કોમન લવસ્ટોરી વર્સીસ રિયલ લવ
કોમન લવસ્ટોરી વર્સીસ રિયલ લવ


ફૂલ ખીલે અને ફોરમ આપે ને ત્યારે ઈચ્છિત ભમરાં ન આવે તો જ નવાઈ ! પણ ન આવે તો દોષ કોનો? ખીલેલાં ફૂલનો કે ન આવનાર ઈચ્છિત ભમરાંનો ?
પછી એ ઝૂરતાં ફૂલને કોઈ પીંખી નાંખે અથવા અનિચ્છાએ પણ કોઈના ગળાનો હાર બનવું પડે. પ્રકૃતિથી લઈને પ્રાણી સુધી એક જ ફિલસૂફી અને એ પણ પૂર્વનિર્ધારિત !
રોજની બનતી ઘટમાળ ન બન્યા પહેલાં અચરજભર્યુ કૌતુક અને બન્યા પછી પૂર્વનિર્ધારિત લાગે. તોય જીંદગી ભૌતિક શરીરને વર્ષો સુધી જીવવા માટે ખેંચી જાય. આખીય જીભાજોડીમાં ઈચ્છા અને મોહ સર્વોપરી હોય. અહીં પ્રેમને પણ મોહ જ ગણાવવાની ઈચ્છા થાય. હા, પણ મોહ કરવાની ઈચ્છા નકારી ન શકાય.
રસ્તે જતા એક દંપતિ જોયાં. પતિદેવની નજરો ભ્રમણાએ હતી ત્યાં ખાડામાં પડે છે. પત્ની પૂરાં જોરે લપસતાં પતિને બચાવી લે છે. પણ ઊંચા સૂરે યથાયોગ્ય રાગ આલાપે છે, "ડોરાં ચકરવકર કર્યા વિના જોઈને ચાલો!"
પતિદેવ ફરી પાછા સમયનાં પડાવે મળેલાં પણ લાગણી ભર્યા ફૂલને શિરે ચઢાવી સ્વસ્થ બને છે.
અહીં મને ઊંચા સૂરમાં અને પતિદેવનાં વર્તનમાં નકરો પ્રેમ જ દેખાય !