Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!
Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!

Bhavna Bhatt

Drama Romance Thriller

5.0  

Bhavna Bhatt

Drama Romance Thriller

એ ડાયરી નું ગુલાબ

એ ડાયરી નું ગુલાબ

3 mins
333



અચાનક જિંદગી માં આવીને "ઘણા" લોકો જીવનને "શણગારી"જાય છે, અને જિંદગી નો ધબકાર નો"હિસ્સો" બનીને તો કોઈક કાયમ માટે "કિસ્સો" બનીને સદાય યાદોમાં રહી જાય છે.

મણીનગર માં રહેતા એક આવાં જ મધ્યમ વર્ગના પરિવાર ની વાત છે. કનુભાઈ અને ગીતા બેન ને બે દિકરા મોટો આશિષ અને નાનો પરેશ. બન્ને કોલેજમાં આવ્યા. રોજ બસમાં કોલેજમાં અવરજવર કરે.

કોલેજમાં આશિષ સાથે ભણતી લતા બન્ને એકબીજાને પસંદ કરવાં લાગ્યાં.

અને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા.આશિષ અને લતાનાં પ્રેમમાં પહેલી વખત લતાએ જ આશિષ ને ગુલાબ આપી ને પ્રપોઝ કર્યું હતું.

આશિષે એ ગુલાબ ડાયરી માં મુકી સાચવી રાખ્યું હતું.આશિષ અને લતા એ લગ્ન કર્યા અને સંસાર માંડ્યો.લગ્ન ને ત્રણ વર્ષ પછી ડિલિવરી માં મનન ને જન્મ આપ્યો અને દુનિયા છોડી દીધી. આશિષે મનન ને એકલા હાથે મોટો કર્યો.જ્યારે જ્યારે આશિષ હિમ્મત હારી જાય ત્યારે એ ડાયરી ખોલીને એમાં રહેલાં ગુલાબ ને છાતીએ લગાવી લેતા અને એકલાં એકલાં ક્યાંય સુધી એ ગુલાબ સાથે વાતો કરતાં રહેતાં. મનન મોટો થયો એ પપ્પા ને આવી રીતે ઘણી વખત જોતો પણ પુછવાની હિમ્મત નાં કરતો.

આમ કરતાં મનન નું ગ્રેજ્યુએશન પતી ગયું અને સારી કંપનીમાં નોકરીએ લાગ્યો એટલે કોલેજમાં સાથે ભણતી શ્રુતિ ની વાત કરી પપ્પા ને. આશિષે આશિર્વાદ આપીને બંન્ને નાં લગ્ન ધામધૂમથી કરાવી દીધા.

શ્રુતિ ખુબ જ સુંદર અને સંસ્કારી હતી એણે આવતા જ આશિષ નો ભાર હળવો કરી દીધો અને આખું ઘર સંભાળી લીધું. આમ સમય એની ગતિ એ સરતો રહ્યો. આશિષ ને આજે નોકરી નો છેલ્લો દિવસ હતો એ નોકરી થી છૂટી ઘરે આવતા રસ્તામાં બસ ને અકસ્માત થયો એમાં આશિષ ને ખુબ વાગ્યું તેને હોસ્પિટલમાં એડમીટ કર્યો.સમાચાર મળતાં જ મનન અને શ્રુતિ દવાખાને પહોંચ્યા.

પગમાં અને હાથમાં વધુ વાગ્યું હોવાથી દવાખાનામાં હજુ આશિષ ને બે ત્રણ દિવસ રહેવું પડશે. એટલે આશિષે શ્રુતિ ને કહ્યું કે બેટા ઘરે જઈને મારા કબાટમાં નીચે ના ડ્રોવરમાં એક ડાયરી પડી હશે એ રાત્રે મનન જોડે મોકલજે. શ્રુતિ કહે સારું પપ્પા..

શ્રુતિ ઘરે આવી અને આજે પહેલી વખત તે આશિષ નું કબાટ ખોલ્યું..

કારણકે આશિષે પહેલા જ દિવસે કહી દીધું હતું મારું કબાટ કોઈ એ અડવું નહીં.

નીચેના ડ્રોવરમાંથી ડાયરી કાઢી પણ એનાં હાથમાંથી પડી ગઈ.

ડાયરીમાંથી છ સાત પત્રો અને એક સૂકાઈ ગયેલું ગુલાબ પડ્યું એણે ગભરાઈ ને બધું મુક્યું અને ડાયરી મનન જોડે દવાખાને મોકલી પણ એને મનમાં થયું કે આ બધું શું છે?

આશિષને દવાખાનામાંથી રજા આપવામાં આવી અને ઘરે લાવવામાં આવ્યો.

આશિષે શ્રુતિ ને બોલાવી ને એ ડાયરી આપી અને કહ્યું કે એને યથાસ્થાને મૂકી દે..

શ્રુતિ કહે જી પપ્પા.

એ જેવી ડાયરી લઈને મૂકવાં જવા લાગી એટલે આશિષ બોલ્યો..

બેટા તને આ ડાયરી માં એવું શું છે એ જાણવાનો ઈન્તેજાર છે ને?

શ્રુતિ કહે હા પપ્પા..

આશિષ કહે આ મારાં પ્રેમ નો અમૂલ્ય ખજાનો છે તારી સાસુ એ કોલેજમાં આપેલા લેટર છે અને એણે પ્રપોઝ કરીને આપેલું પહેલું ગુલાબ છે જે મારી જિંદગી જીવવાનું બળ છે એટલે જ હું એને કોહિનૂર હીરાની જેમ સાચવું છું બેટા..

આ અમારાં પ્રેમની મીઠી યાદોનું સંભારણું છે જે બહુ જ કિંમતી છે.


Rate this content
Log in

More gujarati story from Bhavna Bhatt

Similar gujarati story from Drama