ગડમથલ
ગડમથલ
જ્યારથી શાંતિલાલ નિવૃત્ત થયા પછી એક પછી એક નવી સલાહ મળ્યા રાખે.
કોઈ કહે આજ કાલ કોઈ કોઈનું નથી બચત કરી છે એ જ કામ આવશે, કોઈ વળી સમાજસેવા કરો તો સારું એમ કહે,તો કોઈ વળી અમારા સંપ્રદાય સાથે મળીને સેવા, પ્રભુ ભજન કરો એમ કહે, ઘરમાં બધા સભ્યો અલગ અલગ પ્રતિભાવ આપે.
કમનસીબે ખાનગી નોકરીમાંથી નિવૃત્ત થયા હતા એટલે કંઈ પેન્શન તો મળતું ન હતું
જે મૂડી હતી મ્યુચ્યુઅલ ફન્ડઝ, ફિક્સ ડિપોઝટમાં હતી, બાકી તો જીવન આખું
કુટુંબનો ખ્યાલ, નિભાવ અને સંતાનોના ભણતર,લગ્નમાં પણ મૂડી ખર્ચી નાખી હતી.
આખો દિવસ ઘરમાં પણ શું કરે માણસ !
વય વટાવી દીધી હતી એટલે અમુક અંશે
લાચારી પણ અનુભવાય.
આમ કર્યું હોત તો આમ થાત, બીજાના
દાખલા પણ સાંભળવા મળે, રાજકારણમાં
રસ તો પડે પણ એ કુસ્તીમાં, અખાડામાં તો
આર્થિક, સામાજિક અને શારીરિક તાકાત હોય તો જ ટકી શકે, બાકી તો જિંદગીભર
જાજમ બિછાવી અને ચમચાગિરિ કરો તો પણ એક સ્તરથી ન તો આગળ વધી શકાય,
કે એક સ્તરથી નિમ્ન કક્ષાએ ઉતરીને દલાલી કરવી પડે એ તો જાણે થાય નહીં !
પત્ની, સંતાનો, મિત્રો, સબંધીજનો પણ
એક જગ્યાએ આવીને અટકી જાય.
ત્યાં એક ઝબકારો થયો અને સાહિત્ય ક્ષેત્રે ઝુકાવ હોવાથી વાર્તા લેખન, વાંચન માટે સમય આપવાનો શરૂ કર્યો, તો ત્યાં પણ ખબર પડી કે શેર ને માથે સવાશેર હોય છે.
ટોળાં, ઝૂંડ, અંધ ભક્ત પણ હોય છે, વિષયનું
પુનરાવર્તન થાય તો કોઈ ગણકારે નહીં, સાદી
ભાષામાં લખું એ જાણે અપરાધ કર્યો હોય તેમ લાગે. અને આજકાલ તો કોપી પેસ્ટનો જમાનો છે, લોકો લાંબી એફ.બી. પોસ્ટ પણ ન વાંચે ત્યાં વાર્તા કોણ વાંચે ? અશ્લીલ સાહિત્ય કે કવિતા પણ કચરાપેટીમાં જ જાય.
પ્રેરણાદાયી પ્રવચનકારો, તો ગલીમાં કૂતરા હોય તેના કરતા પણ વધુ છે, એક
માંગો તો હજાર મળે. દરેક ધર્મ વચ્ચે હરીફાઈ છે અનુયાયીઓ વધારવાની..!
વર્તમાનપત્રો, સામયિકો, ટેલિવિઝન, ક્ષેત્રે
તો કીટકનાં જીવન કરતાં પણ ઓછો સમય
મળે છે..એક ક્ષણમાં ગાયબ, કાં મરી જાય ! કાં તો, શરીર અને આત્માના સોદા કરી ગટર
કરતાં પણ વધુ ગંદકીમાં લપેટાઈ જાય.!.
હટ...હટ...
એવો વિચાર આવ્યો..શાંતિલાલ ને !
તો શું મૃત્યુ એ જ મોક્ષ છે ?..
કોઈ ને ખબર નથી ! કોઈ પ્રમાણ નથી !
ફકત દલીલ છે, મૂર્તિ છે, ઈશ્વર છે કે નહીં ?
....જવાબ મળ્યો ?
શાંતિલાલના આત્માએ પ્રશ્ન કર્યો ?....
ના...રે..!?
તો હવે શાંતિલાલને શાંતિ ક્યાંથી મળે ?
લો બોલો...તમે શું કહો છો..
મારા મિત્રો...( ભાઈઓ, બહેનો, બાળકો..)?
