Vimal Soneji

Tragedy

4.3  

Vimal Soneji

Tragedy

પ્રજ્ઞાચક્ષુ (પત્ર)

પ્રજ્ઞાચક્ષુ (પત્ર)

3 mins
211


મારા પ્રિયજનો

આજે આપણે ડોકટર નંદન પાસે આંખ બતાવવા ગયા અને તેમણે કહી દીધું કે, "હું બહુ દિલગીર છું કે મેં બહુ રીસર્ચ કર્યું તમારા રેટીના ડીસઓર્ડર માટે, કે કેમે કરી કોઇ ઇલાજ કરી તમારી દ્રષ્ટિને આપણે બચાવી શકીએ, પણ વ્યર્થ, આપણે આ વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જ પડશે કે ધીરે ધીરે તે ક્યારે સાવ જતી રહે, ખબર નહીં, તમે થોડું થોડું પણ જોઇ શકો એવા બધા પ્રયત્ન કર્યા,પણ ધીરે ધીરે ઝાંખું દેખાશે,ને ક્યારે અચાનક બધું દેખાતું બંધ થઇ જશે ખબર નહીં.”


અને આ કડવી વાસ્તવિકતા મેં બહુ સહજતાથી સ્વીકારી લીધી છે, અને તો જ તેના વિકલ્પો માટે વિચારવાની દિશા મળે અને તેથી ત્યાં સુધી મારી ઓફિસમાં પણ રાજીનામું આપી આવું, નવા ઇનચાર્જને મારું કામ સમજાવી આવું. તમારે બેંક વગેરેમા સહી કરવાની હોય ત્યાં કરાવી લો. તમને બંન્ને ભાઈઓને મન ભરીને જોઇ લઉં. તમારી કોઇ ફ્રેંડ હોય તો ઓળખાણ કરવા લઇ આવો તો વહુનું મોઢું જોઇ લઉં. આજીબાઇને પણ હવે વધુ કામ સોંપવું પડશે. દિવ્ય દ્રષ્ટિ સંસ્થાની કાર્યકર્તા અંજુબેન અને અન્ય બહેનો મળી આવી છું. તેઓ સૌ ઓળખે છે કારણ અમારી ઓફિસની વાર્ષિક પાર્ટીમાં તેઓની બહેનોએ સંગીતના કાર્યક્રમ આપ્યા છે

અંજુબેનને મારી વાત સાંભળી દુખ થયું અને હિંમત આપતા કહે, “ચિંતા ના કરો અમે તમને સરસ ટ્રેઇનીંગ આપીશું જેથી તમારે કોઇ પર નિર્ભર નહીં રહેવું પડે. અને તમને જે ગમશે એ પ્રવ્રુતિ શીખવીશું.“

હવે મારી એક નવી દુનિયા સજવાની છે. પ્રકાશ વગરની નહીં પણ દિવ્ય પ્રકાશની એક અનોખી અંતર યાત્રા અજબ ને અનંત યાત્રા. થોડો ભય ને થોડી ચિંતા અને છતાં જાણે કોઇ અનજાન તત્વનો છુપ્પો અણસારને એહસાસ છે સાથે. ને એ પ્રકાશ જ માર્ગદર્શક બનશે. ને હવે તો સત્યા નાડેલાએ તેના માઇક્રોસોફટના સોફ્ટવેર ટેકશીયનો સાથે મળીને ઘણી શોધ કરી છે. જે દિવ્યાંગ લોકો માટે ઘણી સહાયરૂપ પુરવાર થશે. અને મને બેઇલ લિપિ શીખવા મળશે. અને રેકી વિધ્યાનો સદ્ઉપયોગ કરી શકીશ. સારું સંગીત સાંભળી શકીશ,ને કોઇને શીખવું હશે તો શીખવી પણ શકીશ. એકયુપ્રેશરથી ને સંગીતોપચારથી સંજીવની કાર્ય કરી શકીશ. હવે તો ઓડિયો બુક્સ પણ મળે છે,એની લાઇબ્રેરી કરી શકાય

હા શરૂઆતમાં થોડી અડચણ પડશે, મગજને એક નવી ટેવ પાડવી પડશે, જેમકે સૌ પ્રથમ બધાના અવાજ અને અન્ય બધી દિશામાંથી આવતા અનેક જુદા જુદા અવાજોની પરખ અત્યારથી જ કરવી છે અને તેની દિશા પણ. અને ચાલતી વખતે પગલા ગણવાની પ્રેકટીસ કે કેટલા પગલા પછી કયું ફર્નિચર પડ્યું છે, ને કેટલા પગલા ચાલીને રસોડું આવે છે, ને કઇ વસ્તુ કયાં મુકી છે, બસ હવે આ બધી પા પા પગલી કરવાની છે, પછી ગણ્યા વગર ફાવી જશે, ને તમારે પણ મેં બધું જેમ રાંખ્યું હોય એમ જ રાખવું પડશે, તેથી મને તરત જડે.

ચાલો જુના આલબમ બહાર કાઢી બધા ફોટા જોઇને મારી સ્મ્રુતિમાં સંગ્રહ કરી લઉં, અને પછી આપણી ફોટો ગેલેરીના પણ જોઇ લઇએ, ને આ બધું કરતા આપણે ચારે સાથે થોડા લોંગ ડ્રાઇવની મજા માણી આવીએ, ને અંગત મિત્ર વર્તુલને બોલાવી ગીત સંગીતનો જલ્સો કરી લઇએ. પછી આ બધું કરતા રહીશું પણ એમાં થોડો ફેર પડશે, ખાસ તો મને બધાના મનોભાવથી વંચિત રહીશ

ખેર,યે જીવન હૈ, ઇસ જીવનમેં કંઇ હૈ રંગ જીવનમાં ધીરે ધીરે ઘણું છુટતું જાય છે, તેનો સ્વીકાર કરવો રહ્યો, ને તો જ નવીનતા માટે અવકાશ રહે

તમારા સૌની પ્રિય પ્રિયા,ને અંબર આરવની મમ્મીના

ખુબ ખુબ વ્હાલ...


Rate this content
Log in

Similar gujarati story from Tragedy