Arbaaz Mogal

Children Stories Inspirational Thriller

4.0  

Arbaaz Mogal

Children Stories Inspirational Thriller

એ તારે દીકરો નથી ?

એ તારે દીકરો નથી ?

2 mins
186


એક પરણિત સ્ત્રી હતી તે ઘણા સમયથી એકાઉન્ટર તરીકે કામ કરતી હતી...સવારનો સમય હતો એ ઓફિસે આવે છે તેની જગ્યા પર આવી ફાઈલ લઈને પોતાનું કામ શરૂ કરે છે... હજુ બે મિનિટ જેવુ થયું હતું એવામાં એના ફોનની રિંગ વાગે છે...એ ફોને ઉપાડે છે...ત્યાતો એક નવી મદદનીશ આવે છે એની બાજુમાં એનું ટેબલ હોય છે ત્યાં બેસે છે.

ફોનમાં સામે છેડેથી : કેમ છે અવની, મજામાં છો...?

( ઓલી મદદનીશકર્મી આ આખી વાત સાંભળતી હોય છે )

અવની : હા મજામાં... તું શું કરસ...

સામેથી : હા હું પણ મજામાં આજો ફ્રી થઈ એટ્લે તને ફોને કર્યો.... અંજલી શું કરે છે...

અવની : અંજલી પણ મજામાં છે

સામેથી : હાલ તારા ભાઈ આવી ગ્યાં છે, ફોન મૂકું છું.

( એમ ફોન મૂકે છે )

ત્યારે નવી આવેલી મદદનીશકર્મી અવનીને પૂછે છે કે તમારે એક જ છોકરી છે...છોકરો નથી...?

અવની થોડીવાર શાંત રહે છે પછી જવાબ આપતા કહે છે

અવની : હા... મારે એક જ છોકરી છે છોકરો નથી.

મદદનીસકર્મી : એ છોકરી કેટલા વર્ષની છે ?

અવની : દસ વર્ષની છે...

મદદનીસકર્મી : ઓહહ... છોકરો નથી, અરે એવું હોતું હશે વારસદાર તો જોઈએ જ ને ?

અવની : તો શું થયું કે છોકરી હોય તો, બાળક તો ઈશ્વર દ્વારા અપાયેલા આશીર્વાદ છે...એમાં છોકરો હોય કે છોકરી શું ફેર પડે ?

મદદનીસકર્મી : પણ છોકરોતો હોવોજ જોઈ ને.

પછી અવની હસતાં હસતાં બોલે છે

અવની :ના ના મારે કોઈ છોકરી નથી મારે બે સંતાન છે એ બંને છોકરા છે... અને છોકરીની વાત કરી એ મારા ભાઈની દીકરી હતી.

આ સાંભળી પેલી મદદનીસકર્મી થોડીવાર કઈ ન બોલી...પછી હસતાં હસતાં જવાબ આપ્યો...

મદદનીશકર્મી : શું મેડમ મજાક કરો છો...

ત્યારે અવની ખડખડાટ હસી પડી...

ત્યાર પછી અવનીએ પોતાના કામે વળગી...

ખરેખર આપણે માની છીએ કે ઓછી ભણેલી વ્યક્તિ માનસિક રીતે પછાત હોય છે, પણ એવું નથી પણ ભણેલ ગણેલ વ્યક્તિ પણ આવી માનસિકતા રાખે છે એ મદદનીશકર્મી સીએ ભણેલી હોવા છતાં પણ આવી હલકી માનસિકતા રાખે છે... અને હજુ પણ બાળકને તેની જાતિથી મહત્વ આપવામાં આવે છે.


Rate this content
Log in