Arbaaz Mogal

Children Stories Comedy Drama

4  

Arbaaz Mogal

Children Stories Comedy Drama

ગોરીલો

ગોરીલો

2 mins
279


ગોરીલો એ કલ્પેશનો મિત્ર હતો. એનું નામ નરેશ હતું પણ કોઈ એને નરીયો કહે કે કોઈ એને ગોરીલો કહેતો. એ આમ સીધો હતો પણ ઘણી વાર એવી હરકતો કરતો અમે અને સામેવાળી વ્યક્તિ હસી હસી ફિનલા વળી જાતા. અમે તો એને ગોરીલો જ કહેતા હતા, કારણ કે એ ગોરીલા જેવોજ દેખાતો હતો હવે ચાલો શરૂ કરીયે.

કલ્પેશ અને ગોરીલો બંને એક જ કારખાનામાં કામ કરતાં હતા. કલ્પેશએ પટ્ટા ધસવાનો કારીગર હતો અને ગોરીલો હજી કામે આવ્યો હતો એનો બીજો જ દિવશ હતો. કલ્પેશ એને પટ્ટા કેમ ધસાય એ શિખડાવતો હતો એ જોઈને શિખતો પણ હતો પણ કલ્પેશે બેથી ત્રણ વાર શિખડાવ્યુ કે આમ પટ્ટા ધસાય આમ પટ્ટા ધસાય પણ એના મગજમાં આ વાત ઊતરતી જ ન હતી. કલ્પેશનો મગજ ગયો અને કહ્યું “એલા... મગજ વિનાના તારામાં બુધ્ધિ જેવુ કાઇ છે કે નહીં ?“ કલ્પેશને થયું કે આને હજી એક વાર શિખડાવી જોવ જો આવડેતો સારું, તે એને પટ્ટા ધસતા શિખડાવી પટ્ટા ધસતો હોય છે.

પછી જાઈને જોવે છે છતાં પણ એને પટ્ટા કેમ ધસાય એ એને આવડ્યું ન હતું. કલ્પેશ તો અતિશય ધુસ્સે થઈને કહે છે કે “એલા... અકકલ મથીના તારામાં બુદ્ધિ જ નથી. આલે એક કામકર કારખાનની બહાર દુકાન છે ત્યાથી પાંચવાળી વિમલ લેતો આવ અને દસની બુધ્ધિ લેતો આવ.' એતો અકકલ મથીનો દુકાને ગયો અને કહ્યું

ગોરીલો : પાંચ રૂપિયાની વિમલ આપો અને દસ રૂપિયાની બુધ્ધિ આપો

આ સાંભરી દુકાનદાર પણ ગોટે ચડ્યો ધડિક રહીને કહ્યું “એલા શું જોઈ છે”

ગોરીલો : પાંચ રૂપિયાની વિમલ આપો અને દસ રૂપિયાની બુધ્ધિ આપો

દુકાનદાર : તારી પાસે પાંચ રૂપિયાની વિમલ મંગાવી હશે અને દસની બુધ્ધાલાલ મંગાવી હશે જા પૂછતો આવ

ગોરીલોતો દોડતો દોડતો કલ્પેશની પાસે આવે છે અને કહે છે કે “પાંચવાળી વિમલ અને દસની બુધ્ધાલાલ લેવાની છે."

કલ્પેશ : ના ના પાંચની વિમલ અને દસની બુધ્ધી લેતો આવ.

ગોરીલો દુકાનદાર પાસે જાય છે અને કહે છે, 'પાંચવાળી વિમલ અને દસની બુધ્ધિ આપો.

આ સાંભરી દુકાનદાર લાલચોર થઈ જાય છે એને એમ કે આ મારી મસ્તી કરતો હશે એટ્લે દુકાનદારે એક તમાચો જીકયો

દુકાનદાર : હજી એક મારીસ ને નઈ હોય તો પણ વધી જાશે.

ગોરીલો દોડતો દોડતો કલ્પેશ પાસે આવે છે અને કહે છે...

ગોરીલો : એલ્લા ઓલ્લા એ બુધ્ધિ નો આઈપી અને એક તમાચો માર્યો અને કહ્યું કે હજી એક દઈસ તો નઈ હોયતો પણ આવી જાસે.

કારખાનામાં કામ કરતાં બધા જ દાત કાઢી કાઢીને ફિનલાવળી ગયા. આવો છે અમારો ગોરીલો છેને ગજબ આઈટમ.


Rate this content
Log in