Arbaaz Mogal

Drama

2  

Arbaaz Mogal

Drama

વરસાદ

વરસાદ

2 mins
120


સાંજના સાત વાગી ગયા હતાં. રીટા ઓફિસમાં બેસીને કામ કરી રહી હતી. એને વીજળીનો અવાજ સંભળાય છે એટલે એ ઊભી થઈને બહાર બાલકનીમાં જઈને જોવે છે કે વતવારણમાં ફેરફાર થઈ ગયો છે. આકાશની અંદર વીજળીના કડાકા અને ભડાકા થઈ રહ્યા હતા. જાણે એવું જ લાગતું હતું કે આભ તૂટી પડશે. 

હા ખરેખર એવું જ થયું, જાણે આભ તૂટી પડ્યું હોય એવી સ્થિતિ થઈ ગઈ. અમારા કોમ્પ્લેક્ષમાં ઘણા લોકો સાત વાગ્યે છૂટા થઈ જતા હોય છે. એ લોકો નીચે પાર્કિંગમાં ઊભા હતા કેમ કે એ હજી નીકળે એ પહેલાંતો વરસાદ શરૂ થઈ ગયો હતો. ઘણા લોકો વરસાદમાં પલળતા પણ ઘરે જઈ રહ્યા હતા. 

રીટા આ બધું બાલકની પરથી જોઈ રહી હતી. થોડી જ વારમાં રોડ ઉપર પાણી પાણી થઈ ગયું. આવા વરસાદની અંદર ઘણાની ગાડી બગડી ગઈ હતી એ લોકો ગાડીને ધક્કો મારીને ઘરે લઈ જતા હતા. એવો વરસાદ આવી રહ્યો હતો કે થોડી જ વારમાં પાણી પાણી થઈ ગયું હતું. રીટા બહાર આ બધું જોઈ રહી હતી. વરસાદ વેગ પકડે છે એટલે એ પલળી ન જાય એ માટે અંદર જાય છે. 

ત્યાં જોવે છે નિકી, વિવેક એ બધા ભજીયા ખાઈ રહ્યા હતા. એમને વરસાદી વાતાવરણને જોઈને ભજીયા મંગાવ્યા હતાં. વડાપાઉં, દાળ ભજીયા વગેરે... આ જોઈને રીટા પણ ભજીયાનો આનંદ માણવા લાગી.

રીટાએ પોતાનું કામતો પૂરું કરી નાખ્યું હતું. હવે ઘરે જવાનું હતું. આજ સવારથી જ એવું લાગતું ન હતું કે વરસાદ આવશે બપોર પછીથી અચાનક જ વાતાવરણમાં ફેરફાર થયો અને અત્યારે ઘમધોકાર વરસાદ વરસી રહ્યો છે. બધાને ઘરે જવું હતું પણ કોઈની પાસે રેઈનકોર્ટ હતું નહીં. 

હવે શું કરી સમયમાં પણ વધારો થઈ રહ્યો હતો અને વરસાદ રોકાવાનું નામ લઈ રહ્યો ન હતો. બધાએ પલળતા જ ઘરે જવાનું નક્કી કર્યું. રીટા નીચે પાર્કિંગમાંથી સ્ફુટી કાઢીને ઘરે જવા નીકળે છે. 

એ અને નિકી બનેને વરસાદમાં જવાનું મન થતું ન હતું પણ શું કરીએ જવું પડે એમ હતું. એ લોકો પલળતા જાય છે સાથે સાથે મોજ કરતા મસ્તી કરતા ઘરે જઈ રહ્યા હતા. 


Rate this content
Log in

Similar gujarati story from Drama