ગીતનું રૂપ
ગીતનું રૂપ
મુંબઈ રંગીન સપનાઓની દુનિયા, ગીત ગાવાનાં રિયાલિટી શોમાં ઓડિશન આપવા આવી હતી. તેની સાથે તેની મમ્મી હતી. બંને મુંબઈથી અજાણ્યાં હતાં. ત્યાં ગીતને મનન નામનો છોકરો મળ્યો, જે ત્યાં ઓડિશન આપવા આવ્યો હતો. બંનેને એકબીજા સાથે ઓળખાણ થઈ અને સામાન્ય વાતચીત બાદ બંને વચ્ચે દોસ્તી પણ થઈ ગઈ.
જોગાનુજોગ બંને ઓડિશનમાં સિલેક્ટ થઈ ગયાં. હવે ત્યાં જ રહેવાનું, ગાવાનું અને સાથે બધાં ગીતોનાં અવનવાં રાઉન્ડમાં આગળ વધવાનું, એટલે બંને વચ્ચેની મૈત્રી ધીમે ધીમે પ્રેમમાં બદલાવા લાગી. તમામ નાની-મોટી વાતો, શીખવાનું, પ્રેક્ટિસ કરવું, કાળજી રાખવી. આમ બંને જ્યાં જુઓ ત્યાં સાથે જ દેખાવાં લાગ્યાં.
એક પછી એક,એમ સ્પર્ધાનાં બધાં રાઉન્ડમાં બંને સિલેક્ટ થતાં ગયાં, છેલ્લે ટોફી જીતવાની એક જ સ્પર્ધા બાકી હતી. બંને વચ્ચે જબરદસ્ત ટક્કર થવાની હતી, ગીત વિચારવાં લાગી કે એક બાજુ પ્રેમ, બીજી બાજુ કિર્તી, નામનાં હતી. મનનનાં મનમાં પણ આજ વિચાર ચાલતો હતો. એ હારી જાય તો ગીત જીતી જાય, એનો પ્રેમ જીતી જાય અને જો ગીત હારે તો સ્પર્ધાની ટ્રોફી, રૂપિયા નવી ફિલ્મોમાં ગાવા માટેનાં ગીતોનાં કરાર થાય. ખૂબ નામનાને પ્રસિદ્ધિ મળે. વિચારોનાં વમળમાં બંને એકબીજાને જણાવ્યા વિના તૈયારી કરવાં લાગ્યાં. સાથેનાં બીજા મિત્રો પણ એમની કાન ભંભેરણી કરવાં લાગ્યાં.
આખરે હરીફાઈનો દિવસ આવી ગયો, બંનેએ સરસ ગીતો ગાયાં, એકબીજાને દેખાડો કરવાં લાગ્યાં કે તેઓ એક બીજાની ખુશીમાં ખુશ છે. પરંતુ મનથી બંને પોતાની પ્રસિદ્ધિ જ ઈચ્છતાં હતાં, ગીતે ખાનગીમાં નિર્ણાયકને ખુશ કરવાનું કહી દીધું, તો મનને ઘણા રૂપિયા આપવાની વાત કરી ખરીદી લીધા.
અંતે ગીત જીતી જાય છે, મનન હારી જાય છે, એવું કહી શકાય કે સ્ત્રીનું રૂપ, ગુણ અને દેહનું આકર્ષણ જીતી ગયું. આજના જમાનામાં પ્રેમની કિંમત નથી." તું નહીં તો ઔર સહી" ની વાતમાં માનનારાં બધાં છે. પૈસા, રૂપને સ્ત્રીનાં મોહપાશમાં બધાં જકડાવા માટે આંધળા બને. આજની સ્ત્રીઓ પણ ઊંચા શિખર સર કરવા ગમે તે જોખમ ખેડવા તૈયાર હોય.
ગીત પોતાનાં રૂપ, સુરીલો અવાજને મીઠી વાતોથી આ હરીફાઈ જીતી ગઈ.

