Arbaaz Mogal

Children Stories Horror Inspirational

3  

Arbaaz Mogal

Children Stories Horror Inspirational

અંધ વિશ્વાસ

અંધ વિશ્વાસ

3 mins
261


એક ગામ હતું. એમાં એક સ્ત્રી રહેતી હતી. સ્ત્રી એ કાળુ જાદુ જાણતી હતી. એનુ નામ કિના હતું. આખું ગામ એનાથી ડરતું હતું. એ ઊડતાં પંખીડાને નીચે પાડતી હતી. આ દ્રશ્ય સૌએ પોતાની આખેથી જોયુ હતુ. એટલે સૌ ગામ જાણો એ જેવુ કહેતી હતી એ એવું કરતા હતાં.

ગામમા એક મગન બાપા રહેતા હતાં એ પોતે એક કરિયાણાની દુકાન ચલાવતા હતાં. એમને બે બાળકો હતાં એ કોલેજમાં અભ્યાસ કરતા હતાં.

એક વાર કિના મગનની દુકાને આવે છે થોડુ ઘર માટે સામાન લઈ જાય છે. મગન બાપા એને સામાન આપે છે એટલે એ કિના કહે છે " બીજીવાર આવીશ ત્યારે આના રૂપિયા આપી દઈશ "

મગન બાપાને થોડી બીક હતી એટલા માટે મગન બાપા એમને ના પાડી શકતા ન હતાં.

" હા કાઈ વાંધો નહીં તમે લઈ જાઉં , પછી આપી દેજો "

એમ એમ એક મહિનો વીતી જાય છે. છતાં પણ કિના આવતી નથી હવે મગન બાપાને એમ થાય છે કે હવે એ નહીં આવે.

એ વાતને આમ એક મહિનાને અને સાત ખાન દિવસો થઈ ગયા હતાં. મગન બાપા એ વાત ભૂલી જવાના વિચારમાં હતાં. ત્યારે તો બીજા જ દિવસે કિના આવે છે. હવે મગન બાપાને એમ થાય છે કે હવે મળી જાશે.

કિના એ પાછું એક મહિનાનો કરિયાણું લઈ છે. જ્યારે મગન બાપા પૈસાની વાત કરે છે કે પૈસાનું શું થયુ એટલે એ કહે છે " બીજીવાર આવીશ ત્યારે આપી દઈશ, અત્યારે મારી પાસે પૈસા નથી "

ત્રીજીવાર આવે છે ત્યારે પણ કિના પૈસા નથી આપતી હવે મગન બાપા સમજી જાય છે કે આ હવે પૈસા આપશે નહીં એટલે મફતમાં લઈ જતી હોય છે.મગન બાપા કિનાને પૈસાનુ પૂછતા નથી એમનામાં કરિયાણું આપે છે. મગન બાપાની આવી બીક જોઈને કિનાને લાગે છે એટલે એ ગામમાંથી ઉધાર લઈને આવે અને પૈસા આપે નહી.

મગન બાપાએ બીકના કારણે છેલ્લા પાંચ વર્ષથી એને મફતમાં અનાજ આપતા હતાં. એ પણ મોકનું ફાયદો ઉપાડતી હતી. દર વખતે આવે એટલે પૈસા ન આપે.

એમ એમ ઘણા સમય સુધી આવું ચાલે છે. જો કોઈ બળજબરી પૂર્વક પૈસા માંગે તો એને પખી નીચે પાડી નાખે છે એટલે તને પણ મારી નાખીશ આવી ધમકી આપતી હતી. હવે જીવ કોને વ્હાલો ન હોય એટલે એ લોકો એને મફતમાં આપી દેતા હતાં.

એક વાર મગન બાપા દુકાને બેઠા હોય છે ત્યારે એમને હૃદયનો હુમલો આવતા એમનું મૃત્યુ થાય છે. એટલે મગન બાપાની જગ્યા પર એમનો છોકરો આવે છે.

હવે એમનો છોકરો કૈલાશ દુકાન સંભાળતો હોય છે. એ આમ ભણેલ ગણેલ હતો એટલે અંધવિશ્વાસમાં માને નહી અને જે માનતા હોય એને આવું કઈ હોતું નથી એવી રીતે એને સલાહ આપીને સમજાવે.

એકવાર કિના દુકાને આવે છે. અને માલ લઈને જતી હોય છે ત્યારે કૈલાશ રોકે છે કે ક્યાં જાવ છો આના પૈસા કોણ તમારા બાપા આવશે.

એટલે કિના એમ કહે છે કે " હું કાળું જાદુ જાણું છું ઉડતા પંખીને નીચે પાડી દઉં છું. ક્યાંય તારું પણ જીવ લય શકું છું "

કૈલાશ આમ ભણેલો હતો એટલે એ માનતો નથી અને કહે છે " પહેલા જુના પૈસા આપી જાવ પછી કરિયાણું લઈ જજો મારા બાપા પાસે બઉ લીધું હવે હું ચલાવી નહીં લઉં "

એમ કહીને કૈલાશ એને ના પાડી દઈ છે એટલે કિના ક્રોધે ચઢે છે અને કહે છે " જો આ ઉડતા પંખીને નીચે પાડી દઉં એવી રીતે તને પણ મારી નાખીશ "

એમ કહી કિના પંખીને નીચે પાડવાની કોશિશ કરે છે પણ પંખી નીચે પડતું નથી. એક વાર ગામ લોકોને જોઈને માની લીધું હતું એ કોઈ સંજોગોમાં એવું થયું હશે. પણ ખરેખર આવું કાય હોતું નથી.

કૈલાશતો કિના પાસેથી જુના બધા બાકી પૈસા કઢાવે છે. અને કૈલાશની જીત થાય છે અને કોની હાર થાય છે.

ખરેખર આવુ કાળું જાદુ હોતું નથી અને આ બધુ અંધવિશ્વાસ છે એટલે આવી વાતમાં વિશ્વાસ ન કરવું કૈલાશ જેવું બનવું.


Rate this content
Log in