STORYMIRROR

Tejas Vasani Jamnagar

Crime

4  

Tejas Vasani Jamnagar

Crime

ધર્મની બહેન

ધર્મની બહેન

12 mins
307

"લગ્નને પચ્ચીસ વર્ષ થયાં આજ પણ મને એમ લાગે છે આપણે નવા-નવા પરણેલાં છીએ." હાર્દિક જીનલની આંખોમાં જોઈ હાથ પકડી બોલી રહ્યો.

“એ તો તમારો પ્રેમ છે" બોલતાં જીનલ શરમાઈ ગઈ.

આપણાં લગ્નનાં પચ્ચીસ વર્ષ દરમિયાન આપણે ઘણા સુખ,દુ:ખ સાથે જોયાં. ઘણી માનતાઓ પછી આપણે સંતાન સુખ પણ મળ્યું, રોહને પણ ઘણી મહેનત કરી, એન્જિનિયર બનવામાં, હાર્દિક તમારી જવાબદારી ઓછી થઈ ગઈ..જીનલની આંખમાં હરખનાં આંસુ ટપકી પડ્યાં. 

બધાં આ જોડીને જોઈને કહેતાં," જિંદગી તો આ બંને જીવે છે, કેટલી સમજદારી ને કેટલો પ્રેમ ?"

વહેલી સવારે નાસ્તાની તૈયારીમાં જીનલ મશગુલ હતી, હાર્દિક છાપું વાંચતો હતોને ઘરની બેલ વાગી, "હાર્દિક આપ જોવો ને કોણ છે ?" જીનલ બે વાર બોલી પણ હાર્દિક છાપું વાંચવામાં બેધ્યાન હતો. અંતે જીનલ દરવાજો ખોલ્યો, સામે એક ત્રીસ,બત્રીસ વર્ષની અજાણી સ્ત્રી સામે ઊભી મંદ, મંદ હસતી આંખોને મલકાવતી, સ્વરૂપવાન, ગાલે ખંજન આ જોતા બે સેકન્ડ માટે સ્તબ્ધ જીનલને પોતાના મીઠા રણકારે તેણીએ જીનલનું ધ્યાન તોડ્યુ” કેમ છો ? મઝામાં અમે હમણાં તમારી બાજુંના એપાર્ટમેન્ટમાં રહેવા આવ્યાં છીએ, મારું નામ રુપા છે, આજ સત્યનારાયણની કથા રાખી છે, તમારે આવવાનું છે." 

એક જ શ્વાસમાં એકધારું રુપા બોલી ગઈ, જીનલ એક શબ્દમાં જવાબ આપી દીધો, "હા..હા જરૂર." 

રાત્રે આઠ વાગ્યાં હાર્દિક ઘરે પહોંચ્યો, જોયું તો તાળું પાછો વળવા જતો હતો ને એપાર્ટમેન્ટનાં ત્રીજા માળેથી મીઠા રણકાર સમો અવાજ આવ્યો, "ભાઈ ભાભી મારા ઘરે છે, તમે પણ આવો ઉપર પ્રસાદ લેવાં માટે " હાર્દિક એક નજર જોતો જ રહ્યો. જવાબ આપ્યાં વગર સિધ્ધો ઉપર ચડી ગયો, રુપા અને રમેશ બંને સ્વભાવનાં ખૂબ મળતાવડા હતાં, એક નાનો બાબો આઠ,દશ વર્ષનો આમથી આમ દોડાદોડી કરતો હતો, લગભગ એક કલાકમાં તે બંને સાથે ભળી ગયું, પછી તો ફરવામાં, પીક્ચર જોવામાં, બહાર જમવામાં દરેક જગ્યાએ અમારા બે ફેમિલી સાથેને સાથે જ હોય..એક-બીજાનાં ઘરે પણ આવવા,જવાનું ચાલું થયું.

વહેલી સવારનાં ડોરબેલ રણકી, નાસ્તાની તૈયારી જીનલ કરતી હતી, દરવાજો ખોલતાં રુપા,રમેશને એનો છોકરો ત્રણેય સાથે સહપરિવાર એ પણ વહેલી સવારે ! હાથમાં થાળી ઢાંકેલી હતી, હાર્દિક જોઈને વિચારમાં પડી ગયો, નક્કી સારો નાસ્તો બનાવ્યો હશે..સાથે નાસ્તો કરવા અહીં આવ્યો હશે.

રુપા મલકતાં મુખે હાર્દિક સામે આવી, રુપાની નમણાશ, હસતી ત્યારે ગાલનાં ખંજન, તોફાની નજર, દેખાવે ખૂબ રૂપાળીને દેખાવડી. હાર્દિકની સામે આવે એટલે કાયમ નજર એનાં પર સ્થિર થઈ જાય. હાર્દિકભાઈ આજ રક્ષાબંધન છે, હું તમને રાખડી બાંધવા આવી છું, બધાં એક-બીજાની સામે જોઈ ખુશ થઈ ગયાં. રાખડી બાંધી બધાંએ સાથે નાસ્તો કર્યો.

રમેશને નોકરીમાંથી કાઢી નાખ્યો, બીજી નોકરી ગોતવાનું ચાલું કર્યું, એ સમયે આર્થિક તકલીફને કારણે હાર્દિકે પૂરો સાથ સહકાર આપ્યો, ટોટલ ખર્ચ હાર્દિક કરવા લાગ્યો, એક વખત રુપાનો ફોન આવ્યો, " હાર્દિકભાઈ મારે તમને બહાર મળવું છે, પ્લીઝ આપ કોઈને કહેતા નહીં કે આપણે મળ્યાં." 

"હા..ક્યારે અને કઈ જગ્યાએ બોલો." હાર્દિક વિચારમાં પડી ગયો શું કામ હશે ?

રુપા ઓફિસે આવી આંખમાં આંસુને બોલી, "હાર્દિકભાઈ ઘરે ખાવા દાણો નથી શું જમવુંને શું જમાડવું. ?" 

“તમે ચિંતા ના કરો લીસ્ટ આપો હું તમને જરૂરી સામાન લઈ આપું બોલતાં” હાર્દિકે રુપાનો હાથ પકડી લીધો, અજાણ્યા સ્પર્શથી રુપા હાથ છોડાવી સડસડાટ ઓફિસની બહાર નીકળી ગઈ, લીસ્ટ પ્રમાણે સાંજે ખરીદી કરી હાર્દિકને વિચાર આવ્યો કે "નથી જીનલને જાણ કરવાની કે નથી રમેશને. તો આપવાં કઈ રીતે જવું ?" 

રુપાને ફોન કર્યો “સામાન લીધો છે, કેવી રીતે આપવા આવું ? "

“હાર્દિકભાઈ તમે ઘરે આવી જાવ. રમેશ નથી ઘરે." રુપાએ ફોન કાપી નાખ્યો.

જીનલને ખબર ના પડે એમ સંતાઈને હાર્દિક એપાર્ટમેન્ટમાં ગયો.દરવાજો ખુલ્લો જ હતો, "આવો હાર્દિકભાઈ તમારો આભાર કેમ વ્યક્ત કરું ?" એમ કહીને રુપા હાર્દિકને ભેટીને રડવા લાગી.

“અરે..રે બસ બસ તમે રડો નહી. એ તો મારી ફરજ હતી. હાર્દિકને રુપાના આલિંગનથી રોમે રોમ કંપારી આવતાં એ પણ આવેશમાં આવી ગયો.

રુપાને વિચાર આવતાં ઝાટકે દૂર ખસી ને કટકે કટકે એટલું જ કહ્યું, “તમે..તમે જાવ હવે, રમેશ આવતો'જ હશે." હાર્દિક એ સ્પર્શના નશામાં દાદરા ઉતરી એના ઘર તરફ નીકળી ગયો.

ત્રણ મહીના એમજ નીકળી ગયાં રમેશને નોકરી ના મળીને હાર્દિક નાની-મોટી મદદ કરતો રહ્યો, આ રીતે ધીમે-ધીમે એક બીજાનાં સ્પર્શ વધતાં રહ્યાં, હાર્દિકનાં મનમાં શેતાન ધમપછાડા કરવા લાગ્યાં, બીજી તરફ ભાઈ-બહેનનો સંબંધનો વિચાર આવતાં એ મનનાં શેતાની વિચારને મનોમન દાટી દેતો.

ફોનની રીંગ વાગી. "સો વર્ષની ઉમર છે, તમારી રુપા તમને જ યાદ કરતો હતો, બોલો કેમ યાદ કર્યો.. ?" 

સામેથી રુપા કહે તમારે બે કામ કરવાનાં છે, "એક રમેશને નોકરી ગોતી આપો. બીજું જય માટે સ્કૂલ એડમિશન કરાવી આપો." 

“હા..હા થઈ જશે તમને ના ના'જ કહેવાયને" ફોન કટ થયો સામેથી, હાર્દિક ચારેકોર ઓળખાણનો ઉપયોગ કરી રમેશ માટે નોકરીની અને જય માટે એડમિશનની વ્યવસ્થા પોતે ફી ભરી કરી આપી.

ઓફિસનું થોડું ધણું કામ પતાવીને રુપાનો વિચાર કરતો હતોને રુપા નજર સામે આવી. પહેલા તો ખાતરી કરી સ્વપ્ન નથીને ! આવો..આવો બંનેએ ખૂબ વાતો કરી, બે કલાક રુપા ઓફિસે બેઠી, એક અંતર રાખતી કાયમી, ધીમે-ધીમે રોજ તેઓ ઓફિસમાં મળવાં લાગ્યાં, રુપાનાં ગયાં પછી મેસેજ અને ફોન પર વાત થવાં લાગી, હાર્દિક હવે રુપા વગર રહી નહોતો શક્તો ને રુપા હાર્દિક વગર.

હાર્દિક આજ સવારથી રુપાની રાહ જોઈ બેઠો હતો કે આજ તો રુપાને કહી દેવું છે. " હું તને પ્રેમ કરું છું." રુપા ઓફિસમાં આવી દસ મિનિટ આડી અવળી વાત કરી. હાર્દિક ઊભો થઈ રુપાનો હાથ પકડીને હિંમત કરી બોલ્યો ,” રુપા આઈ લવ યુ." 

રુપા સામે જોઈ કંઈ પણ બોલ્યાં વગર ઓફિસમાંથી નીકળી ગઈ.

બે દિવસ વીતી ગયાં પણ રુપા ના આવી, હાર્દિકએ મનોમન સ્વીકારી લીધું કે મને એના પ્રત્યે પ્રેમ હતો. પણ એને મારી આર્થિક જરૂરિયાત હતી, એટલો સંબંધ હતો, સ્વાર્થનો સંબંધ પણ કહી શકાય. એમ વિચારી રુપાના વિચારોને મનથી દૂર કરવાના પ્રયત્નો ચાલું કરી દીધાં.. બપોરે ચાર વાગ્યે રુપા આવી "હાર્દિક હું પણ તમારા વગર ના રહી શકી આઈ લવ યુ." બંને ભેટી પડ્યાં ભાઈ-બહેના સંબંધ ભૂલી અનૈતિક સંબંધ બનાવ્યો. પતિ-પત્ની જેવો સંબંધને નિભાવ્યો.

હાર્દિકની રહેણીમાં અને સ્વભાવમાં ફેરફાર દેખાઈ રહ્યો હતો, પરંતુ શેના કારણે છે ? એ જીનલને સમજાતું ન'હોતું. રાત્રે બે વાગે પાણીની તરસ લાગતા જીનલ ઊઠી, પાણી પીને સુવા જતીતી ત્યાં કોર્નર પર પડેલો હાર્દિકનો ફોન નીચે પડ્યો. ફોન ઉપાડીને ટેબલ પર મૂકવા જતાં વિચાર આવ્યો, સ્ક્રીન તૂટી નહી હોયને ! ફોન ચાલું કરતાં આ શું..! રુપાનાં મસેજ એ પણ આવી બીભત્સ ભાષામાં આગળ જોતાં એના ફોટા અને વિડીયો જોતા સમજાય ગયું કે હાર્દિક અને રુપાને ભાઈ-બહેનનો સંબંધ નથી. ખૂબ ગુસ્સામાં અને રડીને આખી રાત આંખોમા કાઢી, પોતાના પતિએ બહેન જેવા પવિત્ર સંબંધને લાંછન લગાડીને ઘોર પાપ કર્યું છે, સાથે મને પણ છેતરી છે. સામે રુપાએ ભાઈ બનાવીને મારું પત્ની તરીકેનું સ્થાન ઝૂંટવાનુ કાવતરું કર્યું છે. 

હાર્દિક, રુપા સાથે પ્રેમભરી, બિભત્સ વાતોને મસેજનો દોર ચાલું બંને પતિ,પત્નીનાં વહેવારને પણ શરમ આવે, એવી ભાષામાં રોજ વાતો કરતાં હતાં. એ વાતથી સાવ અજાણ કે કોલરેકોર્ડ થઈ રહ્યાં છે.

"જીનલ..ઓ જીનલ ઊઠ હવેં સવાર પડી ગઈ, આજ આટલી મોડે સુધી કેમ સૂતી છો ? મઝા નથી ? રાત્રે ઊંઘ નથી આવી ?" આંખોમાં આખી રાત જાગતી જીનલ બસ સામે જોયું ,મોઢું ફેરવીને ઊભી થઈ ગઈ.આવું વર્તન જોઈ હાર્દિકને અજુગતું લાગ્યું.

"હાર્દિક મારે તારી સાથે વાત કરવી છે," જીનલ હાર્દિક સામે એક નજરે જોઈ એક'જ સવાલ કર્યો, "તારે..ને રુપા શું સંબંધ છે ?" 

“ભાઈ,બહેનનો પણ આવું કેમ પૂછે છે ? તને ખબર જ છે. 

“ખોટું ના બોલ મને બધી ખબર પડી ગઈ છે, તારા દરેક મેસેજને વિડીયો જોઈ લીધાં છે. તમે તમારી રીતે જિંદગી જીવો. હું ઘર છોડી જઈ રહી છું. " 

“જીનલ..જીનલ મારી વાત સાંભળ, મારી ભૂલ થઈ ગઈ, માફ કરી દે, મારી ભૂલ સુધારી લઈશ, તારાં સમ હવે કોઈ આડો વહેવાર રુપા સાથે નહીં રાખું બસ, ભાઈ-બહેન બનીને રહેશું.માફ કરી દે જીનલ." 

જીનલની આંખમાં એક ધારા આંસુ વહેતા રહ્યા. હાર્દિક ઘરની બહાર નીકળી ગયો. બહાર નીકળતાં હાર્દિકએ ખાધેલા જીનલના સમ રુપાનાં પ્રેમ આગળ ભૂલાઈ ગયા.

 "હલ્લો...રુપા આપણા વહેવારની જીનલને ખબર પડી ગઈ છે, હવે કોઈ મેસેજ કે ફોન ના કરતી.. હું તને કરીશ." આપણે ઓફીસમાં મળીએ તું આવ બપોરે.

“કેમ કરતાં ખબર પડી ? જીનલબેનને આવતાં વેત રુપા હાર્દિકને પૂછ્યું.

“એ બધું મુક અને હવે આપણે ધણું ધ્યાન રાખવું પડશે. તું મને મુશ્કેલી આવ્યે કે દુનિયા સામે આપણો પ્રેમ આવ્યે સાથ આપીશને ! હાથ પકડી રુપાને પૂછતાં હાર્દિકની આંખમાંથી આંસુ સરકી ગયાં.

" હું તારી જ છું, ને તારી જ રહીશ..હાર્દિક." બોલતાં રુપા હાર્દિકને ભેટી પડી.

" હેલ્લો હાર્દિકભાઈ તમે રાત્રે નવ વાગ્યે ઘરે આવજો,એ પણ એકલા કામ છે." 

“આવો..હાર્દિકભાઈ “ રુપાનાં ચહેરાની રોનક વધી ગઈ.

રમેશભાઈ હાર્દિકભાઈ સામે જોયું, કંઈ પણ બોલ્યાં વગર. 

"બોલોને રમેશભાઈ તમે મને કેમ બોલાવ્યો ?" એક'જ ઝાટકે રમેશભાઈ ઊભા થયાને છરી લઈ સિદ્ધી ગરદન પાસે છરી રાખી, "બોલ..બોલ રુપા સાથે શું વહેવાર છે તારો ?" 

“તમે મારી વાત સાંભળો.

"મારે કંઈ નથી સાંભળવું મારે જે સાંભળવાનું હતું એ તારાને રુપાનાં કોલમાં સાંભળી લીધું છે." તમને બંનેને સજા આપીશ. બંને જણને.” રુપાને હાર્દિક બંને એક-બીજાની સામે જોતાં રહ્યાં. રુપા એક શબ્દ પણ બોલી ન શકી. રમેશભાઈ એક પછી એક ગાળો આપતાં ગયાં ને બોલતાં ગયાં.

" હા..છે અમારા બંનેનો વહેવાર સંબંધ સ્વીકારીએ છીએ..મારી નાખો કે બદનામ કરો." એકી શ્વાસે હાર્દિકભાઈ બોલી ગયાં.

  "તમારી વાઈફ જીનલભાભીને બોલાવું છું." 

 "ના..ના એને વચમાં ના લો..મહેરબાની કરીને તમે કહો એમ હું કરવાં તૈયાર છું." હાર્દિકભાઈ લાચાર થઈ નીચે મોઠે બોલી બેસી ગયાં.

"આ લો એક કોરો કાગળ સહી કરો." ભવિષ્યમાં હું ધારું એ લખી શકીશ. મારે મકાન હવે બીજી જગ્યાએ લેવું છે, અહીં નથી રહેવું. લોન પાસ થઈ ગઈ છે. ઘટે એ પાંચ લાખ તારે આપવાનાં છે. મંજૂર કોરા કાગળમાં સહી કરી પાંચ લાખનો ચેક આપી હાર્દિકભાઈ નીકળી ગયાં.

"બે દિવસ પહેલાં રમેશભાઈ તમને પચ્ચીસ હજાર મે આપ્યાં. હવે મારી પાસે ક્યાંથી હોય ?

" જીનલભાભીને વાત કરું ? “

ના..ના કાલ હું તમને મેળ કરી આપીશ. વાત કાપતાં હાર્દિકભાઈ ધીમે અવાજે બોલ્યા.

બે ઘરનાં ખર્ચા સાથે ચાર મહિનાથી એક પછી એક રમેશભાઈની મોટી રકમની માંગણીઓથી ધંધામાં ખોટ આવવા લાગી, જો ના આપું તો ! જીનલ અને સમાજ સામે અમારો અનૈતિક સંબંધ જાહેર થઈ જાય. ટેન્શનમાં અને મજબૂર હાર્દિકભાઈ દિવસ, રાત રહેવા લાગ્યા.

"મારે હવે કોઈ નોકરીની જરૂર નથી રુપા તે સારો બકરો ફસાવ્યો છે, જે આપણી દરેક જરૂરિયાત પૂરી કરે છે." 

રુપા હસીને રમેશને કહ્યું" તમે હાર્દિકભાઈની ગળે છરી રાખી ત્યારે હું ડરી ગઈ હતી. કે રમેશ રોજ ઈંડા આપનારી મુર્ગી કાપવાની ભૂલ તો નથી કરતાં ને ?

બંને જોર જોરથી હસતાં હાર્દિકને ફસાવી રાજી થયા.

અજાણ હાર્દિકભાઈ રુપાનાં પ્રેમમાં પાગલ તેની જિંદગીને માલ મિલકત લૂટાવી રહ્યાં હતાં.

"હેલ્લો હાર્દિક તું વીસ હજાર આપી જા. આનો મગજ ફરી ગયો છે, મને ખૂબ મારે છે."

 "તું ચિંતા ના કર રુપા આજ સાંજ સુધીમાં મેળ કરીને આપી જાઈશ. તને તકલીફ નહીં પડવાં દઉં. હું તારી સાથે છું. હાં રમેશ બે દિવસ માટે બહાર ગામ જવાનાં છે, પછી આપણે બે દિવસ મારા ઘરે મળી શકીશું. હું પણ તારી સાથે છું. હાર્દિક." ફોન કાંપીને રુપાને રમેશ સામ-સામી તાળી પાડી ખુશ થયાં.

" રમેશભાઈ આ રહ્યાં તમારા વીસ હજાર, હવે મને પૈસાનું ના કહેશો. મારી હાલત સાવ ખરાબ  થઈ ગઈ,

વીશ લાખનું દેણુ પણ ચડી ગયું ,સમજો મારાથી શક્ય હતી ત્યાં સુધી તમને મદદ કરી .”કરગરતાં હાર્દિક હાથ જોડ્યા.

"રુપા કરિયાણાનું લીસ્ટ આપીદે, કાલ હાર્દિકભાઈ આપી જશે, હા હવે મહિનાનાં અંતે તમારે મકાનનો હપ્તો દશ હજાર ભરવાનો રહેશે." લીસ્ટ લઈ વીલે મોઢે ઘરની બહાર નીકળી ગયો.

વીસ વર્ષ જૂના મિત્ર મિલનભાઈ આજ ઓફિસએ મળવાં આવતાં હાર્દિકભાઈની ખુશીનો પાર નથી. "અરે મિલનભાઈ આજ તો મારી યાદ આવી, આવો આવો, મિલનભાઈ તમે મારા એક માત્ર એવાં મિત્ર છો, જેની પાસે મારે કંઈ છૂપાવવાનું નથી હોતું.. મિલનભાઈ હું એક મુશ્કેલીમાં છું. મારે તમને બધી વાત કરવી છે.”

“હા બોલોને હાર્દિકભાઈ." મિલનભાઈને પહેલેથી છેલ્લે સુધીની દરેક માંડીને વાત કરી પોતાનું દિલ ખોલી નાખ્યું.

બધું સાંભળીને મિલનભાઈ એક જ વાત કહી, " હાર્દિકભાઈ ,તમારો ઉપયોગ થાય છે. રુપા સાથેનો તમારો પ્રેમ સાચો છે, પણ રુપાનો પ્રેમ તમારા પૈસાને જરૂરિયાત કે સ્વાર્થ પૂરતો છે. વહેલાસર આ સંબંધમાંથી નીકળી જાવ, તમે બરબાદ થઈ જશો.જો ભાઈ રુપાનો પ્રેમ સાચો હશે તો ! પૈસા આપવાની ના પાડશો તો પણ એ વહેવાર રાખશે. રમેશભાઈ જો તને બદનામ કરવાની કોશીશ કરે તો ! તમારે પણ સામી ધમકી આપી દેવાની રહેશે, કે મારી પાસે રુપાના ફોટાને વિડીયો છે, બંનેની બદનામી થશે." 

મિલનભાઈની વાતથી સહમત થઈ હાર્દકે નક્કી કર્યું કે હવે એક રૂપિયો પણ નથી આપવો.

“મિલનભાઈ ,એક કામ કરશો ? "આ રુપાનાં વિડીયોને ફોટા હું તમને પેનડ્રાઈવમાં આપું છું આપ સાચવીને રાખશો, મારો બચાવ છે, કાલ સવારે મને મારી નાંખે તો પણ આ સાબિતી તમારી પાસે રહે." 

"હાર્દિકભાઈ આજ રાતે આવો ઘરે દશ હજાર લેતા આવશો, મકાનનો હપ્તો ભરવાનો છે," 

હા..ના જવાબ પહેલાં તો ફોન કટ્ટ થઈ ગયો.હવે મારી પાસે રૂપિયા છે પણ નહીં કે હું આપું. મિલનભાઈનાં કહેવા પ્રમાણે આમ પણ એક વાર જઈ ચોખ્ખી ભાષામાં ના કહીં દેવી છે. એ વિચાર કરી હાર્દિક પહોંચ્યો.

"આવો આવો હાર્દિકભાઈ બરોબર સમયસર આવી ગયાં." રમેશભાઈ હસતાં મુખે હાર્દિકભાઈનું સ્વાગત કર્યું. રસોડા માંથી રુપા પણ આવી રમેશભાઈની બાજુમાં ગોઠવાઈ ગઈ. "લાવો દશ હજાર." 

“મારી પાસે નથી હું દેણામાં છું, અને આપી પણ નહીં શકું. મારી પાસે ક્યારેય માંગવા પણ નહીં.” એક શ્વાસે હાર્દિકભાઈ ગુસ્સામાં બોલી ગયાં. 

 સાંભળતાં જ રમેશભાઈ જોરદાર ગુસ્સામાં મનફાવે એમ ગાળો બોલવાં લાગ્યાં, ગાળો સાથે ધમકી પણ આપી. હાથ પકડીને ધક્કા મારીને હાર્દિકભાઈને ઘરની બહાર કાઢી મુક્યાં.

" હેલ્લો હાર્દિક રુપા બોલું છું." 

“બોલ હવે શું અપમાન કરવાનું બાકી છે ? મારે તારી સાથે કે તારા પરિવાર સાથે કોઈ વહેવાર નથી રાખવો. મને આજ પછી ફોન ના કરતી.

" હું મજબૂર છું, તને પ્રેમ કરું છું. તું સમજ હું કંઈ બોલી નથી શક્તી, અવાજમાં દર્દને પ્રેમ અનુભવતાં હાર્દિક ફરી એના પ્રેમમાં પાગલ થઈ ગયો.

રુપાને ફોન લઈ દીધા પછી બે મહિના થયાં ના કોઈ મેસેજ કે ના કોઈ ફોન. હાર્દિકભાઈ ફ્રી હોય ત્યારે રુપાના ફોટાને વિડીયો જોયા રાખતાં. જીનલ નાસ્તો બનાવવામાં મશગૂલ હતી, ફોનની રીંગ વાગી હાર્દિક તારો ફોન વાગે છે. "મને વાર લાગશે તું ઉપાડી લે." 

 “હલ્લો મિલનભાઈ એ નહાવા ગયા છે,પછી વાત કરાવું કહીને ફોન મૂકી દીધો. ફોન મુક્વાં જતાં ફોટો ગલેરી ખુલ્લી જોઈ, ખોલતાં જીનલની આંખો ફાટી ગઈ .આવાં બંનેના ફોટા, આવી હાલતમાં વિડીયો ? મતલબ હાર્દિકએ મારા સમ ખોટા ખાધાં, એનો વહેવાર હજીપણ રુપા સાથે પતિ,પત્ની જેવો ,ફોન મુકી ગુસ્સામાં જીનલ બેગ તૈયાર કરવા લાગી. હાથમાં આવે એટલો સામાન પેક કરી ઘરનો દરવાજો ખોલ્યો,

"જીનલ બેગ લઈ ક્યાં જાય છે ?" તેણે પૂછ્યું.

“હાર્દિક હું ઘર છોડુ છું, રોહન સાથે રહીશ. તું રુપાને નહીં છોડી શકે, પણ હું તને છોડી જઈ રહી છું, કહેતાં જીનલ રડતી ઘરની બહાર નીકળી ગઈ.

મારી સાથે વાત કરવી જોઈએ, હું સમજાવી શક્ત જીનલને, મનોમન બબડતાં વિચાર આવ્યો શું સમજાવત ? શું કહેવું ? મે ખોટા સમ ખાઈને ખોટો સંબંધ નિભાવવામાં સાચો સંબંધને ખોઈ નાખ્યો, ઓફિસમાં પહોંચતા'જ બેંક ઓફિસર હાથમાં કાગળ આપે છે, આપની ઓફિસ,ગોડાઉન અમો સીલ કરીએ છીએ. દશ દિવસમાં વીશ લાખની લોન ભરપાઈ કરો, બાકી અમો હરાજી કરી વસૂલ કરી લઈશું. ઓફિસને તાળાને આ શું ? સાત-આઠ બીજા લેણદાર ઊભા છે, એક પછી એક બધાં પ્રેમથી કે ધાત-ધમકીથી ઉધરાણી કરતાં ગયાં.

ચારેકૌરથી ઘેરાયેલ હાર્દિકભાઈ જીનલને ફોન કરે છે. એક,બે,ત્રણ,ચાર..પણ જીનલ ગુસ્સામાં ફોન કાપી નાખ્યો. આ સમયે સાથ આપવા રુપા જરૂર આગળ આવશે, વિચારતાં રુપાને ફોન જોડ્યો. રુપાએ પણ બે વાર ફોન કાપ્યો.ત્રીજીવારનાં ફોન અજાણતાં રુપાથી ઉપડાયો,જેની જાણ રુપાને પણ નથી હોતી.

" રુપા..રુપા આજ મારે તારા સહારાની જરૂર છે." સામેથી કોઈ જવાબ નથી આવતો ને રુપાને રમેશની વાત સંભળાય છે. 

“વાહ રુપા વાહ છેલ્લા પાંચ વર્ષથી તે હાર્દિકભાઈને ફસાવ્યાં ઘરનું મકાન થઈ ગયું, પાંચ વર્ષ સુધી મારે કમાવવાની જરૂર પણ ના પડી, ધીમે, ધીમે રૂપિયા પડાવી ઘણી બેંક બેલેન્સ ભેગી પણ કરી લીધી, ને હવે... આપણી શેરીમાં રહેતાં નવાં પાડોશી રાકેશભાઈ ખૂબ પૈસાદાર અને કારખાનાંવાળા છે, તારા નવાં ભાઈ ને તારો નવો વહેવાર આપણને પણ પૈસાદાર કરી દેશે." બંનેનો ખૂબ હસવાનો અવાજ આવતો હતો.

છેતરાયાંનો અને પોતાની પત્ની જીનલને દગો દીધાનો અહેસાસ લઈ હાર્દિકભાઈ ઘર તરફ ગયા.

મિલનભાઈ ઘરની બેલ ઉપરા ઉપર વગાડી દરવાજો ના ખૂલતાં પાડોશી ભેગાં થઈ ગયાં, દરવાજો તોડી ઘરમાં પ્રવેશ્યા. "આ શું ? હાર્દિકભાઈની લાશ." તાત્કાલીક પોલીસને જાણ કરી બોલાવ્યાં, જીનલભાભી,રોહનને ફોન કરી તાત્કાલિક આવવા માટે જાણ કરી. હાર્દિકભાઈની લાશની પાસે એક ચિઠ્ઠી પણ મળી. જેમા પોતે કરેલી ભૂલ માટે માફી માંગી સાથ ભાઈ-બહેનનાં પવિત્ર સંબંધને પોતે લજાવ્યો એ સાચું પણ રુપા અને રમેશભાઈની સાજીસ પણ પત્રમાં વર્ણવી. પોલીસને ચિઠ્ઠી હાર્દિકભાઈનાં ફોન રેકોર્ડિંગ અને મિલનભાઈ પાસેથી મળેલા રુપાનાં ફોટાને વિડીયો આધારે રુપાને રમેશભાઈની ધરપકડ કરી જેલનાં હવાલે કર્યાં.

સમાજમાં આવા કિસ્સાઓ અત્યારે વધતાં રહે છે, એક નહીં પણ અનેક પરિવારો ખોટાં માણસની ઓળખ કર્યાં વગર ધર્મનાં ભાઈ-બહેનમાની અનૈતિક સંબંધ બને છે, લાગણીનો ગેર ઉપયોગ સાથે તકલીફોને નોતરતાં હોય છે. 


Rate this content
Log in

Similar gujarati story from Crime