Vishal Dantani

Inspirational

3  

Vishal Dantani

Inspirational

સેવામાં વિલંબ શેનો ?

સેવામાં વિલંબ શેનો ?

1 min
563


આધુનિક યુગના યુવાનો માટે દરેક લોકોની વિચારસરણી એવી હોય કે તેઓ ખુદમાં જ રચ્યાપચ્યા હોય અને અન્યોની તેઓ પરવા નથી કરતા, પણ એ વાત ખોટી છે એ વાતની પ્રતિતી ઘણાં લોકોને થઈ.


બસ ડેપોમાં એક ગરીબ વૃદ્ધ દંપતિ ગરમીના લીધે ત્રસ્ત હતા. એવામાં દાદાની તબિયત બગડી. ત્યાં બાજુમાં જ કોલેજિયન છોકરા બેઠેલા હતાં. તેમણે એમનાં થર્મોસનું ઠંડુ પાણી પીવડાવ્યું પણ દાદા હજી બેભાન જેવાં હતાં. એક કોલેજિયન યુવાને જરાં પણ વિલંબ વિના 108 ને ફોન કર્યો, ને એમને તાત્કાલીક સારવાર અપાવી.


બધા જ પેસેન્જર અને ડેપો કર્મચારીઓ સ્તબ્ધ હતાં અને કદાચ તાળી પાળી બિરદાવવા માંગતાં હતાં. પણ તેઓ તે ના કરી શક્યા. ખબર નહી કોની ફિકર ?


પણ યુવાન હૈયાં ધડકે છે અને ફક્ત પોતાનાં પ્રિય પાત્ર માટે નહી, સૌને માટે ધડકે છે. એ વાત સાર્થક છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational