ડબલ સ્ટાન્ડર્ડ દુનિયા
ડબલ સ્ટાન્ડર્ડ દુનિયા
આજકાલ ટેલિવિઝન પર સ્ટાર પ્લસ ચેનલ પર આવતી સિરિયલ " અનુપમા " ખૂબ જ ધુમ મચાવે છે. જેમાં અનુપમાનો કિરદાર નિભાવનાર રૂપાલી ગાંગુલી છે. જેણે પોતાનો રોલ બખુબી નિભાવ્યો છે. દરેક સ્ત્રીનાં દિલમાં એક અનુપમા જીવે છે.
આપણાં સમાજમાં આજ પ્રોબ્લેમ છે. પુરુષ કંઈ પણ કરે તો માફ ! પણ જો સ્ત્રી ઘર બહાર જાય અને આગળ વધે કે કે કોઈ પદ હાંસલ કરે તો ઘરનાં અને પતિનો ઈગો ઘવાય છે. પુરુષ ઘર બહાર જાય અને અફેર કરે તો તેનાં સંબંધને સ્વિકારી લેવાય છે. પણ અનુપમા કોલેજ કાળનાં મિત્ર સાથે બિઝનેસમાં જોડાઈ તો તેને અલગ નજરથી જોવામાં આવે છે. બધાં જ નિયમો, કાયદાઓ સ્ત્રી માટે જ શા માટે ? તેમાં પણ એક સ્ત્રી કે જે સાસુ, જેઠાણી કે બીજા રોલમાં હોય તે પહેલાં વિરોધ કરે છે.
આવી માનસિકતાથી આપણે બહાર આવવાની જરૂર છે. સૌ પહેલાં તો એક સ્ત્રી એ સ્ત્રીની સિદ્ધિઓને સ્વિકારતા શીખવું પડશે. દરેક સ્ત્રીનાં સપનાંઓ હોય છે. પણ બધાનાં પુરા નથી થતાં. કેટલીક સ્ત્રીઓ પોતાના સપનાં પુરા કરે જ્યારે કેટલીક પોતાનાં સપનાંઓ દિલમાં ભંડારીને પોતાનું પુરૂ જીવન પરિવાર માટે જીવી નાખે. તો સપનાંઓ પુરા કરવાં કમર કસો... દુનિયાનું તો કામ જ બોલવાનું છે. પણ તમે તમારા ધ્યેય પર અડગ રહો. સમાજ, કુટુંબીજનો તો ડબલ સ્ટાન્ડર્ડ છે. તે બંને રીતે બોલશે. સ્ત્રી અને પુરુષનાં કાયદાઓ તેનાં માટે અલગ છે. બધી જ સ્ત્રીઓમાં એક અનુપમા જીવે છે. બસ જરૂર છે તેને યોગ્ય રાહ મળવાની ! તો રાહ કોની જુઓ ! શણગારો તમારાં સપનાંઓને.
