કાતિલ રાત
કાતિલ રાત
અમરસિંહ છેલ્લા પંદર વર્ષથી મુંબઈમાં રહેતો હતો. ત્યાં એને સોફ્ટવેર એન્જીનિરિંગ કરી, એમનું બાળપણ પણ સરતાજપુરમાં જ વીત્યું હતું. એને પ્રાથમિકથી માધ્યમિક સુધીનો અભ્યાસ સરતાજપુરમાં જ કર્યું હતું. અમરસિંહની બાળપણની બધી જ યાદો સરતાજપુર સાથે જોડાયેલી હતી. એ મુંબઈમાં હતો ત્યારે પણ એને સરતાજપુરની એ શેરીઓ, ગલ્લીઓ બોલાવતી હોય એવું લાગતું હતું. અંતે એ સરતાજપુરમાં પંદર વર્ષ પછી આવે છે.
એ ગામમાં પ્રવેશ છે. ત્યાં આખું ગામ અમરસિંહના સ્વાગત માટે ઊભું હોય છે. અમરસિંહ આવ્યો એ દિવસે તો આખા ગામમાં દરેક વ્યક્તિને મળ્યો. એના બાળપણના મિત્રો પણ હવે, પોતપોતાના કામધંધે લાગી ગયા હતા. એ આખુ ગામ ફર્યા પણ એને કઈ જ નવું દેખાયું નહીં. આખું ગામ પંદર વર્ષ પહેલા જેવું હતું એવી સ્થિતિ અત્યારે હતી. એજ પંદર વર્ષ જૂની સ્કૂલ જ્યાં એ ભણ્યો હતો. એજ બિલ્ડીંગ અને એજ કલર હાલ પણ અત્યારે હતું. સ્કૂલનું બિલ્ડીંગ ખખડી ગયુ હતું. એક ભૂકંપનો આંચકો આવે એટલે આખું બિલ્ડીંગ પડી જાય એવી સ્થિતિ હતી. ગામમાં કોઈ જ હોસ્પિટલ કે આરોગ્ય કેન્દ્ર ન હતું. દવાખાનાનું કઈ પણ કામ હોય તો શહેરમાં જાવું પડતું હતું. ગામમાં આંગણવાડી પણ ન હતી. બાળકો બાજુના ગામમાં જતા હતાં.
અમરસિંહને આખું ગામ ફરતા ફરતા સાંજ પડી જાય છે. સાંજે એ ઘરે જતો હોય છે. ત્યાં ચાર-પાંચ બાપાઓ ખાટલો નાંખીને બેઠા હતા. અમરસિંહ એમની પાસે જાય છે. અમરસિંહને જોઈને એક બાપા બોલે છે.
" કેમ છે બેટા ! ગામને જોઈને મજા આવીને, જે આનંદ ગામમાં છે એ શહેરના જીવનમાં નથી " એમાંથી એક બાપા બોલે છે.
" હા સાચી વાત ! પણ અત્યાર સુધી ગામમાં કોઈ જ ફેરફાર થયા નથી ?, પંદર વર્ષ પહેલાં જેવું ગામ હતું એવું જ ગામ અત્યારે છે ! " અમરસિંહ બોલે છે.
" હા બેટા ! શુ કરીએ ! આપણા ગામના સરપંચ કઈ જ કરતા નથી. એમને કહ્યું હતું કે ગામમાં એકની એક જ સ્કૂલ છે. એને ફરીથી બનાવવાનું કહ્યું. ગામમા હોસ્પિટલ અને આંગણવાડી પણ નથી એનુ પણ કહ્યું હતું. પણ હજુ સુધી કઈ જ થયું નથી. સરપંચ માત્રને માત્ર આશ્વાસન જ આપે છે. " બાપા પોતાની લાગણીઓ ઠેલવતા કહે છે.
આ બધી વાત સાંભરી અમરસિંહને એમ થઈ જાય છે કે આ ગામના સરપંચ કઈ જ કરતા નથી જે રૂપિયા આવે છે. એ વાપરી જાય છે. થોડા સમય પછી સરપંચની ચૂંટણી આવતી હોય છે. એ ચૂંટણીમાં ઊભું રહેવાનું નક્કી કરે છે. એ એના પરિવારમાં અને ગામમાં વાત કરે છે કે હું ચૂંટણી લડવા માંગુ છું ગામની સુરત બદલવા માંગુ છું. પંદર વર્ષ પહેલાં જે સ્થિતિ હતી એ હાલ પણ એજ સ્થિતિ છે. કોઈ જ બદલાવ આવ્યો નથી. ગામમાં હોસ્પિટલ પણ નથી. કોઈ બીમાર પડે તો એને શહેર લઈ જવો પડે છે.
અમરસિંહ ચૂંટણીમાં ઊભો રહેવાનો છે. એ વાતથી આખું ગામ ખુશ હતું. ગામના લોકો એવું વિચારતા હતા કે અમરસિંહ ભણેલો ગણેલો છે અને પાછો હોશિયાર પણ છે જો એ આપણા ગામનો સરપંચ બનેતો આપણા ગામની સુરત જ બદલાવી નાખે. અમરસિંહ બીજા જ દિવસથી ગામના દરેક લોકોને મળવા જાય છે એ ચૂંટણીમાં ઊભો રહે છે એની વાત કરે છે. એ સવારથી સાંજ સુધી લોકોના ઘરે જઈને લોકોને સમજાવતો હતો. એણે આખા ગામમાં પ્રચાર કરી નાંખ્યો હતો. આખા ગામના લોકો એવું જ ઇરછતા હતા કે અમરસિંહ જ સરપંચ બને. આખું ગામ અમરસિંહ સાથે હતું.
બીજી પાર્ટીના નેતાઓ પણ ડરી ગયા હતા કે આ વખતે અમરસિંહ જ જીતશે. એ લોકો પણ હાર ભાળી ગયા હતા. હવે ચૂંટણીને માત્ર પંદર જ દિવસની વાર હતી. દરેક પાર્ટીના લોકો અમરસિંહ પાસે આવીને કહેતા હતા કે તમે અમારી પાર્ટીમાંથી ચૂંટણી લડો. એતો ફાઇનલ જ હતું કે અમરસિંહ જ જીતવાનો છે. અમરસિંહ કોઈ પણ પક્ષમાં જોડાયા વિના અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવે છે.
અમરસિંહએ ચૂંટણી જીતવા માટે બધા જ પ્રયત્ન કરી લીધા હતા. એ જીતી જ ગયો હતો. હવે ચૂંટણીને એક દિવસની વાર હોય છે. બીજા દિવસે મતદાનનો દિવસ હોય છે. સવાર પસાર થઈ જાય છે હવે રાત પસાર કરવાની હતી. એ કાતિલની રાત આવી ગઈ હતી. અમરસિંહ આખી રાત જાગે છે.
રાતના બે વાગ્યે અમરસિંહને એક સમાચાર મળે છે કે બીજી પાર્ટીના લોકો ગામમાં રૂપિયા લઈ રહ્યા છે.. એ ગામમાં જાય છે પાર્ટીના લોકો ગામમાં રૂપિયા લઈ રહ્યા હતા. એ જોઈને અમરસિંહ ગામના લોકોને કહે છે " તમે રૂપિયા ન લ્યો, અને એને રૂપિયા આપવાની ના પાડો " અમરસિંહ કહે છે. ગામના લોકો કહે છે " તમે અહીંથી ચાલ્યા જાવ. "
અમરસિંહને કઈ જ સમજાતું નથી. આ ગામના લોકો કેમ મને ઘરે જવાનું કહે છે. જો આવી જ રીતે રૂપિયા બતાવશે તો હું આ ચૂંટણી હારી જઈશ. અમરસિંહ આખી રાત વિચારે છે. એ ઘરમાં બેસીને વિચારતો હોય છે. સવારના પાંચ વાગે છે. આખા ગામના લોકો અમરસિંહના ઘરની બહાર ઊભાં હોય છે. ઘડીક તો અમરસિંહ પણ વિચારમાં પડે છે કે આખા ગામના લોકો મારા ઘરની બહાર શું કરવા આવ્યા છે. એમાંથી એક વ્યક્તિ અમરસિંહ પાસે આવે છે અને એમને એક બેગ આપે છે. આ જોઈને અમરસિંહ કહે છે.
" આ બેગમાં શું છે ?, તમે મને આ બેગ કેમ આપો છો ? " અમરસિંહ કહે છે.
" આ બેગમાં પાંચ લાખ રૂપિયા છે, જે રાતના સમયે પાર્ટીના લોકો જે રૂપિયા બાતતા હતા. એ બધા જ રૂપિયા અમે લઈ લીધા અને ભેગા કરીને તમને આપીયે છીએ એનો ઉપયોગ તમે તમારી ચૂંટણીમાં અને ગામના ભલા માટે કરજો ! "
અમરસિંહ ખુશ થઈ જાય છે. બીજા દિવસે મતદાનનો દિવસ હોય છે. મતદાન શાંતિપૂર્વક પૂર્ણ થઈ જાય છે. બે દિવસ પછી પરિણામ હતું.
બે દિવસ પુરા થઈ જાય છે. અંતે પરિણામનો દિવસ આવે છે. અમરસિંહ જંગીબહુમતથી જીતી જાય છે. પાર્ટીના લોકો એને જોતા જ રહી જાય છે. અમરસિંહ સરપંચ બન્યા પછી આખા ગામની સૂરત બદલી નાખે છે. પહેલાતો સ્કૂલ બનાવે છે. ત્યાર પછી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી અને બગીચો બનાવવામાં આવે છે. અમરસિંહના પ્રજાલક્ષી કામોથી આખું ગામ ખુશ હતું.
