Shalini Thakkar

Classics Children

4.5  

Shalini Thakkar

Classics Children

ઘટમાળ

ઘટમાળ

3 mins
368


પોતાના વિશાળ બંગલાના કમ્પાઉન્ડમાં નિરાંતે હીંચકો ઝૂલી રહેલા અખિલેશભાઈ વીતેલા જીવનનું સ્મરણ કરી રહ્યા હતા. 'જીવન કેટલું ઝડપથી વીતી ગયું નહી ?' એમને થયું. એમને લાગ્યું હજી જાણે કાલની વાત હોય, સુરત શહેરની નજીક એકનાના ગામમાં એમનો જન્મ, ત્યાં વીતેલું એમનું બાળપણ, પછી મોટા શહેરમાં આવીને ઉચ્ચતર અભ્યાસ કરવો, અનસૂયા સાથેના લગ્ન થવા અને ત્યાર બાદ સ્વબળે એક નાના વ્યાપારથી કરેલી કારકિર્દીની શરૂઆતથી લઇને આટલું મોટું સામ્રાજ્ય ઊભું કરવું. જીવનનો ઘટનાક્રમ એક પછી એક નિરંતર ચલતો જ રહ્યો.

કેટલા ઉતર ચડાવ અને ખાટી મીઠ્ઠી યાદથી ભરેલું જીવન. ખરેખર લાગે છે જાણે કેટલું ઝડપથી પસાર થઈ ગયું. એમણે પોતાનો ફોન હાથમાં લઇને ગેલેરીમાંથી એક વીડિયો કાઢ્યો, જે એમણે ગઈકાલ રાતથી કઈ કેટલીયવાર જોઈનાખ્યો હશે. એ વિડિયો એમને ગઈકાલે એમની પંચોતેરમી વર્ષગાંઠ નિમિત્તે એમના પરિવાર તરફથી ખાસ ભેટમાં મળ્યો હતો જેમાં એમના જીવનના ઘટનાક્રમ પ્રમાણેના બધાજ ફોટા ક્રમબદ્ધ મૂક્યા હતા. કોઈ ચલચિત્ર ચાલતું હોય એ રીતે એ પોતાનું વીતેલું જીવન પોતાની નજર સમક્ષ જોયું રહ્યા હતા. એ એમનો નાનપણનો ખિલખિલાટ હસતો ચેહરો, જે જોઈને આજે પણ એમના ચેહરા પર બાળસહજ સ્મિત આવી જતું. એ ઘર જ્યાં એ પોતાના દાદા દાદીની છત્રછાયામાં રહેતા. ત્યારે ના તો કોઈ ચિંતા હતી કેના કોઈ ફિકર. બસ મોજ મસ્તીથી પસાર થતા દિવસો વચ્ચે રમતું એ નિર્દોષ બાળપણ !

અખિલેશની નજર સમક્ષ ભૂતકાળના એક એક પાના વારાફરતી ખુલવામાંડ્યા.એ બાળપણના મિત્રો, એ ઘરથી પ્રાથમિક શાળા તરફ જવાનો રસ્તો એ બધું જ એમને આજે પણ બરાબર યાદ હતું. ધીરે ધીરે બાળપણથી મુગ્ધાવસ્થમાં પ્રવેશ કર્યો ત્યારનો ફોટો સામે આવતાં જ એક ચેહરો એમની નજર સામે આવી ગયો. સપનાનો ચેહરો !સપના, એમનો પહેલો પ્રેમ. શી ખબર એ હવે કઈ દુનિયામાં હશે ? એ વિચાર સાથે ચેહરાના ભાવ થોડા બદલાઈ ગયા. એમના ચેહરા પર છવાયલા બાળસહજ હાવભાવ બદલાઈને થોડા તંગ અને સંવેદનદિલ બની ગયા. ત્યાંજ તો એ ગ્રેજ્યુએટ થયા એ સમયનો ફોટો દેખાયો અને ચેહરા પરની સંવેનશીલતામાં થોડી જવાબદારી પણ ભળતી ગઈ. પછી લગ્ન થયા અને બાળકો થયા, એમનો સંસાર વિસ્તાર પામ્યો. વિડિયો ચાલતો રહ્યો અને ફોટા બદલતા રહ્યા અને બદલતા ફોટા જોઈને એમના ચેહરાના હાવભાવ પણ બદલાતા ગયા. નિર્દોષ ચેહરા પર વધતી ઉંમર સાથે ક્યાંક સંવેદનાના રંગ તો ક્યાંક જવાબદારીના ભાવ આકાર લઈ રહ્યા હતા. ધીરે ધીરે બધી જ જવાબદારી સફળતાપૂર્વક પાર પાડીને ચહેરા પર એક તૃપ્તિ, એક અવરણીય સંતોષના ભાવ દેખાતા હતા.

નિરાંતે હીંચકો ઝૂલી રહેલા અખિલેશભાઈ એ ફરી ફરીને પોતાનાં જીવન પર ચાલતી ચલચિત્ર જેવો વિડિયો જોઈને સુખદ અનુભવ કર્યો. સમસ્ત જીવનનો સરવાળો બાદબાકી કર્યા પાછી અંતમાં તો, એક બાળકના રૂપમાં શરૂ થહેલું જીવન ચક્ર ફરીને પાછું એક બાળક સ્વરૂપમાં આવી જાય ગયું. બાળકમાંથી વૃદ્ધ થવું એ તો કુદરતનો અફર નિયમ છે. એ એક બાળકથી વૃદ્ધત્વ તરફ પ્રયાણ કરતી મનુષ્ય જીવનની યાત્રા દરમ્યાન એક કોરી પાટી જેવા બાળકના નિર્દોષ ચહેરા પર વધતી ઉંમર સાથે જાતજાતના બીજા અલગ રંગો ઉમેરતા જાય છે. ક્યાંક સફેદ તો ક્યાંક કાળા, ક્યાંક રંગબેરંગી તો ક્યાં વળી માત્ર ચીતડા ભમરડા.

જેવી યાત્રા એવો અંત ! એ બાળકથી વૃદ્ધત્વ તરફ જતો કુદરતનો અફર નિયમ બદલવો મનુષ્યના હાથમાં નથી, પણ જીવનના રંગ બદલવા તો એના જ હાથમાં છે! એમ વિચારીને અખિલેશ ભાઇના ચહેરા પર એક સુંદર અને સફળ જીવન યાત્રા પસાર કર્યા પછીના બધા જ રંગ ઊપસી આવ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Classics