Ishita Raithatha

Horror Action Crime

4.6  

Ishita Raithatha

Horror Action Crime

એ કોણ હતી - ૧૫

એ કોણ હતી - ૧૫

3 mins
251


રાણીબહેન : ( કાળકા માતાની ભક્ત હોય છે. સાહિલ અને જગુભાઈ પહોંચ્યા ત્યારે રાણીબહેન કાળકા માતાજીની પૂજા કરતા હતા અને આ લોકો સામે જોઇને બોલ્યા,)"આવ સાહિલ આવ."

સાહિલ : "તમને મારું નામ કેવીરીતે ખબર પડી ! તમે મને ઓળખો છો ?"

રાણીબહેન : "અગત્યનું એ નથી કે હું તને કેવીરીતે ઓળખું છું. પરંતુ તું જે મારી પાસે જાણવા આવ્યો છે તે અગત્યનું છે."

સાહિલ : "તો શું તમે સાચે સમીરની આત્મહત્યા વિશે જાણો છો ?"

રાણી બહેન : (ખૂબ જોરથી બોલે છે.)" એનું ખૂન થયું હતું, આત્મહત્યા નહોતી. ખૂબ નિર્દયતાથી માર્યો હતો બિચારાને."

સાહિલ : "તમે બધું જાણતા હતા છતાં પોલીસ પાસે શા માટે ના ગયા ?"

રાણીબહેન : "હું ત્યારે ખૂબ ડરી ગઈ હતી, મેં ગામ પણ છોડી દીધું હતું. પરંતુ મને ખબર હતી કે, સમીરની આત્મા બદલો લેવા જરૂર આવશે. ૧૪ જાન્યુઆરીની રાત્રે, હું મારી વસ્તુ ભૂલી ગઈ હતી તે લેવા ફાર્મહાઉસ પર ગઈ હતી, રાત બહુ હતી પરંતુ વસ્તુ પણ જરૂરી હતી માટે હું ગઈ હતી. ત્યાં કામ કરતા બધા લોકો માટે પાછળ એક રસ્તો હતો ત્યાંથીજ અવાય અને જવાય, માટે હું પાછળથી અંદર ગઈ હતી. ત્યારે મેં જોયું કે, સમીર અનુજભાઈ પર ખૂબ ગુસ્સો કરતો હતો.

ત્યારે ત્યાં અનુજભાઈના બીજા મિત્રો પણ હતા, તે બધા દારૂના નશામાં હતા, અને માંસ પણ ખાતા હતા,અને સમીર પર રાડો પડતા હતા. સમીર કહેતો હતો કે, "તમેજ મારા પપ્પાને માર્યા છે, તમેજ ખૂની છો." આ સાંભળી ને અનુજભાઈના મિત્રો સમીરને પકડી રાખે છે અને અનુજભાઈ સમીરને જબરદસ્તીથી દારૂ પીવડાવી છે, અને સમીરની માથે મરેલી માછલીઓનો પણ ઘા કરે છે.

 અનુજભાઈ નશામાં હતા અને ગુસ્સામાં પણ હતા, માટે બધું સાચું બોલી ગયા કે,"હા મેં જ તારા પપ્પાને માર્યા હતા, કારણકે, તે જાણી ગયા હતા કે હું, ગુજરાતમાં ગેરકાયદેસર રીતે દારૂ અને ડ્રગસ વેચતો હતો અને તે વાત તારા પપ્પા પોલીસને કહેવાના હતા માટે મેં તેમને અહીં અંદર રૂમમાં પૂર્યા અને સાથે મારા જંગલી કૂતરા પણ પૂર્યા હતા. તારા પપ્પા તે કૂતરાંનો શિકાર બની ગયા અને પછી મેં તેમને બહાર મૂકી દીધા જેથી કોઈને મારા પણ શંકા ના થાય.

 અને હવે તારો વારો છે." એટલું કહીને ત્યાં એક સિન્દ્રી પડી હોય છે તેનાથી સમીરનું ગળું દબાવી દે છે. સમીર છોડાવાની કોશિશ કરે છે પરંતુ ચારચાર લોકોએ સમીરને પકડ્યો હતો માટે તે છૂટી ના શક્યો, અને બધાએ સમીરને મારી નાખ્યો. પછી તેની લાશને બહાર ઝાડ પર લટકાવી, જેથી બધાને એવું લાગે કે તે આત્મહત્યા હતી. આ બધું જોઈને હું ખૂબ ડરી ગઈ હતી માટે ત્યાંથી તરત ભાગી ગઈ."

સાહિલ : "હવે આપણે શું કરશું ? કંઈ સબૂત છે તમારી પાસે ? તમે કોઈ રસ્તો દેખાડી શકશો ?"

રાણીબહેન : "પહેલા તું આ દોરો રાખ, કાળકા માતાજીના આશીર્વાદ છે, તું આ દોરો શેફાલીના હાથમાં બાંધી દેજે જેથી સમીરની આત્મા શેફાલીને હેરાન ના કરે. અને હા, અનુજભાઈ ના ચાર મિત્રોના ખૂન પણ સમીરની આત્માએ જ કર્યા હતા. અને હવે અનુજભાઈનો વારો છે. ૧૪ જાન્યુઆરી આવે છે તે રાત્રે તારે સમીરની આત્માને મોક્ષ આપવાનો છે."

સાહિલ અને જગુભાઈ રાણીબહેન પાસેથી રજા લઈને નીકળે છે, સમીર જગુભાઈને ધરમપુર જાવા કહે છે, અને પોતે એક જરૂરી કામ પતાવવા જાય છે. અને આ બાજુ શેફાલી સાહિલની રાહ જોતી હોય છે.

ક્રમશ : ....


Rate this content
Log in

Similar gujarati story from Horror