બહેનને પત્ર
બહેનને પત્ર
પ્રિય,
મારી વ્હાલી, બહેન
અંજલી
કેમ છો તું? આશા છે મજામાં જ હોઈશ, આજે મારા જુના પુસ્તકો મૂકતો હતો એમાંથી મને એક પત્ર મળ્યો મને થયું કે મારી વહાલી બહેનને પત્ર લખું. મને યાદ છે કે જયારે મારો જન્મ થયો ન હતો. ત્યારે તું મમ્મીને કહેતી હતી કે " મમ્મી મારે ભાઈ કેમ નથી !, મારે ભાઈ જોઈએ છે. " ત્યારે મમ્મી કહેતી હતી કે " જો તારે ભાઈ જોતો હોય તો તારે ભગવાનને કહેવું પડશે! " ત્યારે તું દરરોજ સવારે ભગવાનને પ્રાર્થના કરતી કે મારે ભાઈ જોઈએ છે. અને થોડા જ સમયમાં મારો જન્મ થયો. તને યાદ છે કે તેજ મારું નામ રાખ્યું હતું.
તને પેલું યાદ છે કે હું નાનો હતો. ત્યારે મમ્મી દૂધ પીવા માટે આપતા હતા. ત્યારે હું આવું એ પહેલા તું એ દૂધ પી જાતી હતી અને હું જ્યારે રડતો ત્યારે કહે હતી કે એતો બિલાડો પી ગયો. તને યાદ છે કે આપણે બને એક સાથે હાથ પકડીને સ્કૂલે જાતા હતા. એક વાર વિકીએ મને માર્યો હતો એટલે રડતો રડતો તારી પાસે આવેલો ત્યારે એ દિવસે તો વિકીનું આવી જ બન્યું હતું. મને કોઈ હેરાન કરે એટલે એનું આવી જ બને તું એના ઘરે જઈને ઝઘડીને આવતી.
એકવાર બાજુવાળા રમીલા માસી મને ખિજાના હતા. ત્યારે તું એના ઘરે જઈને ઝઘડીને આવી હતી. ભલેને મારો વાંક કેમ ન હોય, પરંતુ મને તું હેરાન જોઈ શકતી નહીં. એકવારની વાત છે મમ્મી મને ખિજાના હતા ત્યારે હું બહાર ચાલ્યો ગયો હતો એ દિવસે તું મને જમ્યા વિના આકળા તડકામાં પણ શોધતી હતી. અને સાંજે પાંચ વાગ્યે ઘરે આવ્યો હતો ત્યારે બને સાથે જ જમ્યા હતા.
રાત્રે એક સાથે લેશન કરવા બેસતા ત્યારે મને કંઈ આવડતું નહીં ત્યારે તુજ મને શીખડાવતી હતી. એકવારની વાત છે પરીક્ષા ચાલી રહી હતી અને હું મારો કંપાસ ઘરે ભૂલી ગયો હતો. ત્યારે ચાલુ પરીક્ષામાં બારી પાસે ઊભો રહીને કહેતો " બેન પેન્સિલ ભૂલી ગયો. ત્યારે તું પેન્સિલ આપતી. થોડી વાર પછી પાછો આવતો " બેન રબર ભૂલી ગયો " ત્યારે ખિજાયને રબર આપતી એ દ્રશ્ય મને હજી સુધી યાદ છે.
સાંજે આપણે એક બીજાનો ભાગ શેર કરતા હતા. બને જે પણ લાવ્યા હોય એક થાળીમાં કાઢીને બને ખાતા હતા. અને હું જે પણ કહેતો હતો એ બધું જ બનાવી આપતી હતી. એક વારની વાત છે. મને પીઝા ખાવાનું મન થયું હતું તે ક્યારેય પણ બનાવ્યું ન હતું છતાં પણ તે બનાવીને મને ખવડાવ્યું હતું.
એકવાર મને પગમાં ફેક્ચર થયું હતું. ત્યારે મને નીંદર આવતી ન હતી. તું આખી રાત જાગતી હતી. અને મારે જે પણ જોઈતું હોય એ આપતી હતી. જ્યાં સુધી મને સારું થયું નહીં તું મારી બાજુમાં જ બેસતી હતી. તને યાદ છે કે આપણે ટીવી માટે ઝઘતા હતા એ તારે સિરિયલ જોવી હોય અને મારે કાર્ટૂન જોવું હોય ત્યારે એક બીજા ઉપર ઓશીકાથી ઘા કરીને ઝઘડતા હતા. જ્યારે પણ મને કંઈ પ્રોબ્લમ હોય તો સૌથી પહેલા હું તને કહેતો, ત્યારે તું કહેતી હતી " ભાઈ થઈ જાશે " મારા બધા જ સિક્રેટ તને ખબર હોય એટલે ક્યારેક ક્યારેક બ્લેકમેલ પણ કરતી હતી. આવાતો અનેક કિસ્સાઓ છે.
ઘણો સમય થયો તું રોકાવા આવી નથી, વેકેશન પણ આવી રહ્યો છે હવે ઝડપથી આવ તારો ભાઈ તારી વાટ જોઈ રહ્યો છે.
લી. તારો વ્હાલો ભાઈ

