Prakruti Shah 'Preet'

Abstract Tragedy

4.5  

Prakruti Shah 'Preet'

Abstract Tragedy

દગો

દગો

1 min
221


ત્રીસી વટાવી ચૂકેલી નૈયા વરસાદ અને તેનાં જીવનનું સરવૈયું કાઢી રહી હતી. નાનપણથી વરસાદ માટે તેને અણગમો. તે કોલેજનાં પહેલાં વર્ષમાં હતી, ત્યારે એક મેઘલી રાતે, કામ પરથી પાછાં ફરી રહેલાં માતા-પિતાનું અકસ્માતમાં મૃત્યુ થયું. તેનો વરસાદ પ્રત્યેનો અણગમો ગાઢ બન્યો.

મા-બાપની વિદાય પછી તે આઘાતમાંથી બહાર આવવાની કોશિશ કરી રહી હતી, ત્યારે કોલેજનાં ત્રીજા વર્ષમાં એક વરસાદી સાંજનાં મદહોશ વાતાવરણે તેનાં પ્રેમી મેહુલને સમર્પિત થઈ ગઈ. થોડાં સમય સુધી તેનાં યૌવનને માણીને ઉબાઈ ચૂકેલો ભ્રમરવૃતિનો મેહુલ તેને છોડીને ચાલ્યો ગયો. તે ફરી તૂટી ગઈ.

મેહુલનાં કડવા અનુભવે, તે ઓફિસમાં પુરૂષ કાર્યકરોથી સલામત અંતર જાળવતી, પરંતુ તેનો દેખાવડો સહ કાર્યકર મેઘ એની નજીક આવવાની ઘણી કોશિશ કરતો હતો. નૈયા મેઘથી પ્રભાવિત થઈ, હવે તેને મેઘનો સાથ ગમવા લાગ્યો. નૈયાને ખુશ જોઈને એક વરસાદી સંધ્યાએ મેઘે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. 

નૈયા જીવનમાં મેઘલી સંધ્યાએ મળેલાં દગા વિશે વિચારી રહી હતી, તો મેઘ આ નાટક ક્યાં સુધી ખેંચવું પડશે એ વિશે !


Rate this content
Log in

Similar gujarati story from Abstract