સ્વચ્છ ભારતનો ઈરાદો
સ્વચ્છ ભારતનો ઈરાદો


કાનમાં ઇયરફોન અને હાથમાં મોબાઈલ પર ધબાધબ ટાઇપિંગ કરતો એક ટેકનોલોજીને વરેલો અને શિક્ષા ગ્રહણ કરવાં જઈ રહેલો ડેશિંગ યુવાન બરોબર મારી આગળ જઈ રહ્યો હતો.
અચાનક એ ફૂટપાથ પર નીચે નમે છે. કદાચ કંઈ પડી ગયું હશે તે લેવાં ઝૂક્યો હશે. પણ એના હાથમાં ઊભા થતી વેળા પ્લાસ્ટિકની યુઝ કરેલી બોટલ અને કેટલોક પ્લાસ્ટિક કચરો હતો.
હું એના વલણ અને વર્તનથી સાવ અંજાઈ ગયો. હજી ય એ મિત્ર છેક લાઈબ્રેરી પહોંચે છે ત્યાં સુધી કચરો એકઠો કરતો જાય. એ કચરો જે એની રાહમાં આવે છે. અંતે બધો કચરો કચરાપેટીમાં નાંખી દે છે.
મને પેલી એડવર્ટાઈઝની જેમ તાળી પાડવાની ઈચ્છા થઈ. પણ ના પાડી શક્યો પણ એને ગર્વ મહેસૂસ થાય એવું સ્મિત જરૂર આપ્યું.
સ્વચ્છ ભારતનો ઈરાદો બણગાં ફૂંકવાથી નહી પણ ઈરાદાથી પૂરો થાય.
બાકી એ મિત્રને સો સલામ.....!!