STORYMIRROR

Vimal Soneji

Classics Inspirational

4  

Vimal Soneji

Classics Inspirational

ચુંબકીય

ચુંબકીય

3 mins
252

જંગમસરનું ઘર એટલે અમારા બધા માટે મોટું યુંબક. રામજી આશર સ્કુલ પાસેથી પસાર થાઓ ને ક્યારે જંગમસરના કોટેજ જેવા ઘર પાસે,કોઇઋષિની કુટીર જેવા ઘર પાસે આવી ને તમારા પગ અટકે. ત્યારે જ ખબર પડેકે એમનું સાંગીતીક આધ્યાત્મિક ચુંબકીય તત્વ તમને અહીં એમના ઘરે ખેંચીલાવ્યું છે.  અને ઘરના સૌ પ્રેમથી મીઠો આવકાર આપે. અરે તમે વાતોમાં મશગૂલ હો એટલી વારમાં ચીંટુ મીંટુ જોડિયા, તેમના આંગણાની બાલવાટીકામાંથી ફુલચુંટીને મજાનો નાનો ગુલદસ્તો બનાવી તમને પગે લાગી તમારું અભિવાદન કરે. 

તેઓનો મીની બગીચો બહુ જ સરસ હતો, જયાં ત્યાં છોડ ગોઠવેલા, ક્યાંક લટકાવેલા. અને આ બધાની વચ્ચે અલગ અલગ કુદરતી બેઠકો બનાવેલી જેમકે ઝાડના થડની અથવા લાદી બેસાડીને કે પછી બાંબુની ખુરસીઓ વગેરે.  શાંત શીતલસા શીતલભાભી વાતો કરતા કરતા રસોડામાં આંટા ફેરા કરે ,જેઆ નાના બેઠક ખંડની પાછળ જ છે અને થોડીવારમાં તો જાદુની છડીની જેમ ગરમા ગરમ નાસ્તો તમારી સામે તૈયાર. શીતલભાભી વાતો કરતા જાય, સરની વાતો સાંભળતા જાય ને તેમના હાથના ટેરવા કલાની કરામત કરતા જાય. સીલાઇ મશીન વગર પણ બાળકોના કપડા સીવી લે. તેમના લીધેલા ટાંકા સરસ ઝીણા ને મજબૂત હોય. હમણાં એમના હાથમાં બાળકોના રુમના પડદા હતા,જે પર ઝાડ અને તે પરબેઠેલા રંગબેરંગીન પુષ્પો અને ફૂલોનું સુંદર ભરતકામ કરતા હતા.

જંગમસર સંગીતની અવનવી વાતો સંભળાવે. ઘણા સંગીતકારોનો પરોક્ષ પરિચય કરાવે અને તેઓની ગાયકીની ખુબી વિશે,અમારી અલ્પ જાણકારીમાં થોડો સુધારો કરે. જંગમસર કવિતા લખે ને કહે કે લખતાલખતા ગાવાનું ને ગાતા ગાતા લખવાનું. એમની ઘણી વાતોમાંની એક રમૂજી વાત તો બહુ ગમી ,કે જે એમણે ઘણાને તેમના જેવા મધુર ભાષી બનાવ્યા છે.

કોઇ સંગીત ક્લાસના વિધ્યાર્થીના વાલીઓએ તેમને કહ્યું, “તમારામાંની થોડીમીઠાશ અમારા કુટુંબને પણ આપોને”. 

બધાના આગ્રહને કારણે વોઇસ કલ્ચરનો વર્કશોપ રાખ્યો, જેમાં મધુરતાથીગાવાનું ને વાત કરવાની ઘણી ટેકનીક સમજાવી.  એમણે સાચી ને વૈદિક વાત કરી કે,“ગુસ્સે થઇને બુમો પાડીને આક્રોશી વાણીમાં વાત કરવાથી વાત કરનારની મન સ્થિતિની ખબર પડે ને આ આક્રોશ ઉકડાટ તોછડાઈ વગેરે તેનામાં કેટલા ભરેલા છે. જેમકે તમે કોફીનો કપ લઇને જતા હો ને કોઇ તમારી સાથે અથડાય તો કેાફી જ છલકાય ચા હોય તો ચા છલકાય. એજ રીતે તમારી સાથે કોઇ અથડાય તો તમારી અંદર ક્રોધ હશે તો ક્રોધ જ બહાર આવશે ને પ્રેમ દયા સમજણ હશે તોએ બહાર આવશે. અને કટુવાણી બોલવાથી શરીરના રસાયણ ઝેરી થઇ જાય,અન્ય ને પણ સાંભળીને દુખ થાય, ખરાબ લાગે, અપમાનીત થયાની લાગણી થાય ને તેના રસાયણો પણ ઝેરી થાય ને ધીરે ધીરે એ તબિયત પર અસર કરે. એને બદલે મીઠાશથી મધુરતાથી હસતા હસતા વાત કરાય તો આનંદનુંસામ્રાજ્ય સરજાય 

હેપીનેસના રસાયણ સરજાય જેવાકે “ડોપામાઇન, સેરોટોઇન, એક્સિટોસીન, એન્ડોર્ફીન્સ ,મેલેટોનિન”આ બધા ગુડ ફીલ કરાવે. પ્રેમ દયા વિશ્વાસ જગાવેપ્રતિકાર શક્તિ વધારે, સારી ઉંઘ અપાવે સારું પાચન કરાવે. આ સર્વેતમારામાં ઉત્સાહ ઉમંગ જગાડે.  અને એ વાત પ્રેકટીકલી કરે તો જ એનું સુંદર પરિણામ મળે. એના માટે એક તરકીબ કરી. જેમ નાના હતા ને ઇંગલીશમાં બોલવાની પ્રેકટીસ માટે ક્લાસમાં નક્કી કરતા કે ઇંગલીશમાં જ બોલવાનું, અન્ય ભાષામાં બોલેએને દંડ ભરવાનો.  એમ અમે પણ નક્કી કર્યું કે ગમે તેવી વાત કે પરિસ્થિતિ હોય ગુસ્સે થયા વગર બુમો પાડ્યા વગર શાંતિથી મીઠાશથી જ વાત કરવાની અને ના કરે તેને જેની સાથે ગુસ્સે થઇને વાત કરી હોય તેને એક રુપિયો આપવાનો.

બધાના માટે અલગ ડબ્બા રાખ્યા હતા,જેમાં દંડના પૈસા નાંખવાના,ને બસ આમ ગમ્મતમાં જ ઘણા કુટુંબોમાં પરિવર્તન આવ્યું, બાળકોમાં આપોઆપ વિવેક વિનય આવી ગયા. અને બધાને મજા પણ આવતી. આ બધી વાતો તો હવેફક્ત એક સંભારણું જ બની ગઇ.

તો શું દરેક ચુંબકની અવધી હોતી હશે ? થોડા વરસો પહેલા જ એ વાડીમાં છુટા છવાયા ઘરોમાં રહેતા સૌને અન્ય જગ્યા પર રહેવાની સગવડ કરી આપીને અહીં મોટું ટાવર હાઉસ ઉભું કર્યું. ને માનો એ ચુંબકત્વનું રુપાંતર થઇ ગયું. 


Rate this content
Log in

Similar gujarati story from Classics