એકની એક વાત
એકની એક વાત
ચીનમાં એક એવું કુટુંબ હતું કે, લગાતાર નવ નવ પેઢી સુધી પરિણીત પુત્રીઓ સિવાય તેનો કોઈ સભ્ય કુટુંબથી જુદો નહોતો થયો. ચીનના શહેનશાહને આ વાતની ખબર પડી. આવા સુમેળનું રહસ્ય જાણવા શહેનશાહે પોતાના દૂતને એ કુટુંબના વડા પાસે મોકલ્યો. કુટુંબના વૃદ્ધ અને જ્ઞાાની વડાએ પોતાના હાથમાં કલમ ઉઠાવીને કાગળમાં લાંબો જવાબ લખી મોકલ્યો. દૂતે શહેનશાહને પહોંચાડેલા કાગળના વીંટાને ખોલીને જ્યારે એના ઉપર નજર કરી ત્યારે તેમાં એક જ શબ્દ સો વાર લખેલો હતો - ધીરજ.
