધે ખૂબ જ હસતી હતી, તેનું ખિલખિલાટ હાસ્ય જોઈ બે ઘડી બધાં જ તેને જોયાં કરતાં હતાં. ગીત હસતાં હસતાં ખૂબ જ તોફાને ચડી ગઈ હતી. તેને દુનિયાદારીનું કોઈ ભાન રહ્યું નહીં. ગીત આમ મસ્તીથી હસતાં હસતાં બધાને રંગ લગાડવામાં અને પાણી છાંટવામાં મશગૂલ હતી, ત્યારે એક પડછંદ કાયા તેને ઊંચકીને રૂમમાં લઈ ગયો.

      ગીત પર તો ભાંગનો નશો ચડેલો હતો, તે બધી જ વાતથી બેખબર હતી, અને એ પડછંદ કાયાએ ગીત જેવી માસૂમ યુવતીનું હાસ્ય છીનવી લીધું.જ્યારે ભાંગનો નશો ઊતર્યોને ગીતને હકીકત ખબર પડી, બસ... ગીત ચૂપ થઈ ગઈ. શાંત બની ગઈ. એકલવાયી પડી ગઈ. હાસ્ય ખોવાઈ ગયું, તરવરાટ મરી ગયો,અને તે જીવતી લાશની જેમ રહેવા લાગી, તે વિચારતી કે શું મારું હાસ્ય મારા માટે અભિશાપ બન્યું ? મારા હાસ્ય એ કોઈનું શું બગાડયું હતું ? 


Rate this content
Log in

Similar gujarati story from Romance