ગોરીલો કરફ્યુની મુલાકાતે
ગોરીલો કરફ્યુની મુલાકાતે
22 માર્ચ 2020નો દિવસ હતો. એ દિવસ તમને પણ યાદ હશે કે એ દિવસે આપના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એ જનતા કરફ્યુનું એલાન કર્યું હતું તે દિવસે સવારના સાત વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી ઘરે રહેવાનું.
જનતા કરફ્યુના દિવસે હું અને મારો મિત્ર કલ્પો બંને બહારે બેઠા હતા. અમે બંને વાત કરતાં હતા એવામાં હું જોઈ ગયો કે આ ગોરીલો આવે છે મે કલ્પાને કહ્યું કે “આ જોતો ગોરીલો જ છેને” કલ્પો “હા. હા. ગોરીલો જ છે.” એની ચાલવાની આદત એવી કે એ ચાલીને આવતો હોય જેમ ગોરીલો ચાલીને આવે એમ જ એ ચાલે તેથી એની સ્ટાઈલથી અમે સૌ પરિચિત હતા. તેથી તે છેટેથી આવતો હોય તો પણ અમે એને ઓરખી જાય કે આ ગોરીલો છે.
ગોરીલો અમારી પાસે આવ્યો “કા કલ્પા કેમ છે ? કેવું ચાલે છે જનતા કરફ્યુ” કલ્પેશ “આ જો બેઠા છી આખો દિવસ આપની જૂની રમત રમવાનો વિચાર છે. ઈંસ્ટો, કેરમ, ચેસ આ રમત રમવાનો વિચાર છે તારો શું વિચાર છે” ગોરીલો કઈ પણ બોલતો નથી અમારી સાથે બેસે છે પછી અચાનક શું થાય છે એને કહે છે “હાલ કલ્પા અને અરબાઝ આપણે જનતા કરફ્યુ જોવા જાઈ, જોવી કે આ જનતા કરફ્યુ કેવો હોય હાલ. હાલ."
એમ તો અમે બંને ના પડતાં હતા પણ એ ગોરીલો સમજે તો એ ગોરીલો ન કહેવાય અમને પરાણે લઈ જાતો હતો. મે વિચાર્યું કે આને સમજાવું કે આ કરફ્યુ શું છે એને જરીક પણ ખબર ન હતી કે આ કરફ્યુ કોને કહેવાય. મે કહ્યું કે “તને ખબર છે આ કરફ્યુ શું છે, આમાં શું કરવાનું હોય.” મારી વાત વચ્ચેથી કાપી નાખી.. કલ્પાને કહે “આ અરબાઝયો નો આવે તો કઈ નહીં પણ તુંતો હાલ મારો ભાઈ નઈ.” મે કલ્પાને કહ્યું કે “આજે તારો મરો ,આજે તો તારું આવી બન્યું એ તો માર ખાસે પણ તને પણ ખવડાવશે તારા પગ કે વાહા સાજા નઇ રહે”
ગોરીલાની આદત એવી પોતેતો સલવાય અને બીજાને પણ સલવારે ગોરીલોતો કલ્પાને ખેચીને લઈ ગયો. મે વિચાર્યું કે ગોરીલોતો માર ખાસે અને કલ્પાને પણ ખવડાવશે એટ્લે કલ્પાને બચાવું પડશે. હુતો એ બંનેની પાછર પાછર ગયો. મે કલ્પાને કહ્યું “કલ્પા. આ ગોરીલાની સંગાથે નો ચર પગ અને વાહા સજા નઇ રહે”
તમે રાજકોટના ભૂગોળથી પરિચિત હોવ તો પારેવડી ચોક તરફ ગોરીલો જાતો હતો. ગોરીલો આગર આગર અમે બંને પાછર પાછર. અમે બંને તેની સાથે થઈ ગયા સામે પારેવડી ચોક હતો ત્યાં ચાર-પાંચ પોલિસવાળા ઊભા હતા. મે કલ્પાને કહ્યું “કલ્પા. શાંતિ રાખજે"
કલ્પાએ ગોરીલાને ચાવી ભરાવાની શરૂ કરી “આપણે પોલીસ પોલીસથી કાઇ નો બીવી હો. માર ખાઈ એ બીજા આપણે નઇ” આ સાંભરી ગોરીલો ફૂલ ફોમમાં આવી ગયો. ગોરીલો તો અમારા બંનેથી આગર ચાલતો હતો. ચાલતો ચાલતો પોલીસ પાસે પહોચ્યો.
પોલીસે કહ્યું “ક્યાં જાસ” ગોરીલો “કરફ્યુ જોવા આવ્યો છું, જોવ છું મને તો કોઈ દેખાતું નથી” આ સાંભરી પોલીસવાળા એ ધોકાવાળી કરી ગોરીલો “ ના સાહેબ ના રેવાડો મને, આ પ્લાનતો મારા ભાઈબંધ કલ્પાનો અને અરબાઝયાનો છે. ગોરીલોતો પાછર ફરીને જોવે છે. અમે બંને માથી એક પણ ન દેખાના.
અમે બંનેતો ભાગી ગયા. એતો લંગડો લંગડો ચાલતો કલ્પાનાં ઘરે આવ્યો કહે “ આજે કરફ્યુ જોઈ લીધું, હવે કોઈ દી કરફ્યુ જોવા નઇ જાવું પગ સોજાદી દીધા."
ત્યાર પછી લોકડાઉન થયું. હવે ધરની બહાર નીકળતા પણ બીવે. આવો છે અમારો ગોરીલો.
તેથી જોજો હો તમેં પણ ગોરીલા જેવું ન કરતા.
