Ishita Raithatha

Drama Action Crime

4.7  

Ishita Raithatha

Drama Action Crime

એ કોણ હતી - ૯

એ કોણ હતી - ૯

2 mins
167


શેફાલી: શું થયું ? શું કામ આવું કરે છે !

(સાહિલ શેફાલીના નિશાન ધ્યાનથી જુએ છે અને શેફાલીને અંદર લઈ જાય છે.)

સાહિલ: આ નિશાન કેવીરીતે થયા ? અને ક્યારથી છે ?

શેફાલી: ખબર નથી ! કેવીરીતે થયા, ક્યારે થાય, કંઈ ખબર નથી.

(સાહિલ બહાર જાય છે ને તરત જીગરને ફૉન કરે છે.)

સાહિલ: જીગર, તને શેફાલીના બોડી પર કંઈ ફેરફાર લાગે છે ?

જીગર: હા, આજે શેફાલીના વાસા પર નિશાન છે, કોઈ પ્રાણીના નખના નિશાન હોય તેવું લાગે છે.

(સાહિલ ખૂબ વિચારમાં હોય છે અને અચાનક શેફાલી આવે છે.)

શેફાલી: સાહિલ, તે કીધું હતું કે, મેં ચાર ખૂન પણ કર્યા છે. તું એ લોકોને ઓળખે છે ? મને કહીશ કે એ લોકો કોણ હતા ?

સાહિલ: હા, મેં તારા પપ્પા અનુજભાઈને પુછ્યું હતું કે, શેફાલી તો કો'માં માં છે, તો પછી મીડિયાવાળા જે કહે છે તે શક્ય કઈ રીતે હોય શકે ?

અનુજભાઈ: એ તો મને પણ નથી સમજાતું કે, શેફાલી તો હોસ્પિટલમાં હતી અને જે ચાર લોકોના ખૂન થયા હતા તે મારા મિત્રો જ હતા. રાકેશભાઈ, શેઠસાહેબ, રસિકભાઈ અને કુમાર. બધા ખોટી અફવા ફેલાવે છે, મને આ બધી વાતમાં કોઈ શેફાલીને ફસાવતું હોય તેવું લાગે છે.

સાહિલ:તારા પપ્પા સાથે વાત કર્યા પછી હું પોલીસ પાસે પણ ગયો, મે એ લોકોને પણ પૂછ્યું કે તમને શેફાલી પર શંકા શા માટે છે ? આ બધા ખૂન શેફાલી એ જ કર્યા છે એવું શા માટે લાગે છે ?

પોલીસ ઓફિસર: ડોક્ટર સાહિલ, અમને શંકા નથી, અમારી પાસે સબૂત છે કે આ બધા ખૂન શેફાલી એ જ કર્યા છે. ખૂન થયા હતા તે બધી જગા પરથી શેફાલીની વસ્તુ મળી હતી અને ત્યાં પાડોશી લોકોએ પણ શેફાલીને જોઈ હતી. અને તેના સિવાય બીજુ કોઈપણ ત્યાં આવ્યું નહોતું.

સાહિલ: પરંતુ સર, કોમાં માં હોય તેવી વ્યક્તિ તે સમયે બીજી જગા પર ખૂન કરવા કેવીરીતે જઈ શકે ? તે શેફાલી તો હોય શકે નહીં. તો પછી એ કોણ હતી ?

પોલીસ ઓફિસર: અમને પણ એ જ વિચાર આવે છે કે આ બધું શક્ય કેવી રીતે છે ? અને ચારેય લોકોનું ખૂન પણ સરખી રીતે થયું છે. ગળોટૂંપો દીધો હોય, અને મોઢા પર ઓશીકું દબાવીને શ્વાસ રૂંધી દીધો હોય તેવું બન્યું છે, અને રાતના ૩:૩૦ થી ૪:૦૦ વાગ્યાની વચ્ચે જ ખૂન થયા હતા.

(આ બધી વાત સાહિલ શેફાલીને કરે છે.)

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Drama