Ishita Raithatha

Horror Action

4.7  

Ishita Raithatha

Horror Action

એ કોણ હતી - ૧૬

એ કોણ હતી - ૧૬

3 mins
203


સાહિલ, અનુજભાઈના ઘરે જાય છે. ત્યાં પહોંચે છે તો રાતના ત્રણ વાગ્યા હોય છે. સાહિલ ઘરની બેલ વગાડે છે, પરંતુ વાગતી નથી, પછી જુવે છે તો બારણું ખુલ્લું જ હોય છે. સાહિલ અંદર જાય છે અને અનુજભાઈને ગોતે છે તો ત્યાંતો અનુજભાઈ તેના રૂમમાં પંખા ઉપર ટિંગાયેલા હોય છે. સિન્દ્રી વડે ગળાફાંસો ખાધો હોય છે.અને અનુજભાઈના બંને હાથ પણ નથી હોતા. આ જોઈને સાહિલને પેલા ચાર ખૂન અને સમીરની મૃત્યુની પરિસ્થિતિ યાદ આવે છે. 

સાહિલ ત્યાંથી બહાર નીકળી જાય છે અને બહાર આવે છે તો ત્યાં ખુરશી પર કોઈ છોકરી ઊંધી બેઠી હોય છે. અને કંઇક ખાતી હોય છે, સાહિલ નજીક જઈને જોવે છે તો તે બીજું કોઈ નહીં પરંતુ શેફાલી જ હોય છે. અને એ પણ પોતાની હોસ્પિટલના કપડામાં જ હોય છે. શેફાલીના વાળ વિખરાયેલા, મોઢું ડરામણું, આંખો મોટી અને લાલ, અને ત્યાં બેઠીબેઠી શેફાલી અનુજભાઈના હાથ ખાતી હતી. અચાનક શેફાલીનું ધ્યાન સાહિલ પર પડે છે અને તે હાથ સાહિલ પર ઘા કરીને જતી રહે છે. પરંતુ જતાજતા કહેતી જાય છે કે," આ હાથ વડેજ મારા પપ્પાનું મૃત્યુ થઈું હતું, અને મારું ગળું પણ આ હાથ વડે જ દબાવ્યું હતું."

 સાહિલ હજુતો કંઈ સમજે, વિચારે તે પહેલા શેફાલી સાહિલનું ગળું જોરથી દબાવે છે, અને કહે છે,"મેં તને કહ્યું હતું કે તું જતો રહેજે પરંતુ તું ના માન્યો, માટે હવે તું પણ ભોગવ."

આટલું કહે છે ત્યાં સાહિલના ગળામાનું લોકેટ શેફાલીને અડે છે અને તરત સમીરને જાટકો લાગે છે. અને દૂર થઈ જાય છે. અને કહે છે કે, "૧૪ જાન્યુઆરી ની રાત્રે શેફાલીના આખા શરીર પર નિશાન થઈ જાશે, પછી હું મારી સાથે શેફાલીને પણ લઈ જઈશ." આટલું કહીને સમીર જતો રહે છે.

  સાહિલના માથા પર પરસેવો હોય છે અને હાથપગ ઠંડા થઈ જાય છે. પછી સાહિલ ઘરે જાય છે ત્યાં ૧૨ જાનુવારીની રાત તો થઈ ગઈ હોય છે. શેફાલી સાહિલને જોઇને દોડીને તેને ગળે મળે છે અને ખૂબ રડે છે, સાહિલ પણ ડરેલો હોય છે. છતાં શેફાલીને પૂછે છે,"શું થયું ? શામાટે આટલી બધી રડે છે ?" શેફાલી પોતાના શરીર પરના નખના નિશાન વધેલા દેખાડે છે અને કોઈ પ્રાણીએ બટકા ભર્યા હોય તે દેખાડે છે.

 આ બધું જોઈને સાહિલ વાત કરે છે કે, રાણી બહેને શું કહ્યું અને પછી તરત ૧૧ જાન્યુઆરી હતી માટે હું તારા પપ્પા પાસે ગયો હતો, પરંતુ હું પહોંચ્યો ત્યાં તો સમીરે તારા પપ્પાનું ખૂન કરી નાખ્યું હતું. આ બધું સાંભળીને શેફાલી રડે છે અને કહે છે," મારા પપ્પાએ ૧૧ જાન્યુઆરી એ સમીરના પપ્પા નું ખૂન કર્યું હતું તો સમીરે પણ મારા પપ્પાનું ખૂન તેજ તારીખે કર્યું. તો શું હવે તે ૧૪ જાન્યુઆરી એ મને પણ..."આટલું બોલી ત્યાં તરત સાહિલ તેને હાથ પકડીને બેસાડે છે.

સાહિલ:"મારા પર ભરોસો રાખ, અને આ દોરો હું તારા હાથમાં બાંધુ છું તે તું કંઇપણ થાય, પણ કાઢતી નહીં."

શેફાલી:"હા, સારું."

બીજે દિવસે સવારે સાહિલ બંનેના ચા અને કોફી લઈને આવે છે અને બંને પીવે છે.

શેફાલી:"સાહિલ, આજે મારો છેલ્લો દિવસ છે, તું મને યાદ તો કરીશ ને ?"

સાહિલ:"એવું ના બોલ, આપણે જીવનભર સાથે રહીશું."

(પછી સાહિલ જીગરને ફોન કરે છે.)

જીગર:"હા, બોલ સાહિલ."

સાહિલ:"શેફાલી ના બોડી પર કંઈ ફેરફાર ?"

જીગર:"હા, સાહિલ હવે તો શેફાલીના બોડી પર નખના નિશાન વધતા જાય છે, અને ૧૧ તારીખની રાત્રે મને વોર્ડબોયનો ફોન આવ્યો હતો કે, શેફાલી રૂમમાં નથી. હું તરત હોસ્પિટલ આવ્યો પરંતુ ત્યારે શેફાલી હતી પણ વોર્ડબોય નહોતો."

સાહિલ:"જીગર મારું એક કામ કરીશ ?"

જીગર:"હા, બોલને જરૂર કરીશ." 

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Horror