એવી સવાર પડે
એવી સવાર પડે
એવો એક દિવસ..
આશા છે એવો એક દિવસ આવશે
જ્યારે છાપાંમાં યુદ્ધ નહિ શાંતિ ના
સમાચાર આવશે.કેજ્યારે બાળાઓ પર બળાત્કાર નહિ, કન્યા કેળવણીની સફળતાને કારણે મળેલ નિષ્ઠાવાન સરકારી અધિકારી ના સમાચાર આવશે. કે જ્યારે ફકત વૃક્ષ વાવવાના નહિ પણ સ્મૃતિ વન લહેરાવવાના સમાચાર આવશે, ઉદ્યોગમાં ભૂમિપૂજન બાદ ના કારખાનાના લોક કલ્યાણના સમાચાર આવશે..રાજકારણ માં વંશવાદ કરતા કાર્યકર્તા ની નિષ્ઠા ના સમાચાર આવશે..
સૂરજ તો ઊગે અને આથમી જાય પણ દિવસમાં કંઈ શુભ સમાચાર આવશે. સંતાનો ના ખટરાગ ના નહિ
એક બીજા માટે ત્યાગ ના સમાચાર આવશે.સંપતિ ના દરોડા ના નહિ પણ દાન ના સમાચાર આવશે.. કોઈ ની રાહ જોઈ ને થાકેલી આંખોએ હરખભેર તેને આવકાર આપ્યો છે એવા સમાચાર આવશે..
છેવટે કંઈ નહિ તો પસ્તી ના ભાવ વધ્યા ના સમાચાર આવશે...
ટેકનોલોજી દ્વારા સંબંધોમાં વિકાસ ના અને સુનિયોજિત નગર આયોજન ના સમાચાર આવશે...
અને અંતે આ મારું લખાણ તમને ગમશે એવા સમાચાર આવશે.
