Riten Antani

Abstract

3.5  

Riten Antani

Abstract

ઘોંઘાટ

ઘોંઘાટ

1 min
58


આ જગતમાં આપણું અવતરણ ઘોંઘાટથી જ થાય છે. બાળક જન્મે ત્યારે જો રડે નહી એ સ્થિતિ અસામાન્ય લેખાય એટલે હળવેથી ડોક્ટર કુલામાં ટપલી મારે..એટલે શરૂ થાય ઘોંઘાટ.

પછી ઘરમાં બધા સભ્યો પણ એકસાથે બોલાવ બોલાવ કરે એટલે થાય ..ઘોંઘાટ..

બાળ મંદિરમાં પણ બહુમતી બાળકો રડી, ઝઘડી ને કરે ઘોંઘાટ.

પ્રાથમિક શાળામાં બાળકોને સંખ્યા વધુ અને શિક્ષક ઓછા, જગ્યા અપૂરતી ..કોલાહલ બહાર અને અંતરમાં થાય એટલે ઘોંઘાટ.

ત્યારથી જ ઘોંઘાટ પીછો છોડતો જ નથી. નોકરી,ધંધા રોજગારમાં ગળાકાપ સ્પર્ધામાં આગળ વધવા માટે થાય ઘોંઘાટ.,લગ્ન કરો એટલે પ્રસંગમાં પણ દેખાદેખી, હુંસાતુંસીનો થાય ઘોંઘાટ... પછી જો અપૂરતી કમાણી હોય તો ઘરવાળી કરે ઘોંઘાટ.

બાળકો પણ એ જ ઘંટીમાં દળાય..અને .....પછી ઘરમાં જરાય ન થાય ઘોંઘાટ...

હોય નીરવ સન્નાટો...ઇંતેઝાર રહે .....

શેનો...ઘોંઘાટનો !


Rate this content
Log in

Similar gujarati story from Abstract