ડલની માટી
ડલની માટી


જેસલ જાડેજા કપડાં માથે મૂકીને નદીએ ધોવા જાય અને દુનિયા અટ્ટહાસ્ય કરે અને રંજાડવાનો પ્રયત્ન કરે ત્યારે લાખોને ભોંયમાં ભંડારનાર જાડેજા શાંત બનીને બધું જોયા કરે છે.
કેવું દ્રશ્ય લાગતું હશે જેને જેસલ જાડેજાને લોકોને મારતાં અને રંજાડતા જોયો હશે એ લોકો આમ 'જેસલપીર'નાં દર્શન કરે તે લોકોને કદાચ ઈશ્ર્વરનાં દર્શન ત્યાં જ થઈ જતાં હશે.
પણ જેસલ ઘરે પહોંચે અને આમ ધોળાં દૂધ જેવાં ઉજળાં કપડાં સતી તોરલ જોવે ત્યારે જાડેજાને પૂછે :
સતી તોરલ: 'કાં જાડેજા! કપડાં તો ભારે ઉજળાં કર્યા કાંઈ? શું વાપર્યું તું? '
જાડેજા : તોરાંદે ! આને ઉજળાં કરવાં માટે મારે મારા ડલની માટી વાપરવી પડી !