Nirali Shah

Others

3  

Nirali Shah

Others

એક લાગણી અજાણી

એક લાગણી અજાણી

2 mins
239


સંબોધન એટલે સંબોધવું કે બોલાવવું.જ્યારે ભાઈ - બહેન,પતિ - પત્ની,કૌટુંબિક આત્મીયજન કે માતા - પિતા ને સંતાનો એકબીજાને બોલાવે તો તેમાં આત્મીયતાનો રણકો હોય જ છે. કેમકે તે બધા જ જાણીતા લાગણીના સંબંધો છે.પણ જ્યારે અજ્ઞાત એટલેકે અજાણી લાગણીનો પોકાર થાય,કે અજાણી લાગણી આપણને બોલાવે તો તેમાં રહેલો આત્મીયતાનો રણકાર અલગ જ હોય છે.

પ્રથમ તો લાગણી એટલે શું?

"લાગણી એટલે હૃદયમાંથી ઉઠતું હિમવર્ષાનું ઝરણું અને હવાના એક જ ઝોંકે ઉડી જતું હવાનું તરણું." આથી આખી દુનિયા લાગણીના ટેકે ઊભી છે. લાગણીએ જ માણસને જીવતો રાખ્યો છે.લાગણી છે તો સંબધો છે અને લાગણી છે તો જ જીવન છે.

લાગણી અનેક પ્રકારની હોય છે. અંત:પ્રેરણા પણ એક લાગણી જ છે. અંત:પ્રેરણા કે અંર્તજ્ઞાન એક શક્તિશાળી માર્ગદર્શક બળ બની શકે છે. વધતા ઓછા અંશે મોટાભાગના લોકોએ પોતાના માથામાં એક શાંત,લગભગ શબ્દહીન,ધીમો સળહળ અવાજ સાંભળ્યો છે.જે તમને કોઈ યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે કે પછી આવનારી આપત્તિનો દિશાનિર્દેશ કરે છે. જે એક પ્રકારનું સંબોધન જ છે અજ્ઞાત લાગણીનું.

આપણા ગ્રંથોમાં જેનો વારંવાર ઉલ્લેખ થયો છે તે આપણી આસપાસ રહેલું ભાવનાત્મક લાગણીઓ કે તરંગો (જેને અંગ્રેજીમાં વાઈબ્સ કહે છે)નું વર્તુળ.દરેક મનુષ્યની આસપાસ એક પ્રકારનું ભાવનાત્મક લાગણીઓ કે તરંગોનું વર્તુળ રહેલું છે. જ્યારે એક વ્યક્તિના તરંગો બીજી અચાનક મળી ગયેલી અજાણી વ્યક્તિની આસપાસ રહેલા ભાવનાત્મક તરંગોના સંપર્કમાં આવે છે ત્યારે, જો બંનેના તરંગો એકબીજા સાથે જોડાઈ જાય તો બંને અજાણી વ્યક્તિઓ વચ્ચે પણ એક ભાવનાત્મક સેતુ રચાઈ જાય છે. બંને ખૂબ સારા મિત્રો બની જાય છે.

જેનો અનુભવ તો બધાને થયેલો જ હશે કે, નાનપણમાં શાળામાં કેમ કોઈ એક કે બે જ આપણા લંગોટિયા યાર બનતા હતા કે પાકી બહેનપણી બનતા હતા.

"એક લાગણી પડી હતી,તૂટેલી, વિખરાયેલી, તરછોડાયેલી........ કોઈએ આવીને એને સમેટીને પોતાની કરી લીધી,ત્યારથી તેનું નામ પડી ગયું - મિત્ર".

ઘણીવાર, યાત્રામાં,ટ્રેનમાં કે બસમાં, બાજુની સીટ પર બેઠેલી વ્યક્તિ સાથે માત્ર દસ કે પંદર મિનિટની વાતચીતમાં મજબૂત મૈત્રી થઈ જતી હોય છે. આ પણ એક પ્રકારનું સંબોધન જ છે અજ્ઞાત લાગણીનું.

જો બે અજાણી વ્યક્તિઓના ભાવનાત્મક તરંગો એકબીજા સાથે જોડાઈ જાય અને એ વ્યક્તિઓ સ્ત્રી - પુરુષ હોય તો બંને વચ્ચે "પ્રથમ નજરનો પ્રેમ" થઈ જાય છે અને પછી એ અજ્ઞાત લાગણીનું સંબોધન ભવોભવની પ્રીતમાં ફેરવાઈ જાય છે.

"એક લાગણી અજાણી,

સંબોધે જ્યારે પોતાની જાણી". 


Rate this content
Log in