ગુપ્ત ખજાનો
ગુપ્ત ખજાનો
ચિત્રા બહેન અને મયુરભાઈને શહેરથી થોડે દૂર એક ફાર્મ હાઉસ હતું. બંને જણાંએ ફાર્મ હાઉસમાં ઘણા બધા ફૂલો અને ફળોના વૃક્ષો વાવ્યા હતા. દર શનિ રવિવાર તેઓ પોતાના આખા ફેમિલી સાથે ફાર્મ હાઉસમાં જ વિતાવતા હતા. ચિત્રબહેનને બે છોકરાં હતા, લવ અને કુશ, અને એક છોકરી હતી, સ્વીટી. સ્વીટી સૌથી નાની હતી અને એટલેજ બધાની બહુજ લાડકી હતી. આ વખતે સ્વીટીએ જિદ પકડી કે તે તેનો જન્મ દિવસ ફાર્મ હાઉસ પર જ મનાવશે. આખરે બધા મહેમાનોને આમંત્રણ અપાઈ ગયા. રવિવારે સ્વીટીનો જન્મ દિવસ હતો, એટલે શનિવારથી જ ચિત્રા બહેનનું આખું ફેમિલી ફાર્મ હાઉસમાં પહોંચી ને તૈયારીઓ મા લાગી ગયું હતું. રવિવાર સવારથી જ મહેમાનો આવવાના ચાલુ થઈ ગયા હતા.
આ જન્મદિવસની ઉજવણીને યાદગાર બનાવવા માટે ચિત્રાબહેનેે કેટલીક રમતોનુંં પણ આયોજન કર્યું હતું. જેમાંની એક હતી ટ્રેઝરહન્ટ.
એમણે આખા ફાર્મ હાઉસમાં અલગ અલગ જગ્યાએ જુદી જુદી વસ્તુઓ છૂપાવીને રાખી હતી. જે સ્વીટીનાં જન્મદિવસની પાર્ટીનેે અનુરૂપ હતી. અનેે છેલ્લા કલુંમાં સ્વીટીનાં જન્મમદિવસની પાર્ટીનાં રૂમની ચાવી હતી. જે સૌથી પહેલા છેલ્લા કલ્યું સુધી પહોંચી જાય તેને વિજેતા જાહેર કરવાનો હતો. બધા આ હરિફાઈમા ભાગ લેેેવા તૈયાર થઈ ગયા. હરિફાઈ ચાલુ થઈ ગઈ. સ્વીટીનાં મોટાભાઈ લવ નો ભાઈબંધ યશ કલુંં ની શોધમાંં છેક ફાર્મ હાઉસ નાંં પાછળનાં કોટ પાસે જઈ પહોંચ્યો. તેણે ફાર્મ હાઉસથી દૂર ઉજ્જડ વેરાન જગ્યામાં નાગ નેે નાંંગણ જોયા. તેણે સ્વીટીનાં મમ્મીને પપ્પાને વાત કરી અને કહ્યું કે તેના દાદાજીનાંં કહેેેવા પ્રમાણે કોઈ ગુપ્ત ખજાનો હોય ત્યાં હંમેશા નાગને નાગણ એની ચોકીદારી
હંમેશા કરતા હોય છેે. આથી એટલાંમાં કોઈ ગુુપ્ત ખજાનો હોવો જોઈએ. આથી સ્વીટીનાંં મમ્મીને પપ્પા પોલીસ મથકે જઈને જાણ કરે છે. અને પછી જંગલ ખાતાને, પોલીસની મદદ લઈને ખોદકામ કરીને વર્ષો જૂનો કોઈ રાજાનો ખજાનો શોધી કાઢે છેે. યશને સરકાર તરફથી ઈનામ આપવમાં આવે છે.
