Nirali Shah

Abstract Tragedy

3  

Nirali Shah

Abstract Tragedy

ચેતવણી

ચેતવણી

1 min
201


"અરે,ગુંજા ! બેટા ! આ શું કર્યું તેં ? ફરીથી પ્રમેય લખવામાં ભૂલ કરી ને ? બોર્ડ પરથી જોઈને લખવામાં ભૂલ કરે છે તો પરીક્ષામાં કેવી રીતે સાચું લખીશ ?" ગણિતના શિક્ષક ગિરીશ સરે નવમા ધોરણમાં ભણતી ગુંજાના બરડે હાથ ફેરવતા ફેરવતા કહ્યું અને ગુંજાએ થોડા અણગમા સાથે તેમની સામે જોતાં જોતાં નોટમાં ભૂલ સુધારી.

" અરે ! આ ગિરીશ સરનું કંઈ કરવું પડશે. મારી પાછળ હાથ ધોઈને પડી ગયો છે, ગઈકાલે નોટબુક પર કવર કેમ ચઢાવ્યું નથી ? એમ કહીને મારા ગાલે ચીન્ટયો ખણ્યો હતો ને આજે બરડે હાથ ફેરવવા માંડ્યો સા...." ગુંજાએ ગુસ્સામાં ધુઆં પુઆં થતાં પોતાની બહેનપણી કાવ્યાને કહ્યું.

કાવ્યાએ આ વાત ગુંજાના મમ્મી - પપ્પાને અને પોતાના મમ્મી - પપ્પાને કહી દીધી. ગુંજાના મમ્મી - પપ્પાની ફરિયાદ ને લીધે આચાર્ય સાહેબે ગિરીશ સરને ચેતવણી આપી દીધી.

પણ, આજે તો ગજબ થઈ ગયો ! ગુંજાના મમ્મી - પપ્પાએ ગિરીશ સરને ઘેર જઈને તેમને ઢોર માર માર્યો. ગિરીશ સરે ગણિતના પેપરમાં નાપાસ થયેલી ગુંજાને મફત ગણિતનું ટયુશન આપવાની ફરમાઈશ જો કરી હતી !

અને આખી રાત ગિરીશ સર પોતાના પાકીટમાં રહેલા પોતાને અતિશય વ્હાલા એ "નિર્દોષ હસતાં ગુંજા જેવા જ દેખાતા ચહેરાના ફોટા"ને રડતાં રડતાં જોતા રહ્યાં ને વહેલી સવારે તેમણે ગળે ફાંસો ખાઈ લીધો.


Rate this content
Log in

Similar gujarati story from Abstract