STORYMIRROR

Arbaaz Mogal

Tragedy

3  

Arbaaz Mogal

Tragedy

કેમ છે આવા લોકો !

કેમ છે આવા લોકો !

3 mins
244

એક દિવસની વાત દરરોજની જેમ સ્કૂલ શરૂ થઈ, પ્રેયર પૂરી થઈ કલાસ શરૂ થયા દરરોજની જેમ રીસેસ પણ પડી, બધા વિદ્યાર્થીઓ પોત પોતાનો નાસ્તો લઈને ગ્રાઉન્ડમાં નાસ્તો કરવા ગયા હતા. પણ ક્લાસમાં એક પ્રિયા નામની છોકરી હજુય ક્લાસમાં બેઠી હતી.

એ ઉતાવળમાં ને ઉતાવળમાં નાસ્તો લેતા ભૂલી ગઈ હતી, બધા વિદ્યાર્થી ગ્રાઉન્ડમાં હતા. આ એક જ છોકરી જે ક્લાસમાં એકલી બેઠી હતી. થોડીવાર સુધી ક્લાસમાં જ બેસે છે થોડી વાર પછી એ ઊભી થઈને પાણી પીવા માટે બહાર જાય છે પાણી પીને આવીને ક્લાસમાં બેસી જાય છે. હવે એનાથી રહેવાતું ન હતું એટલી બધી ભૂખ લાગી હતી સવારે નાસ્તો પણ કર્યો ન હતો.

હવે એને ખબર હતી એની બહેનપણી નેહા પાસે નાસ્તો હશે, એ નેહાને પૂછ્યા વિના એના બેગમાંથી નાસ્તો લઈને ખાવા લાગે છે. એવામાં કોઈ કારણોસર એક છોકરો ક્લાસમાં આવે છે પ્રિયાને નેહાના બેગમાંથી નાસ્તો કાઢીને ખાતી જોઈ જાય છે.

" એ નાસ્તા ચોર... એ નાસ્તા ચોર... " મસ્તીમાંને મસ્તીમાં કહે છે.

પ્રિયાને સારું લાગતું નથી કે એની ગણના એક ચોરમાં કરે છે. હવે આ વાત આખા ક્લાસમાં ફેલાય જાય છે. નેહાને પણ ખબર પડી જાય છે.

" તે નાસ્તો જ લીધો છેને બીજું કાંઈતો તે કર્યું નથી, મારો નાસ્તો હતો મને કાઈ વાંધો નથી બીજાને શેનો હોય એટલે તારે કાય મગજમાં લેવાની જરૂર નથી " એમ કહીને નેહા પ્રિયાને પ્રોત્સાહન આપે છે.

બીજો દિવસ થાય પ્રિયાતો એ વાત ભૂલી પણ ગઈ હતી પણ ઓલો છોકરો હજીય ભૂલ્યો ન હતો. એ કલાસ શરૂ થાય એ પહેલાં " એ નાસ્તા ચોર, એ નાસ્તા ચોર " એમ કહીને ચીડવતા હતા. એને જોઈને આખો કલાસ જોરજોરથી બોલતા કે " એ નાસ્તા ચોર, એ નાસ્તા ચોર "

પ્રિયાને એમ હતું કે બે ત્રણ દિવસ ચીડવાસે પછી ભૂલી જાશે. આમને આમ 6 મહિના જેટલો સમય વીતી જાય છે પણ એ લોકો હજુય ભૂલ્યા ન હતા. નેહાએ પણ એને સમજાવ્યું કે ભૂલી જા આની ઉપર ધ્યાન ન આપ.

એક દિવસ રીસેસ પડી હતી બધા વિદ્યાર્થી ગ્રાઉન્ડમાં નાસ્તો કરવા ગયા હતા. પ્રિયા એકલી જ ક્લાસમાં બેઠી હતી. રીસેસ પૂરી થાય છે બધા વિદ્યાર્થી ક્લાસમાં આવીને જોવે છે તો પ્રિયાએ ગળે ફાંસો ખાધો હતો. એની બેગ ઉપર એક ચિઠ્ઠી હતી.

એક દિવસની વાત છે હું મારો નાસ્તો લેતા ભૂલી ગઈ હતી, મેં નેહાનો નાસ્તો લઈને ખાધો, એવામાં એક છોકરો નાસ્તો કાઢીને મને ખાતા જોઈ જાય છે કે ત્યારથી આજ સુધી 6 મહિના જેટલો સમય થતો એ લોકો છેલ્લા 6 મહિનાથી ચીડવતા હતા.

માત્ર નાસ્તો લઈને ખાધો હતો જેનો હતો એને પણ કઈ જ વાંધો હતો નહીં, પણ આ લોકો ઘણા સમયથી એને ચીડવતા હતા. એને તો કાંઈ મોટો ગુનો તો કર્યો નો'તો માત્ર નાસ્તો જ લીધો હતોને.

એને ચીડવાની પણ હદ હોય પણ છેલ્લા 6 મહિનાથી માનસિક ટોર્ચર કરતા હતા જેના કારણે એને આત્મહત્યા કરી. માણસો કેમ આવું કરે લોકો એવી સામાન્ય ભૂલને કેમ ભૂલી જતા નથી જો એ લોકો ભૂલી ગયા હોતતો એને આત્મહત્યા કરવાનો સમય આવ્યો ન હોત. તમે એ વિચારી શકો છો કે એ લોકો કેટલો માનસિક ટોર્ચર કરતા હતા કે જેના કારણે એને આત્મહત્યા કરવી પડી.

આ સંપૂર્ણ ઘટના સત્ય છે, માત્ર નામ ફેરફાર કર્યા છે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy