પ્રેમ પ્રસંગી
પ્રેમ પ્રસંગી


ગઈકાલે ધોમધખતાં તાપમાં જ્યારે હું એસ.ટી ડેપો તરફ ચાલીને જઈ રહ્યો હતો ત્યારે અચાનક એક બાઈક મારી પાસે આવીને ઊભું રહ્યું.
એ બાઈકચાલકે મોંઢા પર રૂમાલ બાંધેલો હતો. એને મને નિખાલસતાથી કહ્યુ,' બેસી જા ભઈલા, ગરમી બહુ જ છે !'
આમ જોતાં સૌ કોઈ અચંબો પામે અને કદાચ ડરે પણ ખરાં. અજાણ્યા લોકો પાસે જતાં આમ પણ ઘણું વિચારવું પડે.
પણ એની હાજરી મને કપટની નહી પણ મદદની વર્તાઈ રહી હતી. હું આમપણ પરસેવે રેબઝેબ હતો. હું તરત પાછળ બેસી ગયો. એ મને છેક ડેપોમાં સ્ટેન્ડ સુધી છોડી ગયો. એણે મને કાંઈ ના પૂછ્યું. મે એને કાંઈ ના પૂછ્યું.
મે એને થેંક યુ કહ્યુ ત્યારે તે એટલું જ બોલ્યો, "અરે ! કાંઈ વાંધો નહી !
પણ ગરમીમાં નીકળો તો રિક્ષામાં બેસી જવાનું.
લૂ લાગી જાય ! "
એમ કહીને બાઈક સ્ટાર્ટ કરી એ ભાઈ ચાલ્યો ગયો.
મને એ વખતે પ્રેમની પરખ થઈ. પ્રેમનાં અને મદદનાં પ્રસંગીઓ હજીય અવતરે છે ખોબલે ને ખોબલે.
અને મનમાં થયું કે કેટલીક કાળજી કેટલી અજાણી ને કેટલી વ્હાલી હોય છે !