ધૂપ અને છાંવ.
ધૂપ અને છાંવ.
“ધૂપ અને છાંવ”~અવિનાશી લાગણીઓની અલપ જલપ
ધૂપ અને છાંવ 🌿☕
તારીણી અને તરુણની કહાની એક જૂની ઓફિસની ખિડકીથી શરૂ થઈ હતી. જ્યાં તેની કેન્ટીનમાં સાંજના સૂર્યકિરણો બંનેના કૉફી કપ પર પડતા. એ ખિડકી માત્ર બહારની દુનિયા નહીં, અંદરની લાગણીઓ માટે પણ એક ચાવી વગર નો દરવાજો હતો .
તેમની બંને વચ્ચે ભરપૂર વાતો થતી. ક્યારેક હળવી, ક્યારેક ઊંડી.
પણ એક દિવસ, એક સામાન્ય ચર્ચા વિખવાદમાં ફેરવાઈ ગઈ.
તરુણ બોલ્યો,તારીણી શું તું તારી હેરસ્ટાઇલ બદલી ના શકે.આજના દિવસોમાં આ ના ચાલે “ તું ભળે બધું તારા હૃદયના અવાજ પ્રમાણે કરે.હું તો વાસ્તવિક બધું તર્કથી વિચારું છું . કદાચ આપણા રસ્તા અલગ છે .”
તારીણીએ કંઈ કહ્યું નહીં. તે ઉભી થઈ અને તેણે માત્ર બારી બંધ કરી દીધી.
એ દિવસથી, બંનેએ પોતપોતાની દુનિયા અલગ બનાવી.એકે કવિતાઓ લખી, બીજાએ શહેર બદલી દીધું.
સમય પસાર થયો.
શબ્દો શાંત થયા, પણ યાદો હજી જીવંત રહી.
એક દિવસ, તારીણીના ઇનબોક્સમાં તરુણ તરફથી એક ઈમેલ આવ્યો. કોઈ પૂર્વ ભૂમિકા કે વિષય વગર, માત્ર એક પંક્તિ:
"એ બારી હજી ખુલે છે?"
તારીણીનો જવાબ:
"હા, બારી ખુલશે, કેમકે ધીરજ ની ચાવી ખોવાઈ નથી, તે મારીપાસે હજુ સાબૂત છે.ધૂપ તો આજે પણ આવે છે. પણ તરુણ તારી છાંવ વગર અધૂરી લાગે છે."
અને પછી, એક સાંજ — એ જ બારી , એ જ ધૂપ, બે કપ કૉફી...
એક ખુરશી પર તારીણી, બીજી ખાલી હતી. થોડીક પળો પછી, તરુણ આવીને બેઠો.
કોઈ માફી નહીં, કોઈ દલીલ નહીં — માત્ર મૌન, જે બધું કહી ગયો.
એને તારીણીના હાથમા એન્ગેજ મેન્ટ રિંગ સરકાવી ત્યારે બારી ફરીથી ખુલી. સાથે ચાવી વગરના દરવાજા પણ ખુલી ગયા.
_ધૂપ ~છાંવ.:-"ના એવા સંબંધ, જે એક સાથે રહે તે અજાયબી લેખાય. પણ ધીરજની ચાવીથી આખરે છાંવ ફરીથી ધૂપ સાથે જોડાઈ એક થઈ ગયા.
અને એક જૂની બારી, બે કપ કૉફી સંગ એક અધૂરી લાગણી આખરે એક સુર થઈ પૂર્ણ થઈ.”_
---
આ વખતે, ધૂપ અને છાંવ બંને સાથે હતા.

