Ishita Raithatha

Horror Action

4.8  

Ishita Raithatha

Horror Action

એ કોણ હતી ? ભાગ - ૧૦

એ કોણ હતી ? ભાગ - ૧૦

2 mins
243


શેફાલી થોડી ડરેલી હતી, પરિસ્થિતિને સરખી કરવા સાહિલ શેફાલીને કૉફી પીવા માટે પૂછે છે.

શેફાલી: "પરંતુ, અત્યારે તો જમવાનો સમય છે, અને તેને તો ચા ભાવે છે ને ? તો પછી કૉફી !"

સાહિલ: ના, હું ચા નથી પીતો, આતો તું આટલા પ્રેમથી ચા લાવી હતી તો મે તે ચા પી લીધી.  

શેફાલી થોડી શરમાઈ જાય છે અને કોફી માટે હા કહે છે. સાહિલ, કૉફી બનાવીને લાવે છે, બંને શાંતિથી કૉફી પિવે છે.

સાહિલ: "કેવી બની હતી કૉફી ?"

શેફાલી: "પહેલા ક્યારેય મેં કૉફી પીધી નથી, પરંતુ આજે તે જે કોફી બનાવી છે તે મને ભાવિ."

સાહિલ: શું ! તું કૉફી નથી પિતી ?"

શેફાલી: "ના, પરંતુ તું આટલા પ્રેમથી બનાવીને લાવ્યો તો મેં કૉફી પી લીધી."

સાહિલને ખુબ ગમે છે. સાહિલ આ બધી વાત તેના મમ્મીને રાત્રે કહેતો હોય છે ત્યારે સાહિલને એવો અનુભવ થાય છે કે, તેની પાછળથી કોઈ પસાર થયું હોય. સાહિલ તરત ફોન રાખી દે છે, અને જોવે છે તો ત્યાં કાચના દરવાજા પાસે કોઈ દેખાતું નથી. પરંતુ કોઈના શ્વાસ લેવાથી કાચ પર જે ઓજ થાય તે દેખાઈ છે. ત્યાં એક આત્મા હોય છે. તે આત્મા સાહિલને નુક્શાન પહોંચાડવાની બહુ કોશિશ કરે છે. પરંતુ અસફળ રહે છે. કારણકે, સાહિલ હંમેશા પોતાના ગળામાં ક્રિષ્નભગવાન અને હનુમાનજીનું લોકેટ પહેરતો હોય છે. માટે તે આત્મા સાહિલને નુક્શાન કરી શકી નહીં.

થોડીવાર પછી સાહિલ નાહવા માટે જાય છે. શાવર નીચે ઊભો ઊભો વિચારતો હોય છે ને અચાનક સાહિલનું ધ્યાન અરીસામાં પડે છે, તે જોઈને સાહિલ ખૂબ ડરી જાય છે અને બહાર નીકળવા જાય છે તો બારણું બંધ હોય છે. સાહિલ પાછું અરીસામાં જોવે છે તો પોતાની માથે શાવરમાંથી લોહી પડતું હોય તેવું દેખાય છે અને શાવરમાં જોવે છે તો પાણી જ પડતું હોય છે. સાહિલ પોતે હલતો હોય કે બહાર જવાની કોશિશ કરે છે તે બધું અરીસામાં નથી દેખાતું. અરીસામાં ફક્ત સાહિલ ઊભો હોય તેવું જ દેખાય છે, અને અચાનક અરીસામાં સાહિલનું મોઢું બગડવા લાગે છે અને બોલે છે કે "મારા રસ્તામાં ન આવ, તને પણ હું મારી નાખીશ." આટલું કહ્યા પછી અચાનકથી અરીસામાંથી સાહિલનું પ્રતિબિંબ જતું રહે છે, અને દરવાજો પણ ખૂલી જાય છે.

ક્રમશ:..


Rate this content
Log in

Similar gujarati story from Horror