માય ફેટ ડબ્લ્યુ
માય ફેટ ડબ્લ્યુ


મિત્રો, આજકાલના નાનાં બાબાથી લઈને સુપર્બ,કયુટ અને સો બ્યુટીફૂલ બેબી સુધીની તમામ જનરેશનને શોર્ટટાઈમમાં લોન્ગ એન્જોયમેન્ટ જોઈએ છે.બાબાઆદમ ટાઈપની લો ફિલોસોફીવાળી વાતો તેમને બોરિંગ લાગે છે. ખુદને અડધો કલાક 'My FAT W' થી દૂર કરી દઈએ તો આખીય લાઈફ લૂંટાઈ ગઈ હોય તેમ એક એલિયનની માફક બીહેવ કરે છે. તમને થશે આ 'MY FAT W' (માય ફેટ ડબલ્યુ ) છે શું ? અરે, આ બીજું કંઈ નહી એ જ આપણું મેસેન્જર , યુ ટ્યુબ, ફેસબુક, ટ્વિટર અને વોટ્સએપ છે.
હા, એથી વધારે આપણે બીજું વિચારી પણ શું શકીએ? બેબી ખુશ છે તો એ બતાવવા બેબી ફીલિંગ હેપ્પી....,બાબો દુઃખી હોય તો જેકી ફીલિંગ સેડ..... (હવે એ ના પૂછતા કે બાબો દુઃખી કેમ છે? ..અફકોર્સ બ્રેકઅપ યાર..)
સારુ છે કે કેટલુંક ડોટ...ડોટ...બતાવવાનો ટ્રેન્ડ નથી નહીં તો એની અપડેટ્સ ઘણી વેલ્ધી હોય હો, બોસ !
આ બધી જ પોતાનાં કરમની કઠણાઈ ઓનલાઈન શેર ના કરે તો એમનું હાર્ટ બંધ પડી જાય. જાણે હાર્ટમાં બ્લડ નહીં પણ આ 'MY FAT W' ના ફરતું હોય !
સવારના ટોઈલેટનાં પ્રેશરથી લઈને માઈન્ડમાં આવેલી કોઈ અચાનક આફતનાં પ્રેશર સુધીની તમામ હરકતો પણ લાઈવ અપડેટમાં બતાવવાની. એકચ્યુલીમાં જોવાં જઈએ ને તો માનવીની ફીલિંગ્સ એક ઊંડી ખાઈમાં પડી ગઈ છે. અહીંયા મમ્મી પપ્પાને થેન્કયુ પણ આજની જનરેશન વોટ્સએપ પર જ કહે છે. એમનું વાત્સલ્ય અને મમતા પામવાની ઈચ્છાઓ હવે મરી પરવારી છે. અથવા આ યુગે છીનવી લીધી છે. આજકાલ એન્જોયમેન્ટ્સ માટે પાર્ટીઝમાં, મેરેજમાં કેટકેટલાં ખર્ચ કરવામાં આવે છે. પણ લાખ હવાતિયાં માર્યા બાદ પણ ફીલિંગ્સ નથી આવતી.મોમ, ડેડ, અને સન જેવાં કેરેક્ટરોએ બેટા, દીકરાં,દીકરી જેવાં કેરેક્ટરોને છીનવી લીધા છે. બટ ગાઈઝ મારી આવી ઈમોશનલ વાતોને અત્યાચાર ના સમજતાં થોડીક થોડીક લાઈક કરીને મારાં એઇમ સુધી પહોંચવાનો પ્રયત્ન કરજો.