Arbaaz Mogal

Abstract

3  

Arbaaz Mogal

Abstract

ડાયરી

ડાયરી

2 mins
206


કેમ છો ? મિત્રો આશા છે કે આપ સહુ મજામાં હશો. હાલ સરકાર દ્વારા ઘણી બધી છૂટછાટ આપવામાં આવી છે છતાં પણ હું હજીય લોકડાઉનમાં હોઉં એમ જ ઘરમાં જ રહું છું. કારણ કે આપણે સૌ જાણીએ જ છીએ કે આ કોરોનાની મહામારીમાં સાવચેતી રાખવી ખૂબ જ અગત્યની છે એ માટે જ હું ઘરમાં જ રહુ કોઈ અગત્યનું કામ હોય તો જ હું બહાર જાવ છું. 

મિત્રો હું તમને પહેલા જ કહી દઉં કે હાલમાં હું એક વિદ્યાર્થી છું. હું અત્યારે બી.કોમ નું અભ્યાસ કરી રહ્યો છું. એટલે મારે સવારે ઓનલાઈન લેકચર હોય, સવારના પહેલા હું ઊઠીને નાહી ને નાસ્તો કરીને ઓનલાઈન લેકચર એટેન્ડ કરતો હોવ છું જૂન મહિનો ચાલુ થઈ ગયો હતો પણ છતાં પણ સમેસ્ટર પૂરું થયું ન હતું એનો કોર્સ પણ બાકી હતો એટલા માટે કોલેજમાં કોર્સ પૂરું કરાવતા હતા. અને ત્યાં જ સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો કે અન્ડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીને એમ.બી.પી. આપવામાં આવશે એટલે પરીક્ષા નઈ લેવાય અને પાસ કરવામાં આવશે પણ મેરીટ મુજબ. 

ત્રણ થી ચાર દિવસ થયા જેને સંપૂર્ણ કોર્સ પૂર્ણ થયો. અમને એમ હતું કે આ વર્ષે વેકેશનતો ભૂલી જ જવાનું ! પણ મળ્યો ખરો હો. લેકચર શરૂ હતા ત્યારે બધા વિદ્યાર્થી કહેતા હતા કે વેકેશન આપો ! વેકેશન આપો ! હવે એજ કહે છે કે લેકચર શરૂ હોતતો સારું હોય જાણે એ લોકો કંટાળી ગયા હોય એમ જ લાગે છે. 

મારી વાત કરુંતો હું પણ કંટાળી ગયો છું આખો દિવસ જો ઘરમાં રહેવું પડે છે કેમ કે સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે પણ કોરોના હજી પણ ગયો નથી. સવારે નાસ્તો કરું અને બેસીને યૂટ્યૂબ વિડિઓ જોતો હોવ છું એમાંથી કંટાળીને કોઈ ઇ-બુક અથવા મેગેજીન વાંચતો હોવ છું. મને ટી.વી. જોવામાં ખાશો રસ નહીં એટલે એવું નઈ કે નથી જોતો પણ આખા દિવસમાં માત્ર દસ પંદર મિનિટ જોતો હોવ છું. એક વાત કહું કે હજી પણ મને કાર્ટૂન જોવાનો રસ એટલે મોબાઈલમાં કાર્ટૂન જોતો હોવ છું એ પણ એકાદ ભાગ જોઉં. 

એટલે બપોર પડે જમીને થોડીવાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોતો હોવ છું જમીને મને નીંદર આવે એટલે બપોરે થોડીવાર સુઈ જવાની આદત. રાજકોટના લોકો એક થી ચાર બધું બંધ રાખે કેમ કે એક થી ચારમાં નિરાંત હોય બધા થોડીવાર સુતા હોય કોઈ જ કજીયો કે રાડમ રાડ નઈ, આવા તડકામાં કોણ નીકળે.

આખો દિવસ ઘરે જ રહીએ તો શરીરને પણ થોડી મુવમેન્ટ જોઈએને એટલા માટે શેરીમાં હોવ કાતો ટેરેસ્ટ ઉપર જઈને બેસું. અમારી સોસાયટીમાં પણ ઘણા બધા લોકો એજ સમયે અને રાત્રે ટેરેસ પર બેઠા હોય આ મજાની હવા આવતી હોય ઘરમાં રહેવા કરતા અગાસી ઉપર જ રહેવું ગમે પણ મજા આવે હો. કોઈ મિત્રો જોડે વાત કરું તો કોકની મસ્તી કરું આવી જ રીતે મારો આખો દિવસ પસાર થાય.


Rate this content
Log in

Similar gujarati story from Abstract