Nirali Shah

Inspirational

4  

Nirali Shah

Inspirational

વિઘ્નસંતોષી

વિઘ્નસંતોષી

2 mins
372


"અરે ! એ હર તહેવારની ઉજવણીમાં આમ વિઘ્નો નાખે તે થોડું ચાલે ?" સ્નેહાબહેને ગુસ્સામાં રાતાચોળ થઈને બધાને સંબોધીને કહ્યું.અને મિટિંગમાં હાજર સૌએ તેમના સૂરમાં સૂર પુરાવ્યો.આજે નવરંગ સોસાયટીના બધાજ સભ્યો આવી રહેલી નવરાત્રિના ઉત્સવની ઉજવણીની તૈયારી કરવા માટે મિટિંગ કરી રહ્યા હતા. અને એમાં જે વિઘ્નસંતોષીની વાત થઈ રહી હતી, એ હતા નવરંગ સોસાયટીના કોમન પ્લોટની સામેના ઘરમાં રહેતા નિ:સંતાન દંપતી નયનાબહેન અને પરેશભાઈ.

વર્ષો પહેલાં સોસાયટીના દરેક કાર્યક્રમમાં હોંશે હોંશે ભાગ લેતા નયનાબહેન - પરેશભાઈ હમણાંથી તો દરેક કાર્યક્રમનો વિરોધ જ કરતા હતાં અને સોસાયટીના બાકીના સભ્યોથી અળગા જ રહેતા હતા. કોઈ પણ કાર્યક્રમમાં સહકાર આપવાની વાત તો બાજુ પર રહી પણ એ કાર્યક્રમને ખરાબ કઈ રીતે કરવો તેનું જ પ્લાનિંગ કરતા હતા. એમના બદલાઈ ગયેલા વ્યવહારને વર્તનનું કારણ હતાં, સોસાયટીના જ સભ્યો,ખાસ કરીને સ્ત્રી સભ્યો. નયનાબહેન નિ:સંતાન હોવાને કારણે કોઈ પોતાના નાના બાળકને એમને રમાડવા દેતા નહીં,અરે ! કોઈવાર નયનાબહેન સોસાયટીના બાળકોમાં ચોકલેટ વહેંચે તો તે બાળકોની મમ્મીઓ ચોકલેટ ખાવાને બદલે ફેંકાવી દેતી હતી. આમ બધાના તિરસ્કાર ને વહેમીલા સ્વભાવ તથા નિ:સંતાન હોવાના દુઃખે,સમય જતાં તેમનો વ્યવહાર અને વર્તન બદલી નાખ્યાં.

હવે તો નયનાબહેન સોસાયટીના બાળકોને નવરાત્રિમાં કોમન પ્લોટમાં "મહોલ્લા માતા"બનાવા દેતા નહીં, બાળકોને કોમન પ્લોટમાં રમવા પણ દેતા નહીં. અધૂરામાં પૂરું દરેક તહેવારની ઉજવણીમાં બંને જણાં કોઈ ને કોઈ વિઘ્ન ઉભુ કરતાં જેથી કરીને સોસાયટીના કોઈ પણ સભ્યને તહેવાર ઉજવવાનું મન થતું નહિ.

સ્નેહાબહેન તથા બાકીના બીજા સભ્યોની વચ્ચે ચાલુ રહેલી નયનાબહેન તથા પરેશભાઈ વિશેની ચર્ચા સ્નેહાબહેનનાં ઘરની અંદરના રૂમમાં ભણવા બેઠેલી તેમની ૧૧ વર્ષની દીકરી ઋતવીએ સાંભળી લીધી અને તેણે મનોમન કંઈક નક્કી કરી લીધું.

બીજાજ દિવસથી તેણે નયના બહેનને ત્યાં જવાનું અને એમને કોઈ ને કોઈ કામમાં મદદ કરવાનું ચાલુ કરી દીધું.શરૂઆતમાં તો નયનાબહેને તેને ગુસ્સો કરીને ભગાડી મૂકી,પણ તોય ઋતવીએ હાર ન માની,અને આખરે ઋતવીના પ્રેમ સામે નયનાબહેન હારી ગયા. હવે તેઓ ઋતવી સાથે ખૂબ પ્રેમથી વર્તતા. એવામાં એકદિવસ નોકરી પરથી ઘરે આવી રહેલા પરેશભાઈનું સ્કૂટર સોસાયટીના ગેટ પાસે સ્લીપ થઈ ગયું તેઓ પડી ગયા, ઋતવી ને બીજા છોકરાઓ ત્યાં દોડી ગયા, ઋતવીની મદદથી બધાએ પરેશભાઈને ડોકટર પાસે પહોંચાડ્યા, એક્સ - રે પડાવીને પગે પાટો બંધાવીને ઘરે લઈ આવ્યા.નયનાબહેનતો રડતાં રડતાં ઋતવીને ભેટી જ પડ્યા, ઋતવીએ તેમને પણ સાંત્વના આપી.

બીજા દિવસે નયનાબહેન, ઋતવી સાથે મળીને કોમનપ્લોટમાં "મહોલ્લામાતા" બનાવી રહ્યા હતાં.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational