પડછાયો
પડછાયો
'ભૂત હવેલી' જેમાં વાત કરી એ પ્રમાણે મારા ઘરથી થોડે દૂર એક જૂનું રેલવે સ્ટેશન આવેલું છે, અત્યારે એ સાવ ખંડેર હાલમાં પડ્યો છે, ત્યાં હાલતાને ચાલતા કોઈનું મર્ડર કે કોઈ આત્મહત્યા કરતા હોય છે, તો વળી કોઈક પાતે કપાઈને મરી જાતા હોય છે.
એકવારની વાત છે, મારી સામે રહેતો એક રાજુ નામનો છોકરો ઘરમાં કોઈ કજિયો થયો હશે જેના કારણે ઘરેથી ભાગી ગયો હતો, એને એક જ જિદ પકડી હતી કે હું મરી જાઈશ મારે મરી જાવું છે...
એટલે કજિયો થયો ત્યારે રાત પડી હતી એટલે એ જૂના રેલવે સ્ટેશને જાય છે, ત્યાંના સ્થાનિક લોકો હતાં તે હંમેશા કહેતા હતાં કે રાત પડે એટલે કોઈ ડાકણના રડવાનો આવજ આવે છે તો થોડીવારમાં મોટા આવજે હસતી હોય છે... આવા અનેક પ્રકારના અવાજો આ હવેલીમાંથી આવતા હતા.
એનેતો કોઈ જાતની બીક ન હતી એટલે એ અંદર તો ચાલ્યો જાય છે પણ આવા આવાજના કારણે થોડી બીક લાગતી હતી. એ રૂટ એવો છે કે દસ દસ મિનિટમાં કોઈને કોઈ ટ્રેન ત્યાંથી પસાર થતી હોય છે. એ અંદર બેઠો હોય છે.
એ સ્પષ્ટપણે મહેસૂસ કરી શકતો હતો કે મારી આજુ બાજુ કઈ હલચલ થાય છે પણ કોણ કરે છે એની ખબર પડતી નથી, એ પાછળ ફરીને જોવે છે એને એક પડછાયો દેખાય છે જિંદગીમાં ક્યારેય કોઈ ભૂત પ્રેત જોયું ન હતું આજે એનો સામનો એક પડછાયા સાથે થયો હતો.
સામેથી કોઈ ટ્રેન આવતી હોય છે એવું એને લાગ્યું સતતને સતત ટ્રેનનો અવાજ સંભળાતો હતો. એ વિચારે છે કે અહીંથી ભાગી જવાય નકર હું ખરેખર મરી જાઈશ, મેં મારા ખુદના પગ ઉપર કુહાડો માર્યો છે. એવી હાલત હતી.
ટ્રેન હવેલી પાસેથી પસાર થતી હતી ત્યાંજ એ આત્મા રાજુની બાજુમાં આવતી હતી એ પડછાયાએ પોતાની શક્તિ વડે રાજુને ઊભો કર્યો અને ટ્રેન તરફ ધક્કો મારે છે. એ ટ્રેન તરફ ખેંચાતો જાતો હતો, એને વિચાર આવે છે કે મારી પાસે દોરો છે જેનાથી કોઈ પણ ભૂત કે આત્મા એનાથી છેટી વયી જાય છે એને એ દોરો કાઢી એની તરફ કર્યો ત્યાંતો એની શક્તિઓ ઓછી થવા લાગી.
રાજુ માંડ માંડ બચ્યો અને ટ્રેન પુરી થઈ ત્યાંતો હરી કાઢીને ભાગી ગયો.

